Reliance Jio AI Call Agent: શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હોવ અને એ જ વાતચીત દરમિયાન કોઈ તમારી કેબ બુક કરી દે અથવા ખાવાનું ઓર્ડર કરી દે? તે પણ કોલ કાપ્યા વગર અને અન્ય કોઈ એપ ખોલ્યા વગર! સાંભળવામાં આ ભલે આશ્ચર્યજનક લાગતું હોય, પણ હવે આ હકીકત બનવા જઈ રહ્યું છે. ભારતની સૌથી મોટી પ્રાઇવેટ ટેલિકોમ કંપની Reliance Jio આને હકીકત બનાવવા જઈ રહી છે. જીઓ તેના 50 કરોડથી વધુ ગ્રાહકો માટે એક એવો ફ્રી AI એજન્ટ લાવી રહ્યું છે, જે તમારા ફોન કોલનો હિસ્સો બનીને તમારા બધા કામ ચપટીમાં પતાવી દેશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM)માં કંપનીએ ઘણી દમદાર AI સર્વિસીસની જાહેરાત કરી છે. જીઓનો હેતુ AIને કોઈ અલગ એપ સુધી સીમિત ન રાખીને, સીધો એ સર્વિસીસનો હિસ્સો બનાવવાનો છે જેનો કરોડો ભારતીય યુઝર્સ દરરોજ ઉપયોગ કરે છે. આ જ કડીમાં કંપનીએ 'જીઓ કોલ એજન્ટ' (Jio Call Agent) રજૂ કર્યો છે, જે સીધો તમારા જીઓ નેટવર્ક પર કામ કરશે. આ સાથે જ MyJio એપને પણ સંપૂર્ણપણે બદલીને એક પર્સનલ AI ડિજિટલ આસિસ્ટન્ટનું રૂપ આપવામાં આવી રહ્યું છે.
શું છે Jio Call Agent અને તે કેવી રીતે કામ કરશે?
જીઓ કોલ એજન્ટ એક એવો AI આસિસ્ટન્ટ છે જેના માટે તમારે કોઈ અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. ફોન પર વાત કરતી વખતે તમે માત્ર 'Hey Jio' બોલીને તેને એક્ટિવેટ કરી શકો છો. આ AI તમારી પરમિશન (મંજુરી) પછી જ કોલ સાથે કનેક્ટ થશે અને તમે ઇચ્છો ત્યાં સુધી કોલ પર રહેશે. આ મલ્ટિપલ લેંગ્વેજ સપોર્ટ ધરાવે છે, જે ઘણી ભારતીય ભાષાઓને સમજી અને બોલી શકે છે.
લાઇવ ટ્રાન્સક્રિપ્શન
કોન્ફરન્સ કોલ દરમિયાન આ એકસાથે 10 અલગ-અલગ લોકોના અવાજ ઓળખી શકે છે અને તેમની પસંદગીની ભાષામાં વાતચીતને રિયલ-ટાઇમમાં લખી (ટેક્સ્ટમાં બદલી) પણ શકે છે.
ભારતમાં ડિજિટલ ફ્રોડ બમણો : ટ્રાન્સયુનિયનના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
કોલ સમરી અને રિમાઇન્ડર્સ
કોલ પૂરો થયા પછી આ આખી વાતચીતની એક ટૂંકી સમરી (સારાંશ) તૈયાર કરશે, સાથે જ જરૂરી કામ અને રિમાઇન્ડર્સનું લિસ્ટ બનાવીને કોલમાં સામેલ તમામ લોકો સાથે શેર કરી દેશે.
ક્યારે લોન્ચ થશે આ સર્વિસ?
ફોન પર વાત કરતાં-કરતાં જ તમે આ AIને કેબ બુક કરવા, ખાવાનું ઓર્ડર કરવા, રેસ્ટોરન્ટમાં ટેબલ બુક કરવા કે મીટિંગ શિડ્યુલ કરવાનો નિર્દેશ આપી શકો છો. આના માટે તમારે તમારી કોલિંગ એપ છોડીને કોઈ બીજી એપ પર જવાની જરૂર નહીં પડે. જીઓના 50 કરોડથી વધુ યુઝર્સ માટે આ સર્વિસ આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે.
બદલાઈ જશે MyJio એપ
અત્યાર સુધી લોકો MyJio એપનો ઉપયોગ માત્ર રિચાર્જ કરવા અથવા બેલેન્સ ચેક કરવા માટે જ કરતા હતા, પરંતુ હવે આ તમારું પર્સનલ AI એડવાઇઝર પણ બની શકે છે. હવે તમારે એપની અંદર અલગ-અલગ મેનૂમાં જવાની જરૂર નહીં પડે, બસ AIને જણાવો કે તમારે શું જોઈએ છે અને તે કામ થઈ જશે. આ સાથે જ જો તમે કોઈ બીજા શહેરમાં શિફ્ટ થઈ રહ્યા છો, તો AI તમારી સર્વિસ રિક્વાયરમેન્ટ્સને મેનેજ કરશે. વિદેશ યાત્રા દરમિયાન તે જાતે જ સૌથી બેસ્ટ ઇન્ટરનેશનલ રોમિંગ પેક પણ સજેસ્ટ (સૂચન) કરશે.
પ્રાઇવેસીનો કોઈ ખતરો નહીં
AI સર્વિસને લઈને કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આમાં યુઝર્સની પ્રાઇવેસી (ગોપનીયતા) અને સેફ્ટી (સુરક્ષા)નું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. જીઓ AI કોઈ પણ કામ તમારી પરમિશન વગર નહીં કરે. દરેક એક્ટિવિટીનો રેકોર્ડ રાખવામાં આવશે અને પૈસાની લેવડદેવડ (ટ્રાન્ઝેક્શન) માટે યુઝરની ફાઇનલ મંજુરી ખૂબ જ જરૂરી રહેશે.





