Home International Iran Ai Cyber Attacks Chatgpt Gemini Warfare

હથિયારો નહીં, AI થી લડાઈ રહ્યું છે આ બે દેશો વચ્ચે મહાયુદ્ધ! : ChatGPT અને Gemini નો એવો ઉપયોગ જોઈ દુનિયા પણ સ્તબ્ધ થઈ

AI In War
Image Credit: AI image
Published by: Aryan Shah
Last Updated: Jun 01, 2026, 12:24 PM IST

AI In War : વિશ્વમાં ટેક્નોલોજી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ તેનો ઉપયોગ યુદ્ધમાં પણ થવા લાગ્યો છે. હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ લંબાવવા માટે મહત્વની વાટાઘાટો ચાલી રહી છે પરંતુ આ શાંતિ પ્રયાસો વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક અહેવાલ મુજબ ઈરાન હવે અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ સાયબર હુમલા કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે એઆઈ સાધનોનો ખુલ્લેઆમ ઉપયોગ કરી રહ્યું છે. ઈરાની હેકર્સ આ દેશોને નુકસાન પહોંચાડવા ડિજિટલ હથિયાર તરીકે એઆઈનો સહારો લઈ રહ્યા છે.

સાયબર હુમલાની નવી પદ્ધતિ

મીડિયા અહેવાલો અનુસાર ઈરાનના હેકર્સ સામાન્ય લોકો અને સંસ્થાઓને છેતરવા માટે ચેટજીપીટી અને જેમિની જેવા લોકપ્રિય એઆઈ મોડેલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાધનોની મદદથી હેકર્સ ખૂબ જ આધુનિક માલવેર પ્રોગ્રામ અને ફિશિંગ મેસેજ એટલે કે છેતરામણા સંદેશાઓ તૈયાર કરે છે. આ એઆઈ જનરેટેડ મેસેજ એટલા અસલી લાગે છે કે કોઈપણ વ્યક્તિ સરળતાથી તેનો ભોગ બની જાય છે. સાયબર જગતમાં આ પ્રકારના એઆઈ હુમલાઓએ સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે.

અમેરિકાએ ઈરાન પર વરસાવ્યો કહેર: રડાર ઠેકાણા તબાહ; ભડકેલા તેહરાનનો મુંહતોડ જવાબ, કુવૈત ધ્રૂજ્યું!

હેકર્સ કેવી રીતે કામ કરે છે

ઈરાની હેકર્સની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ શાતિર છે. તેઓ સૌપ્રથમ એઆઈ સાધનોની મદદથી ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાની નવી અને નકલી ઓળખ ઉભી કરે છે. ત્યારબાદ તેઓ જે તે સંભવિત લક્ષ્ય એટલે કે ટાર્ગેટ વ્યક્તિ સાથે સામાન્ય વાતચીત શરૂ કરે છે. એકવાર સામેવાળી વ્યક્તિનો વિશ્વાસ જીતી લીધા પછી હેકર્સ તેમને નકલી લિંક્સ અને વાયરસવાળી ફાઈલો મોકલે છે. ઇઝરાયલમાં આ રીતે મોટી સંખ્યામાં લોકોને ફિશિંગ ઇમેઇલ્સ અને ટેક્સ્ટ મેસેજ મોકલીને નિશાન બનાવવામાં આવ્યા છે અને કેટલાક લોકોને તો પોતાની ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાવાની લાલચ પણ આપવામાં આવી છે.

યુએઈ પર રોજ લાખો હુમલા

આ સાયબર યુદ્ધની અસર માત્ર અમેરિકા કે ઇઝરાયલ પૂરતી મર્યાદિત નથી. સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈએ પણ ગયા મહિને એક મોટો દાવો કર્યો હતો. યુએઈના જણાવ્યા અનુસાર તેના પર દરરોજ આશરે 5 લાખ જેટલા સાયબર હુમલા થઈ રહ્યા છે. આમાંથી મોટાભાગના હુમલાઓ કરવા માટે ચેટજીપીટી જેવા આધુનિક એઆઈ સાધનોની મદદ લેવામાં આવી રહી છે જે દર્શાવે છે કે આ સમસ્યા કેટલી ગંભીર બની ગઈ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ જામનગર પહોંચી: વનતારાની લેશે મુલાકાત

ઘાતક હથિયારોમાં એઆઈનો ઉપયોગ

ઈરાન માત્ર સાયબર હુમલા કે ઓનલાઈન કૌભાંડો કરવા પૂરતું જ એઆઈનો ઉપયોગ નથી કરી રહ્યું પણ તેનો લશ્કરી વ્યાપ ઘણો મોટો છે. અહેવાલો સૂચવે છે કે ઈરાન ઇલેક્ટ્રોમેગ્નેટિક યુદ્ધ, કમાન્ડ સેન્ટરમાં નિર્ણયો લેવા, પાણીની અંદર લક્ષ્ય નક્કી કરવા અને ડ્રોન માર્ગદર્શનમાં પણ એઆઈનો ઉપયોગ કરી રહ્યું છે. ઈરાનની સેના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે દાવો કર્યો છે કે તેમની કેટલીક ક્રુઝ મિસાઈલો હવે એઆઈ-સહાયિત માર્ગદર્શન પ્રણાલીથી સજ્જ છે. આ ઉપરાંત પશ્ચિમી દેશોના લશ્કરી સંશોધનો વાંચવા અને સમજવા માટે પણ આ સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે.

ઈરાનનું પોતાનું એઆઈ નેટવર્ક

અમેરિકન કંપનીઓ જેમ કે ગૂગલ અને ઓપનએઆઈ જાણી ચુકી છે કે તેમના સાધનોનો દુરુપયોગ થઈ રહ્યો છે. આથી ગૂગલે આવા શંકાસ્પદ ઈરાની એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે. જોકે, હેકર્સ સતત નવા એકાઉન્ટ્સ બનાવી રહ્યા છે. આ પ્રતિબંધોથી બચવા માટે ઈરાન હવે ઓપન-સોર્સ મોડેલ્સ અને પોતાની સ્થાનિક કંપનીઓની મદદથી પોતાનું આગવું એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવી રહ્યું છે જેથી પશ્ચિમી દેશોની નિર્ભરતા વિના પણ તેઓ હુમલા ચાલુ રાખી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now