Latest Smartphone : Oppo એ ભારતમાં એક નવો સસ્તો સ્માર્ટફોન, Oppo A6s 5G લોન્ચ કર્યો છે, જેની સરખામણી iQOO Z11X 5G અને Poco M8 5G સાથે કરવામાં આવી રહી છે. Oppo A6s 5G માં MediaTek Dimensity 6300 પ્રોસેસર છે. iQOO Z11x 5G માં Octa-core MediaTek Dimensity 7400 Turbo પ્રોસેસર આપવામાં આવ્યું છે, જ્યારે Poco M8 5G માં Octa-core Qualcomm Snapdragon 6 Gen 3 પ્રોસેસર સામેલ છે. જાણો Oppo A6s 5G, iQOO Z11X 5G અને Poco M8 5G ની કિંમત, ડિસ્પ્લે અને કેમેરા સેટઅપ વિશેની માહિતી.
Oppo A6s 5G or iQOO Z11X 5G or Poco M8 5G
કિંમત અને સ્ટોરેજ
Oppo A6s 5G ના 4GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹18,999 અને 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹20,999 છે.
iQOO Z11X 5G ના 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹18,999, 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹20,999 અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹22,999 છે.
Poco M8 5G ના 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹17,999 છે.
ડિસ્પ્લે અને રિઝોલ્યુશન
Oppo A6s 5G માં 6.75-ઇંચની HD+LCD ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1570×720 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 1125 nits પીક બ્રાઇટનેસ છે.
iQOO Z11x 5G માં 6.76-ઇંચની FullHD+ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2408×1080 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 1200 nits સુધી પીક બ્રાઇટનેસ છે.
Poco M8 5G માં 6.77-ઇંચ 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2408×1080 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 3,200 nits પીક બ્રાઇટનેસ છે.
પ્રોસેસર
Oppo A6s 5G માં MediaTek Dimensity 6300 પ્રોસેસર છે.
iQOO Z11x 5G માં Octa-core MediaTek Dimensity 7400 Turbo પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Poco M8 5G માં Octa-core Qualcomm Snapdragon 6 Gen 3 પ્રોસેસર સામેલ છે.
ઓપરેટિંગ સિસ્ટમ
Oppo A6s 5G, Android 16 પર બેસ્ડ ColorOS 15 પર ચાલે છે.
iQOO Z11x 5G, Android 16 પર બેસ્ડ OriginOS 6 પર ચાલે છે.
Poco M8 5G, Android 15 પર બેસ્ડ HyperOS 2 પર ચાલે છે.
કેમેરા સેટઅપ
Oppo A6s 5G માં પાછળના ભાગમાં 50mp નો મુખ્ય કેમેરો અને 2mp નો સેકન્ડરી કેમેરો છે. તેમાં સેલ્ફી માટે 5mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.
iQOO Z11x 5G માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 2mp નો ડેપ્થ કેમેરો છે. તેમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે f/2.45 અપર્ચર સાથે 32mp નો ફ્રન્ટ કેમેરો છે.
Poco M8 5G માં 50mp નો મુખ્ય કેમેરો અને પાછળના ભાગમાં 2mp નો સેકન્ડરી કેમેરો છે. તેમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 20mp નો ફ્રન્ટ કેમેરો છે.
કનેક્ટિવિટી ઓપ્શન
Oppo A6s 5G માં Wi-Fi 5, Bluetooth 5.4, LDAC સપોર્ટ અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યા છે.
iQOO Z11x 5G માં ડ્યુઅલ સિમ, 5G, 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.4, GPS અને USB Type-C 2.0 પોર્ટ સામેલ છે.
Poco M8 5G 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.1, GPS અને USB Type-C પોર્ટ સાથે આવે છે.
બેટરી બેકઅપ
Oppo A6s 5G માં 6500mAh બેટરી છે, જે 45W SUPERVOOC ફાસ્ટ ચાર્જિંગનો ઓપ્શન મળે છે.
iQOO Z11x 5G માં 7200mAh બેટરી છે, જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
Poco M8 5G માં 5,520mAh બેટરી છે, જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કયો સ્માર્ટફોન ખરીદવો જોઈએ?
જો તમારે શાનદાર ડિસ્પ્લે અને પ્રીમિયમ લુક જોઈએ છે, તો Poco M8 5G તમારા માટે બેસ્ટ છે.
જો તમારે ગેમિંગ અને સ્પીડ જોઈએ છે, તો iQOO Z11X 5G પસંદ કરો.
જો તમારે લાંબો બેટરી બેકઅપ જોઈએ છે, તો પણ iQOO Z11X 5G અથવા Oppo A6s 5G ઉત્તમ છે.




















