Latest Smartphone Comparison : ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં સ્પર્ધા સતત વધી રહી છે. તાજેતરમાં જ Xiaomi દ્વારા નવો Redmi Turbo 5 સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની સીધી ટક્કર માર્કેટમાં પહેલેથી હાજર iQOO Neo 10 અને OnePlus Nord 6 સાથે થઈ રહી છે. જો તમે પણ આ ત્રણમાંથી કોઈ એક પ્રીમિયમ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. જાણો આ ત્રણેય સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ વિશેની સંપૂર્ણ માહિતી.
કિંમત અને સ્ટોરેજ
આ ત્રણેય સ્માર્ટફોન અલગ-અલગ સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે અને તેમની કિંમતમાં પણ તફાવત જોવા મળે છે:
Redmi Turbo 5 : આ ફોનના 8GB/256GB વેરિઅન્ટની કિંમત 37,999 રૂપિયા અને 12GB/256GB વેરિઅન્ટની કિંમત 40,999 રૂપિયા છે.
iQOO Neo 10 : આ ફોનના 8GB/256GB વેરિઅન્ટની કિંમત 39,999 રૂપિયા અને 12GB/256GB વેરિઅન્ટની કિંમત 44,999 રૂપિયા રાખવામાં આવી છે.
OnePlus Nord 6 : આ સ્માર્ટફોનના 8GB/256GB વેરિઅન્ટની કિંમત 42,999 રૂપિયા અને 12GB/256GB વેરિઅન્ટની કિંમત 47,999 રૂપિયા છે.
ડિસ્પ્લેની વિગતો
સ્ક્રીન ક્વોલિટીની વાત કરીએ તો ત્રણેય ફોનમાં શાનદાર ડિસ્પ્લે આપવામાં આવી છે:
Redmi Turbo 5 : આમાં 6.59 ઇંચની 1.5K ફ્લુઇડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 3500 nits ની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે.
iQOO Neo 10 : આ ફોનમાં 6.78 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે છે, જે 144Hz રિફ્રેશ રેટ અને 5500 nits ની શાનદાર પીક બ્રાઇટનેસ સાથે આવે છે.
OnePlus Nord 6 : આમાં પણ 6.78 ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે મળે છે, જેમાં 165Hz નો સુપર ફાસ્ટ રિફ્રેશ રેટ અને 3600 nits ની બ્રાઇટનેસ આપવામાં આવી છે.
Earbudsના એવા ફીચર્સ, જે મોટાભાગના યુઝર્સ જાણતા જ નથી: જાણો એવા એડવાન્સ ફીચર્સ, જે તમારા રોજિંદા ઉપયોગને સંપૂર્ણ રીતે બદલી નાખશે
પ્રોસેસર અને પરફોર્મન્સ
ગેમિંગ અને મલ્ટિટાસ્કિંગ માટે આ ફોનમાં પાવરફુલ પ્રોસેસર ઉપલબ્ધ છે:
Redmi Turbo 5 : આ ફોન ઓક્ટા-કોર MediaTek Dimensity 8500 Ultra પ્રોસેસર દ્વારા સંચાલિત છે.
iQOO Neo 10 5G : આમાં શાનદાર અને સ્મૂધ પરફોર્મન્સ માટે ઓક્ટા-કોર Qualcomm Snapdragon 8s Gen 4 પ્રોસેસર મળે છે.
OnePlus Nord 6 : આ સ્માર્ટફોન પણ લેટેસ્ટ પાવરફુલ Qualcomm Snapdragon 8s Gen 4 પ્રોસેસર પર કામ કરે છે.
ઓપરેટિંગ સિસ્ટમ
સોફ્ટવેર અપડેટની બાબતમાં ત્રણેય સ્માર્ટફોન લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે:
Redmi Turbo 5 : આ ફોન એન્ડ્રોઇડ 16 પર આધારિત HyperOS 3 પર કામ કરે છે.
iQOO Neo 10 5G : આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 પર આધારિત Funtouch OS 15 પર રન થાય છે.
OnePlus Nord 6 : આમાં યુઝર્સને એન્ડ્રોઇડ 16 પર આધારિત OxygenOS 16 નો નવો સપોર્ટ મળી રહે છે.
કેમેરા સેટઅપ
જો તમને ફોટોગ્રાફીનો શોખ છે, તો ત્રણેય ફોનનો કેમેરા આ પ્રમાણે છે:
Redmi Turbo 5 : પાછળના ભાગમાં OIS અને EIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો અને 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે. સેલ્ફી માટે 20mp નો ફ્રન્ટ કેમેરો છે.
iQOO Neo 10 : આમાં f/1.79 એપરચર અને OIS સાથે 50mp નો મુખ્ય કેમેરો અને 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો મળે છે. સેલ્ફી માટે 32mp નો કેમેરો છે.
OnePlus Nord 6 : આ ફોનમાં OIS અને EIS સાથે 50mp નો મુખ્ય કેમેરો અને 8mp નો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે. જ્યારે સેલ્ફી માટે 32mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
200mp નો કેમેરો અને AI ફીચર્સ સાથે આવશે Vivo નો નવો સ્માર્ટફોન: પાવરફૂલ પ્રોસેસર અને પ્રીમિયમ ફીચર સાથે 26 જૂને થશે લોન્ચ
બેટરી બેકઅપ
લાંબો સમય સુધી ફોનનો ઉપયોગ કરવા માટે આમાં મોટી બેટરી આપવામાં આવી છે:
Redmi Turbo 5 : આમાં 7540mAh ની મોટી બેટરી છે જે 100W ફાસ્ટ ચાર્જિંગ અને 27W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
iQOO Neo 10 5G : આ ફોન 7000mAh ની બેટરી અને 120W ના સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
OnePlus Nord 6 : આ સ્માર્ટફોનમાં 9000mAh ની ખુબ જ વિશાળ બેટરી મળે છે, જે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
કનેક્ટિવિટી ઓપ્શન્સ
ઇન્ટરનેટ અને કનેક્ટિવિટી માટે ત્રણેય ફોનમાં આ સુવિધાઓ છે:
Redmi Turbo 5 : આમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi, બ્લૂટૂથ, GPS, USB Type-C 2.0 અને NFC સામેલ છે.
iQOO Neo 10 5G : આમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, એડવાન્સ Wi-Fi 7, બ્લૂટૂથ 5.4, GPS, USB Type-C 2.0 અને NFC ની સુવિધા છે.
OnePlus Nord 6 : આમાં પણ યુઝર્સને 5G, બ્લૂટૂથ 6, GPS, Wi-Fi અને USB Type-C પોર્ટ જેવા તમામ કનેક્ટિવિટી ઓપ્શન્સ મળી જાય છે.





