Motorola launches Moto G Power (2026): Motorola કંપનીએ Moto G Power (2026) લોન્ચ કર્યો છે. તેમાં 8GB રેમ છે અને તે મીડિયાટેકના ડાયમેન્સિટી 6300 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં 5200mAh બેટરી છે. તેમાં 120Hz રિફ્રેશ રેટ સાથે FullHD+ રિઝોલ્યુશન LCD ડિસ્પ્લે છે. કંપનીએ હાલમાં આ ફોન પસંદગીના બજારોમાં લોન્ચ કર્યો છે. જાણો તેની કિંમત અને ફીચર્સ વિશેની માહિતી.
Moto G Power (2026) ની કિંમત
Moto G Power (2026) એક જ 8gb રેમ, 128gb સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે. US માં આ ફોનની કિંમત $299.99 (આશરે રૂ. 27,100) છે. કેનેડામાં આ ફોનની કિંમત CAD 449.99 (આશરે રૂ. 29,500) છે. આ ફોન Evening Blue અને Pure Cashmere કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. વેચાણ 8 જાન્યુઆરીથી શરૂ થશે. તે મોટોરોલાની ઓફિશિયલ વેબસાઇટ અને અન્ય ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી શકાય છે.
Moto G Power (2026) ની ડિસ્પ્લે
Moto G Power (2026) માં 6.8 ઇંચની FullHD+ LCD ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 120hz અને પીક બ્રાઇટનેસ 1000 નિટ્સ છે. ડિસ્પ્લેને Corning Gorilla Glass 7i થી પ્રોટેક્ટ કરવામાં આવી છે. સાઉન્ડ સિસ્ટમ માટે Dolby Atmos સાઉન્ડ માટે સપોર્ટેડ છે.
Moto G Power (2026) પ્રોસેસર અને એન્ડ્રોઇડ સ્પોર્ટ
આ ડિવાઇસ પ્રોસેસિંગ માટે ઓક્ટા-કોર MediaTek Dimensity 6300 ચિપસેટ દ્વારા સંચાલિત છે. જેની સાથે કંપનીએ 8GB રેમ અને 128GB સ્ટોરેજ ઉમેર્યું છે. સ્ટોરેજ એક્સપેન્ડ કરવા માટે, 1TB સુધીના માઇક્રોએસડી કાર્ડ માટે સપોર્ટ આપવામાં આવ્યો છે. ઓપરેટિંગ સિસ્ટમ માટે, તે એન્ડ્રોઇડ 16 ને સપોર્ટ કરે છે.
Moto G Power (2026) કેમેરા સેટઅપ
કેમેરાની વાત કરીએ તો, Moto G Power (2026) માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. મુખ્ય લેન્સ 50mp નો છે અને તે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) ને સપોર્ટ કરે છે. 8mp નો અલ્ટ્રાવાઇડ-એંગલ લેન્સ પણ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે, 32mp નો ફ્રન્ટ કેમેરો છે. કેમેરામાં ઓટો નાઇટ વિઝન, પોટ્રેટ મોડ, ઓટો સ્માઇલ કેપ્ચર અને શોટ ઓપ્ટિમાઇઝેશન સહિત અનેક AI ફીચર્સ પણ સામેલ છે.
Moto G Power (2026) બેટરી
બેટરીની વાત કરીએ તો, ફોનમાં 5200mAh બેટરી છે. તે 30W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. 15W વાયરલેસ ચાર્જિંગ પણ ઉપલબ્ધ છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 3.5mm હેડફોન જેક અને NFCનો સમાવેશ થાય છે. સેફટી માટે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ ઉપલબ્ધ છે.





















