Home Tech/Gadgets Redmi Motorola Oppo 40k Smartphone Comparison

Redmi Turbo 5 vs Motorola Edge 70 Pro vs Oppo F33 Pro 5G : જાણો કયો સ્માર્ટફોન છે તમારા માટે પરફેક્ટ

Redmi Turbo 5, Motorola Edge 70 Pro, Oppo F33 Pro 5G
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 19, 2026, 03:15 AM IST

Latest Smartphone Comparison : ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં સ્પર્ધા સતત વધી રહી છે. Xiaomiએ તાજેતરમાં જ પોતાનો નવો સ્માર્ટફોન Redmi Turbo 5 લોન્ચ કર્યો છે. આ ફોનની સીધી ટક્કર બજારમાં પહેલાથી હાજર Motorola Edge 70 Pro અને Oppo F33 Pro 5G સાથે થઈ રહી છે. જો તમે પણ ₹40,000ની આસપાસ નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ત્રણેય ફોનની સરખામણી તમને સાચો ફોન પસંદ કરવામાં ખૂબ મદદ કરશે.

કિંમત અને સ્ટોરેજ

ફોન ખરીદતી વખતે કિંમત સૌથી મહત્વનો ભાગ ભજવે છે. Redmi Turbo 5ના 8GB+256GB વેરિઅન્ટની કિંમત ₹37,999 અને 12GB+256GB વેરિઅન્ટની કિંમત ₹40,999 છે. બીજી તરફ, Motorola Edge 70 Proના 8GB+256GBની કિંમત ₹39,999 અને 12GB+256GBની કિંમત ₹42,999 છે. જ્યારે Oppo F33 Pro 5Gના 8GB+128GBની કિંમત ₹37,999 અને 8GB+256GBની કિંમત ₹40,999 રાખવામાં આવી છે. સ્ટોરેજની દ્રષ્ટિએ Redmi અને Motorola વધુ સારો ઓપ્શન આપે છે.

ડિસ્પ્લે ક્વોલિટી

સ્ક્રીનની વાત કરીએ તો, Redmi Turbo 5માં 6.59-ઇંચની 1.5K ફ્લુઇડ ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 3500 nits બ્રાઇટનેસ સાથે આવે છે. Motorola Edge 70 Proમાં 6.8-ઇંચની મોટી 1.5K એક્સ્ટ્રીમ AMOLED ડિસ્પ્લે મળે છે, જેમાં 144Hz રિફ્રેશ રેટ અને 5200 nits ની જબરદસ્ત પીક બ્રાઇટનેસ આપવામાં આવી છે. Oppo F33 Pro 5Gમાં 6.57-ઇંચની AMOLED ડિસ્પ્લે છે જે Full HD+ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 1400 nits બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. અહીં મોટોરોલા ડિસ્પ્લેના મામલામાં સૌથી આગળ છે.

આ પણ ખાસ વાંચો : OnePlus 15Rનું નવું વેરિઅન્ટ થયું લોન્ચ : જાણો નવા 16GB RAM મોડલમાં શું છે ખાસ


પાવરફુલ પ્રોસેસર

સારા પરફોર્મન્સ માટે પ્રોસેસર મજબૂત હોવું જરૂરી છે. Redmi Turbo 5માં MediaTek Dimensity 8500 Ultra પ્રોસેસર આપવામાં આવ્યું છે. જ્યારે Motorola Edge 70 Proમાં તેનાથી પણ વધુ પાવરફુલ MediaTek Dimensity 8500 Extreme પ્રોસેસર મળે છે. Oppo F33 Pro 5Gની વાત કરીએ તો તે MediaTek Dimensity 6360 Max પ્રોસેસર સાથે આવે છે. ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે મોટોરોલા અને રેડમીના ફોન વધારે સારા સાબિત થશે.

