Redmi Turbo 5 : ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં Redmi કંપની હંમેશાથી યુઝર્સના બજેટમાં શાનદાર અને પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ કરવા માટે જાણીતી છે. પોતાની આ જ પરંપરાને આગળ વધારતા કંપની ટૂંક સમયમાં જ એક નવો ધમાકો કરવા જઈ રહી છે. ચીનની માર્કેટમાં જાન્યુઆરી 2026 ના રોજ અદભુત સફળતા મેળવ્યા બાદ, કંપની હવે પોતાના મોસ્ટ અવેટેડ પાવરફુલ સ્માર્ટફોન Redmi Turbo 5 ને ભારતીય યુઝર્સ માટે રજૂ કરવા સંપૂર્ણ રીતે સજ્જ છે. આ ફોનના ઓફિશિયલ ટીઝર સામે આવ્યા બાદ ટેક પ્રેમીઓમાં આ ફોનને ખરીદવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
લોન્ચ તારીખ
જો તમે પણ કોઈ નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. ભારતમાં Redmi Turbo 5 ની લોન્ચ તારીખ સત્તાવાર રીતે કન્ફર્મ થઈ ગઈ છે અને કંપની આ ફોનને આગામી 16 જૂનના રોજ લોન્ચ કરવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પર આ ફોનની લોન્ચ તારીખની સાથે તેના ઘણા મહત્વના ફીચર્સ પણ લીક થઈ ગયા છે. આ સાથે જ, ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન (Amazon) પર પણ આ ફોનનું લિસ્ટિંગ પેજ ટીઝર સાથે લાઇવ કરી દેવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ ફોન એમેઝોન પરથી ખરીદી શકાશે.
Google એન્ડ્રોઇડ યુઝર્સ માટે લાવ્યું 'Fake Call Detection': AI ફેક કોલ્સથી બચાવશે ગૂગલનું નવું ફીચર, જાણો કેવી રીતે
ડિસ્પ્લે અને ડિઝાઇન
આ સ્માર્ટફોનના લૂક અને ડિસ્પ્લેની વાત કરીએ તો તે પ્રીમિયમ સેગમેન્ટના ફોનને ટક્કર આપશે. લીક થયેલી માહિતી મુજબ Redmi Turbo 5 માં 6.59 ઇંચની મોટી અને ક્રિસ્પ OLED ડિસ્પ્લે મળી શકે છે, જે 1.5K હાઇ-રિઝોલ્યુશન સાથે આવશે. આ સ્ક્રીનમાં 120Hz નો રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે, જે સ્મૂથ સ્ક્રોલિંગ અને શાનદાર ગેમિંગ એક્સપિરિયન્સ આપશે. આ ફોન ફ્લેટ પેનલ ડિઝાઇન સાથે આવી શકે છે અને મજબૂતી માટે તેમાં મેટલ ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્લીક લૂક હોવા છતાં આ ફોનની જાડાઈ માત્ર 8.18mm અને વજન 204 ગ્રામની આસપાસ છે, જે તેને પકડવામાં આરામદાયક બનાવે છે.
પ્રોસેસર અને સ્ટોરેજ
પરફોર્મન્સની બાબતમાં આ ફોન સુપરફાસ્ટ સાબિત થવાનો છે. Redmi Turbo 5 માં મીડિયાટેકનું લેટેસ્ટ ડાયમેન્સિટી 8500 અલ્ટ્રા (MediaTek Dimensity 8500 Ultra) પ્રોસેસર આપવામાં આવી શકે છે. આ પાવરફુલ પ્રોસેસર ભારે ગેમિંગ, વીડિયો એડિટિંગ અને મલ્ટિટાસ્કિંગ જેવા કાર્યો કોઈ પણ જાતના લેગ વગર હેન્ડલ કરવામાં સક્ષમ છે. આ ઉપરાંત ફોનની સ્પીડને વધુ તેજ બનાવવા માટે આમાં ન્યૂ-જનરેશન LPDDR5X RAM અને ડેટા ટ્રાન્સફર માટે અત્યંત ઝડપી UFS 4.1 ઇન્ટરનલ સ્ટોરેજ ટેકનોલોજીનો સપોર્ટ પણ જોવા મળી શકે છે.
Realme 16T 5G vs Motorola Edge 70 Fusion vs Vivo Y400 5G: જાણો ત્રણેય સ્માર્ટફોનની કિંમતથી લઈને કેમેરા સેટઅપ વિશેની માહિતી
બેટરી અને ચાર્જિંગ
આ સ્માર્ટફોનની સૌથી મોટી યુનિક સેલિંગ પોઈન્ટ (USP) તેની વિશાળ અને દમદાર બેટરી છે. લાંબો સમય સુધી હેવી યુઝ કરવા છતાં ફોન બંધ ન થાય તે માટે કંપનીએ આમાં 7560mAh ની કિંગ-સાઇઝ બેટરી આપી છે. સામાન્ય રીતે આટલી મોટી બેટરી ટેબ્લેટમાં જોવા મળતી હોય છે. આટલું જ નહીં, આ વિશાળ બેટરીને ફટાફટ ચાર્જ કરવા માટે ફોનની સાથે 100W નું સુપરફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે, જે આ સ્માર્ટફોનને માત્ર થોડી જ મિનિટોમાં આખા દિવસ સુધી ચાલે તેટલો ચાર્જ કરી દેશે.
કેમેરા અને અન્ય ફિચર્સ
જો તમને ફોટોગ્રાફીનો શોખ છે તો આ ફોન તમને નિરાશ નહીં કરે. આ ફોનના રિયર એટલે કે પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ મળી શકે છે, જેમાં 50mp નો મુખ્ય કેમેરો હશે અને વાઇડ એન્ગલ શોર્ટ્સ લેવા માટે 8mp નો અલ્ટ્રાવાઇડ કેમેરો પણ સામેલ હશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનની ફ્રન્ટમાં 20mp નો દમદાર કેમેરો આપવામાં આવ્યો છે. અન્ય એડવાન્સ ફિચર્સની વાત કરીએ તો, ફોન પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી માટે ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સથી સજ્જ હશે. લાંબા સમય સુધી ગેમિંગ કરતી વખતે ફોન ગરમ ન થાય તે માટે 5300mm² ની મોટી વીસી કૂલિંગ સિસ્ટમ (VC Cooling System) પણ આપવામાં આવી છે. આ સિવાય, ધૂળ અને પાણીના છાંટાથી બચાવવા માટે ફોનને IP66/IP68/IP69 નું મજબૂત રેટિંગ મળી શકે છે. જો કે, કંપનીએ આ સ્માર્ટફોનની સત્તાવાર કિંમત અંગે હજી સુધી કોઈ ખુલાસો કર્યો નથી, જેના માટે આપણે 16 જૂનની રાહ જોવી પડશે.





