Home Tech/Gadgets Redmi Turbo 5 India Launch June 16 Specifications Gujarati

16 જૂને ભારતમાં લોન્ચ થશે Redmi Turbo 5 : 7560mAh બેટરી અને 50MP કેમેરા સાથે મળશે પાવરફૂલ પ્રોસેસર!

Redmi Turbo 5
Image Credit: Xiaomi
Published by: Aryan Shah
Last Updated: Jun 09, 2026, 06:32 AM IST

Redmi Turbo 5 : સ્માર્ટફોન નિર્માતા કંપની Redmi ટૂંક સમયમાં ભારતીય બજારમાં પોતાની નવી Turbo સિરીઝની શરૂઆત કરવા જઈ રહી છે. કંપનીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે Redmi Turbo 5 સ્માર્ટફોન 16 જૂનના રોજ ભારતમાં લોન્ચ થશે. ખાસ વાત એ છે કે Redmi બ્રાન્ડ હેઠળ ભારતમાં લોન્ચ થતો આ પહેલો Turbo સિરીઝનો સ્માર્ટફોન હશે. કંપનીએ ફોનના ડિઝાઇન, પ્રોસેસર અને ઉપલબ્ધતા સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ વિગતો પહેલેથી જ જાહેર કરી છે. Redmi Turbo 5ને પ્રદર્શન કેન્દ્રિત સ્માર્ટફોન તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર તેમાં MediaTek Dimensity 8500 Ultra ચિપસેટ આપવામાં આવશે, જે Redmiના અત્યાર સુધીના સૌથી શક્તિશાળી પ્રોસેસરોમાંનો એક ગણાય છે. કંપનીએ દાવો કર્યો છે કે આ ચિપસેટ 23 લાખથી વધુ AnTuTu સ્કોર હાંસલ કરી શકે છે, જે તેને ગેમિંગ અને હેવી મલ્ટીટાસ્કિંગ માટે યોગ્ય બનાવે છે.

Amazon અને Xiaomi સ્ટોર પરથી મળશે ઉપલબ્ધ

Redmi Turbo 5 લોન્ચ બાદ Xiaomiના સત્તાવાર ઓનલાઈન સ્ટોર તેમજ Amazon પર વેચાણ માટે ઉપલબ્ધ થશે. કંપનીએ Amazon પર ફોન માટે વિશેષ માઇક્રોસાઇટ પણ લાઈવ કરી છે, જેના કારણે લોન્ચ પહેલાં જ ગ્રાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ફોન બ્લેક અને વ્હાઇટ એમ બે કલર ઓપ્શનમાં રજૂ થવાની પુષ્ટિ કરવામાં આવી છે. ભારતીય બજારમાં Redmi Turbo 5 એવા ગ્રાહકોને લક્ષ્ય બનાવી શકે છે, જેઓ મિડ-પ્રિમિયમ સેગમેન્ટમાં શક્તિશાળી પરફોર્મન્સ, લાંબી બેટરી લાઈફ અને પ્રીમિયમ ડિઝાઇન ધરાવતો સ્માર્ટફોન શોધી રહ્યા છે. બજાર નિષ્ણાતોના મતે આ ડિવાઇસ OnePlus, iQOO અને Poco જેવા બ્રાન્ડ્સ માટે સ્પર્ધા ઊભી કરી શકે છે.

15 હજારથી ઓછામાં કયો 5G ફોન સૌથી બેસ્ટ?: Lava, Redmi અને Realme ના આ સ્માર્ટફોનમાં છે જબરદસ્ત ફીચર્સ!

120Hz OLED ડિસ્પ્લે અને Android 16 નો સપોર્ટ

ચીનમાં લોન્ચ થયેલા મોડલના આધારે જોવામાં આવે તો Redmi Turbo 5માં 6.59-ઇંચની 1.5K OLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ, Dolby Vision સપોર્ટ અને 3500nits સુધીની પીક બ્રાઇટનેસ સાથે આવી શકે છે, જેના કારણે બહારના પ્રકાશમાં પણ સ્ક્રીન સ્પષ્ટ રીતે જોઈ શકાશે. સોફ્ટવેરની વાત કરીએ તો સ્માર્ટફોન Android 16 આધારિત Xiaomi HyperOS 3 પર કાર્ય કરશે. સાથે LPDDR5X RAM અને UFS 4.1 સ્ટોરેજ ટેક્નોલોજીનો ઉપયોગ થવાની શક્યતા છે, જે એપ્સ અને ગેમ્સને ઝડપી લોડ કરવામાં મદદરૂપ બનશે.

50mp Sony કેમેરા સાથે 4K વીડિયો રેકોર્ડિંગ

ફોટોગ્રાફી માટે Redmi Turbo 5માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેમાં 50mp નો Sony IMX882 મુખ્ય કેમેરો સામેલ છે, જે Optical Image Stabilization (OIS) સપોર્ટ સાથે આવે છે. OIS ટેક્નોલોજી ફોટો અને વીડિયો બંનેમાં ધ્રુજારી ઘટાડવામાં મદદ કરે છે, જેના કારણે વધુ સ્થિર અને સ્પષ્ટ પરિણામ મળે છે. મુખ્ય કેમેરાની સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ લેન્સ પણ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 20mp નો ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ રહેશે. કેમેરા સિસ્ટમ 4K વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે તેવી માહિતી સામે આવી છે.

માત્ર AI સાથે વાત કરીને 20,000 Instagram એકાઉન્ટ હેક!: Meta ની ખામીએ વધારી ચિંતા

7560mAh બેટરી બની શકે છે સૌથી મોટું આકર્ષણ

Redmi Turbo 5નું સૌથી મોટું હાઇલાઇટ તેનું 7,560mAh ક્ષમતાવાળું વિશાળ બેટરી પેક છે. Redmiના કોઈપણ સ્માર્ટફોનમાં અત્યાર સુધીની સૌથી મોટી બેટરી તરીકે તેને રજૂ કરવામાં આવી રહી છે. આ બેટરી 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે, જેના કારણે ખૂબ ઓછા સમયમાં ફોન ચાર્જ થઈ શકશે. આ ઉપરાંત ફોનમાં 27W રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ મળશે, જેના દ્વારા અન્ય ડિવાઇસને પણ ચાર્જ કરી શકાય છે. લાંબા સમય સુધી ગેમિંગ, વીડિયો સ્ટ્રીમિંગ અને સતત ઉપયોગ કરતા યુઝર્સ માટે આ બેટરી મોટો ફાયદો સાબિત થઈ શકે છે. ફોનની સુરક્ષા માટે અલ્ટ્રાસોનિક ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવશે. કેટલાક અહેવાલો મુજબ ડિવાઇસમાં પ્રીમિયમ બિલ્ડ, મેટલ ફ્રેમ અને વધારાની ડ્યુરેબિલિટી સુવિધાઓ પણ મળી શકે છે. ભારતીય બજારમાં Redmi Turbo 5 ની કિંમત અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, વિવિધ અહેવાલો મુજબ ફોન મિડ-પ્રિમિયમ સેગમેન્ટમાં લોન્ચ થઈ શકે છે. લોન્ચ ઇવેન્ટ દરમિયાન કંપની કિંમત, સ્ટોરેજ વેરિઅન્ટ અને વેચાણ તારીખ અંગે સંપૂર્ણ વિગતો જાહેર કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now