Appleના પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું સપનું જોતા ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કંપનીનો અત્યાર સુધીનો સૌથી પાતળો સ્માર્ટફોન ગણાતો iPhone 17 Air હવે ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ બન્યો છે. લોન્ચ સમયે એક લાખ રૂપિયાથી વધુ કિંમત ધરાવતો આ iPhone હવે નોંધપાત્ર ઘટાડા સાથે વેચાઈ રહ્યો છે, જેના કારણે પ્રીમિયમ iPhone ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે આ યોગ્ય સમય માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને એવા યુઝર્સ કે જેઓ ઊંચી કિંમતના કારણે ખરીદીનો નિર્ણય ટાળી રહ્યા હતા, તેમના માટે હવે મોટી બચત સાથે આ ડિવાઇસ ખરીદવાની તક ઉભી થઈ છે.
iPhone 17 Air કેમ છે ખાસ?
Appleએ iPhone 17 Airને ખાસ કરીને પ્રીમિયમ ડિઝાઇન અને સ્લિમ પ્રોફાઇલ પસંદ કરતા યુઝર્સને ધ્યાનમાં રાખીને રજૂ કર્યો હતો. આ મોડલની સૌથી મોટી ખાસિયત તેની માત્ર 5.6mm જાડાઈ છે, જેના કારણે તે Appleનો અત્યાર સુધીનો સૌથી પાતળો iPhone માનવામાં આવે છે. સ્લિમ ડિઝાઇન હોવા છતાં કંપનીએ તેમાં ફ્લેગશિપ લેવલના હાર્ડવેર અને પ્રીમિયમ ફીચર્સ સામેલ કર્યા છે.
ફોનમાં 6.5 ઇંચનું LTPO Super Retina XDR OLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ઉપરાંત 3000 nits સુધીની પીક બ્રાઇટનેસ મળતી હોવાથી સૂર્યપ્રકાશમાં પણ ડિસ્પ્લે સ્પષ્ટ દેખાય છે. Appleના હાઇ-એન્ડ iPhone મોડલ્સમાં મળતો પ્રીમિયમ ડિસ્પ્લે અનુભવ આ ડિવાઇસમાં પણ જોવા મળે છે.
A19 Pro ચિપસેટથી મળે છે ફ્લેગશિપ પરફોર્મન્સ
iPhone 17 Airમાં Appleનો શક્તિશાળી A19 Pro ચિપસેટ આપવામાં આવ્યો છે. આ જ પ્રોસેસર iPhone 17 Pro સિરીઝમાં પણ ઉપયોગમાં લેવાયો છે. પરિણામે યુઝર્સને ગેમિંગ, મલ્ટીટાસ્કિંગ, વીડિયો એડિટિંગ અને AI આધારિત ફીચર્સમાં ફ્લેગશિપ લેવલનું પરફોર્મન્સ મળે છે.
Apple Intelligence અને આગામી iOS અપડેટ્સને ધ્યાનમાં રાખતા A19 Pro ચિપ લાંબા ગાળે પણ ઉત્તમ કામગીરી આપી શકે છે. આ કારણે iPhone 17 Air માત્ર ડિઝાઇન માટે જ નહીં પરંતુ પરફોર્મન્સ માટે પણ આકર્ષક વિકલ્પ બની જાય છે.
કેમેરામાં કરવો પડી શકે છે થોડો સમાધાન
જ્યાં એક તરફ ડિઝાઇન અને પરફોર્મન્સમાં Appleએ કોઈ સમાધાન કર્યું નથી, ત્યાં કેમેરા વિભાગમાં થોડો અલગ અભિગમ અપનાવ્યો છે. iPhone 17 Airના પાછળના ભાગમાં 48MPનો સિંગલ કેમેરા આપવામાં આવ્યો છે. જોકે Appleની ઇમેજ પ્રોસેસિંગ ટેક્નોલોજીના કારણે સિંગલ કેમેરા હોવા છતાં ફોટોગ્રાફીનો અનુભવ પ્રીમિયમ રહે છે.
સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે Center Stage ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે, જે યુઝરને ફ્રેમમાં રાખવા માટે ઓટોમેટિક એડજસ્ટમેન્ટ કરે છે. સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર્સ અને વીડિયો કોલિંગ યુઝર્સ માટે આ ફીચર ઉપયોગી સાબિત થઈ શકે છે.
બેટરી અને ચાર્જિંગમાં શું મળે છે?
ફોનમાં 3149mAhની બેટરી આપવામાં આવી છે, જે Appleના સોફ્ટવેર ઓપ્ટિમાઇઝેશન સાથે આખો દિવસ ઉપયોગ માટે પૂરતી માનવામાં આવે છે. સાથે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે જેથી ઓછી સમયમાં વધુ ચાર્જ મેળવી શકાય.
જોકે કેટલાક Android ફ્લેગશિપની સરખામણીએ બેટરી ક્ષમતા ઓછી દેખાય છે, પરંતુ Appleના હાર્ડવેર અને સોફ્ટવેર ઇન્ટિગ્રેશનના કારણે વાસ્તવિક ઉપયોગમાં તેનો અનુભવ અલગ હોઈ શકે છે.
હવે કેટલી થઈ ગઈ iPhone 17 Airની કિંમત?
Appleએ iPhone 17 Airને ભારતમાં 1,19,900 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કર્યો હતો. પરંતુ હાલમાં Amazon પર આ સ્માર્ટફોન ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ફોન લગભગ 19 ટકા ડિસ્કાઉન્ટ બાદ 96,990 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો છે.
માત્ર ફ્લેટ ડિસ્કાઉન્ટ જ નહીં, પરંતુ બેંક ઓફર્સ અને કેશબેકનો લાભ ઉમેર્યા બાદ કુલ બચતનો આંકડો લગભગ 30,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. કેટલીક ઓફર્સનો લાભ મેળવ્યા પછી ગ્રાહકો આ પ્રીમિયમ iPhoneને અંદાજે 90,000 રૂપિયાની આસપાસની અસરકારક કિંમતે ખરીદી શકે છે.
આ પ્રકારની કિંમત Appleના ફ્લેગશિપ સેગમેન્ટમાં મહત્વપૂર્ણ ગણાય છે કારણ કે સામાન્ય રીતે નવા iPhone મોડલ્સ પર આટલી મોટી છૂટ ભાગ્યે જ જોવા મળે છે.
Galaxy S26 Ultra પર પણ મળી રહી છે મોટી છૂટ
જો તમે iPhoneને બદલે પ્રીમિયમ Android સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો Samsung Galaxy S26 Ultra પણ હાલમાં ભારે ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. Samsungએ આ ફ્લેગશિપ ડિવાઇસને ભારતમાં 1,39,999 રૂપિયાની કિંમતે લોન્ચ કર્યો હતો, પરંતુ હાલમાં Flipkart પર તેનો 12GB + 256GB વેરિઅન્ટ નોંધપાત્ર ઘટાડા સાથે ઉપલબ્ધ છે.
ડિસ્કાઉન્ટ ઉપરાંત બેંક ઓફર અને કેશબેકનો લાભ મેળવ્યા બાદ Galaxy S26 Ultra પર પણ લગભગ 30,000 રૂપિયા સુધીની બચત શક્ય હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેના કારણે પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા ગ્રાહકો માટે Apple અને Samsung બંને તરફથી આકર્ષક વિકલ્પો ઉપલબ્ધ થયા છે.





