Home Tech/Gadgets Samsung Galaxy Z Fold7 Discount Price Flipkart Offer India

Samsung ના સૌથી પ્રીમિયમ ફોન પર ₹19,000 સુધીનું ડિસ્કાઉન્ટ! : ફોલ્ડેબલ ફોન ખરીદવા ઈચ્છતા લોકો માટે ખાસ તક

Samsung Galaxy Z Fold 7
Published by: Aryan Shah
Last Updated: Jun 02, 2026, 09:31 AM IST

Samsung Galaxy : સેમસંગના પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવા ઈચ્છતા યુઝર્સ માટે એક શાનદાર સમાચાર આવ્યા છે. સેમસંગે ગયા વર્ષે જુલાઈ મહિનામાં લોન્ચ કરેલો તેનો પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોન 'Samsung Galaxy Z Fold 7' હાલમાં ખૂબ જ સસ્તામાં ખરીદી શકાય તેમ છે. પ્રખ્યાત ઈ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર આ ફોન ભારે ડિસ્કાઉન્ટ અને આકર્ષક બેંક ઓફર્સ સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. જો તમે નવો ફોલ્ડેબલ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તક તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

નવી કિંમત અને શાનદાર ઓફર્સ

Samsung Galaxy Z Fold 7 સ્માર્ટફોનનું 12GB રેમ અને 256GB સ્ટોરેજ વાળું વેરિઅન્ટ ફ્લિપકાર્ટ પર ₹1,59,990 માં લિસ્ટ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, જ્યારે આ ફોન જુલાઈ 2025 માં લોન્ચ થયો હતો, ત્યારે તેની અસલી કિંમત ₹1,74,999 હતી. આ સિવાય ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર ગ્રાહકોને ₹4,000 નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. આ બેંક ઓફર પછી આ પ્રીમિયમ ફોનની અસરકારક કિંમત ₹1,55,990 થઈ જાય છે. આમ, લોન્ચ પ્રાઇસની સરખામણીમાં આ ફોન અત્યારે લગભગ ₹19,009 સસ્તો મળી રહ્યો છે.

Free Fire MAX માં મેળવો ફ્રી ડાયમંડ્સ અને સ્કીન્સ!: તમારા એકાઉન્ટને પ્રો લેવલ પર અપગ્રેડ કરવાની 'સુવર્ણ તક'

શાનદાર ડબલ ડિસ્પ્લે અને પ્રોસેસર

આ સ્માર્ટફોનની ફીચર્સની વાત કરીએ તો, તેમાં 8-ઇંચની મોટી QXGA+ ડાયનેમિક AMOLED 2X ઇન્ફિનિટી ફ્લેક્સ આંતરિક (મુખ્ય) ડિસ્પ્લે આપવામાં આવ્યો છે. આ મુખ્ય ડિસ્પ્લે 1856x2160 પિક્સેલ્સ રિઝોલ્યુશન અને 2,600 નિટ્સની પીક બ્રાઇટનેસ સાથે આવે છે. આ સિવાય ફોન બંધ હોય ત્યારે ઉપયોગ કરવા માટે બહારની તરફ 6.5-ઇંચની Full HD+ ડાયનેમિક AMOLED 2X કવર ડિસ્પ્લે પણ છે, જેનું રિઝોલ્યુશન 1080x2520 પિક્સેલ્સ છે. પરફોર્મન્સને સુપરફાસ્ટ બનાવવા માટે આ ફોનમાં પાવરફુલ Octa-core Qualcomm Snapdragon 8 Elite પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ One UI 8 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

દમદાર 200mp નું કેમેરા સેટઅપ

ફોટોગ્રાફીના શોખીનો માટે આ ફોન એક ઉત્તમ ઓપ્શન છે. તેના પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે, જેમાં F1.7 અપર્ચર સાથે 200mp નો મુખ્ય કેમેરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત F2.2 અપર્ચર વાળો 12mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને F2.4 અપર્ચર વાળો 10mp નો 3x ટેલિફોટો કેમેરો સામેલ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં બે શાનદાર કેમેરા મળે છે, જેમાં F2.2 અપર્ચર સાથે 10mp નો મુખ્ય અને 10mp નો સેકન્ડરી ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

ચહેરો દેખાડ્યા વગર YouTube માંથી ડોલરમાં પૈસા કમાવવા છે?: હજારો લોકો અપનાવી રહ્યા આ નવો ટ્રેન્ડ!

બેટરી અને પ્રીમિયમ કનેક્ટિવિટી

પાવર બેકઅપ માટે આ સ્માર્ટફોનમાં 4,400mAh ની દમદાર બેટરી આપવામાં આવી છે, જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટીના અન્ય આધુનિક ઓપ્શનની વાત કરીએ તો તેમાં 5G, 4G LTE, સુપરફાસ્ટ Wi-Fi 7, બ્લૂટૂથ 5.4 અને NFC જેવા પ્રીમિયમ ફીચર્સનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now