રોયલ એનફિલ્ડ મોટરસાયકલ ભારતીય બજારમાં ખૂબ જ ફેમસ છે. ભારતીય ગ્રાહકોમાં 350થી 450 CC સેગમેન્ટમાં બાઇકની માંગ હંમેશા વધુ રહે છે. ગત મહિનાની વાત કરીએ તો જાન્યુઆરી 2025ના ડેટા અનુસાર, રોયલ એનફિલ્ડ ક્લાસિક 350એ વેચાણની દ્રષ્ટિએ સૌથી ઉપર રહી છે. ગયા મહિને, રોયલ એનફિલ્ડ ક્લાસિક 350ના કુલ 33,582 યુનિટનું વેચાણ થયું હતું, જ્યારે માત્ર એક વર્ષ પહેલાં, ક્લાસિક 350એ કુલ 28,013 યુનિટ્સનું વેચાણ કર્યું હતું.
આ બાઇક્સનું પણ સારું થયું વેચાણ
રોયલ એનફિલ્ડ બુલેટ 350 ભારતમાં બીજી સૌથી વધુ વેચાતી મોટરસાયકલ છે. ગત મહિને મોટરસાઇકલના કુલ 19,163 યુનિટનું વેચાણ થયું હતું. ત્રીજા નંબર પર રોયલ એનફિલ્ડ હન્ટર 350 છે. હન્ટરને આ સમયગાળા દરમિયાન કુલ 15,914 યુનિટ્સનું વેચાણ થયું. ચોથા નંબર પર રોયલ એનફિલ્ડ મીટિયોર 350 છે, જેના કુલ 8,373 યુનિટ્સ વેચાયા.
પાંચમા નંબર પર ટ્રાયમ્ફ 400 છે, જેના કુલ 4,035 યુનિટ્સ વેચાયા. આ ઉપરાંત વેચાણની લિસ્ટમાં યેઝદી છઠ્ઠા ક્રમે છે. જાવા યેઝદીના કુલ 2,753 યુનિટ્સ વેચાયા. સાતમા નંબર પર રોયલ એનફિલ્ડ હિમાલયન છે. હિમાલયનના કુલ 2175 યુનિટ્સ વેચાયા.
ક્લાસિક પાવર 350
રોયલ એનફિલ્ડ ક્લાસિક 350 ભારતીય બજારમાં સૌથી લોકપ્રિય મોટરસાયકલોમાંથી એક છે. આ મોટરસાયકલ 4-સ્ટ્રોક, એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન દ્વારા સંચાલિત છે. આ એન્જિન 6,100 આરપીએમ પર 20.2 બીએચપી પાવર જનરેટ કરે છે. આ એન્જિન 27 બીએચપી પાવર અને 4,000 એનએમ ટોર્ક જનરેટ કરે છે. રોયલ એનફિલ્ડ 35 કિમી/લિટરની માઇલેજ આપે છે.




