ઓપરેટિંગ સિસ્ટમ

સોફ્ટવેરની બાબતમાં ત્રણેય સ્માર્ટફોન લેટેસ્ટ ટેકનોલોજી સાથે આવે છે. Redmi Turbo 5 એન્ડ્રોઇડ 16 પર આધારિત HyperOS 3 પર કામ કરે છે. Motorola Edge 70 Proમાં ક્લીન એન્ડ્રોઇડ 16 ઓપરેટિંગ સિસ્ટમ મળે છે. જ્યારે Oppo F33 Pro 5G એન્ડ્રોઇડ 16 પર આધારિત ColorOS 16 સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

કેમેરા સેટઅપ

ફોટોગ્રાફી માટે Redmi Turbo 5માં પાછળની તરફ 50mpનો મુખ્ય કેમેરો (OIS+EIS સપોર્ટ) અને 8mpનો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે, તેમજ સેલ્ફી માટે 20mpનો કેમેરો છે. Motorola Edge 70 Proમાં પાછળ 50mpનો મુખ્ય કેમેરા (OIS) અને 50mp નો અલ્ટ્રા-વાઇડ ઓટોફોકસ કેમેરો મળે છે, સાથે જ સેલ્ફી માટે 50mpનો શાનદાર ફ્રન્ટ કેમેરો છે. Oppo F33 Pro 5Gમાં પાછળ 50mpનો મુખ્ય કેમેરો અને 2mpનો મોનોક્રોમ કેમેરો છે, અને સામેની તરફ 50mpનો સેલ્ફી કેમેરો મળે છે. કેમેરાના મામલામાં મોટોરોલા ખૂબ જ મજબૂત છે.

આ પણ ખાસ વાંચો : ₹40 હજારની રેન્જમાં સૌથી બેસ્ટ સ્માર્ટફોન કયો? : Redmi, iQOO અને OnePlus ના લેટેસ્ટ સ્માર્ટફોન વચ્ચે જબરદસ્ત મુકાબલો


બેટરી બેકઅપ

જો તમને લાંબો બેટરી બેકઅપ ગમતો હોય, તો Redmi Turbo 5માં 7540mAhની વિશાળ બેટરી છે જે 100W ફાસ્ટ ચાર્જિંગ અને 27W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે. Motorola Edge 70 Proમાં 6500mAhની બેટરી સાથે 90W ટર્બોપાવર ફાસ્ટ ચાર્જિંગ છે. Oppo F33 Pro 5Gમાં 7000mAhની મોટી બેટરી અને 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ મળે છે. બેટરીની સાઇઝમાં રેડમી સૌથી આગળ છે.

કનેક્ટિવિટી ઓપ્શન્સ

ત્રણેય ફોન 5G કનેક્ટિવિટી સાથે આવે છે. Redmi અને Motorolaમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, GPS, USB Type-C 2.0 અને NFC જેવા ફીચર્સ કોમન છે, પરંતુ મોટોરોલામાં એડવાન્સ Wi-Fi 6E અને Bluetooth 5.4 નો સપોર્ટ છે. જ્યારે Oppo F33 Pro 5Gમાં 5G, Wi-Fi 5, Bluetooth 5.4 અને USB Type-C પોર્ટ આપવામાં આવ્યા છે.

40,000 રેન્જ સ્માર્ટફોન કમ્પેરિઝન ચાર્ટ

ફીચર

Redmi Turbo 5

Motorola Edge 70 Pro

Oppo F33 Pro 5G

કિંમત (₹)

37,999 / 40,999

39,999 / 42,999

37,999 / 40,999

ડિસ્પ્લે સાઇઝ

6.59"

6.8"

6.57"

ડિસ્પ્લે ટાઇપ

1.5K Fluid Display

1.5K AMOLED

FHD+ AMOLED

રિફ્રેશ રેટ

120Hz

144Hz

120Hz

પીક બ્રાઇટનેસ

3500 nits

5200 nits

1400 nits

પ્રોસેસર

Dimensity 8500 Ultra

Dimensity 8500 Extreme

Dimensity 6360 Max

બેટરી

7540 mAh

6500 mAh

7000 mAh

ફાસ્ટ ચાર્જિંગ

100W + 27W reverse

90W Turbo

80W SuperVOOC

રિયર કેમેરા

50MP + 8MP

50MP + 50MP

50MP + 2MP

ફ્રન્ટ કેમેરા

20MP

50MP

50MP

ઓપરેટિંગ સિસ્ટમ

Android 16 (HyperOS 3)

Android 16 (Stock UI)

Android 16 (ColorOS 16)

કનેક્ટિવિટી

5G, Wi-Fi, NFC

5G, Wi-Fi 6E, BT 5.4

5G, Wi-Fi 5

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now