Latest smartphone comparison : ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં અવારનવાર નવા અને શક્તિશાળી ફોન લોન્ચ થતાં રહે છે. હાલમાં જ પ્રખ્યાત કંપની OnePlus દ્વારા તેનો નવો ધાંસુ સ્માર્ટફોન OnePlus Nord 6 લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન પોતાના પ્રભાવશાળી ફીચર્સ અને લુકના કારણે ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે. જોકે, તેને ટક્કર આપવા માટે માર્કેટમાં iQOO અને Vivo ના પણ શાનદાર સ્માર્ટફોન્સ પહેલેથી જ હાજર છે, જે સમાન બજેટમાં જોરદાર સ્પર્ધા પૂરી પાડી રહ્યા છે. આ બધી જ કંપનીઓ પોતાના ફોનમાં વિશાળ બેટરી, સુપરફાસ્ટ પ્રોસેસર અને દમદાર કેમેરા ક્વોલિટી હોવાનો દાવો કરે છે. આવી સ્થિતિમાં સામાન્ય ગ્રાહક માટે એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે કે, કયો ફોન ખરીદવો અને કયો નહીં. જાણો આ ત્રણેય સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ, ડિસ્પ્લે અને બેટરી વિશેની સંપૂર્ણ સરખામણી.
OnePlus Nord 6 vs iQOO Neo 10 5G vs Vivo V60
ડિસ્પ્લે
OnePlus Nord 6 માં 165Hz રિફ્રેશ રેટ અને 1800 nits પીક બ્રાઇટનેસ સાથે 6.78-ઇંચ AMOLED ડિસ્પ્લે છે.
iQOO Neo 10 5G માં 1260 x 2800 પિક્સેલ રિઝોલ્યુશન, 144Hz રિફ્રેશ રેટ અને 2000 nits પીક બ્રાઇટનેસ સાથે 6.78-ઇંચ AMOLED ડિસ્પ્લે છે.
Vivo V60 માં 1.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચ AMOLED ડિસ્પ્લે છે.
પ્રોસેસર
OnePlus Nord 6 માં Qualcomm Snapdragon 8s Gen 4 પ્રોસેસર છે.
iQOO Neo 10 5G માં Qualcomm Snapdragon 8s Gen 4 પ્રોસેસર છે.
Vivo V60 માં Snapdragon 7 Gen 4 પ્રોસેસર છે.
Apple iPhone 18 Pro માં જોવા મળશે મોટા ફેરફાર: નવા iPhone માં મળશે પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ ચિપસેટ
કેમેરા
OnePlus Nord 6 માં 50mp નો મુખ્ય કેમેરો અને પાછળના ભાગમાં 8mp નો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલ માટે 32mp નો ફ્રન્ટ કેમેરો છે.
iQOO Neo 10 5G માં પાછળના ભાગમાં 50mp નો મુખ્ય કેમેરો અને 8mp નો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલ માટે 32mp નો ફ્રન્ટ કેમેરો છે.
Vivo V60 માં 50mp નો ZEISS મુખ્ય કેમેરો, 50mp નો ZEISS સુપર-ટેલિફોટો કેમેરો અને પાછળના ભાગમાં 8mp નો ZEISS અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે f/2.2 એપરચર સાથે 50mp નો ZEISS ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
બેટરી
OnePlus Nord 6 માં 9000mAh બેટરી છે, જે 80W સુપરVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે.
iQOO Neo 10 5G માં 120W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતી 7000mAh બેટરી છે.
Vivo V60 માં 90W ચાર્જિંગને સપોર્ટ કરતી 6500mAh બેટરી છે.
₹35,000 માં Poco, Vivo અને OnePlus ના લેટેસ્ટ ફોનમાંથી કયો બેસ્ટ?: જાણો બેટરી, કેમેરા અને ડિસ્પ્લેની બાબતમાં કયો સ્માર્ટફોન આગળ
કિંમત
OnePlus Nord 6 ના 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹41,999 છે, જ્યારે 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹46,999 છે.
iQOO Neo 10 5G ના 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹37,999 છે અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹42,999 છે.
Vivo V60 ના 8GB RAM, 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹38,999 છે.
તમારા માટે કયો ફોન શ્રેષ્ઠ રહેશે
આ ત્રણેય સ્માર્ટફોન પોતપોતાની જગ્યાએ સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ આપે છે, પરંતુ તમારી જરૂરિયાત મુજબ યોગ્ય ફોન પસંદ કરવો જોઈએ:
iQOO Neo 10 5G : જો તમારું બજેટ થોડું ઓછું હોય, અને તમને અલ્ટ્રા-ફાસ્ટ પરફોર્મન્સ સાથે 120W નું સુપરફાસ્ટ ચાર્જિંગ જોઈતું હોય, તો આ ફોન તમારા માટે બેસ્ટ છે.
Vivo V60 : જો તમારો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવાનો, પ્રીમિયમ ફોટોગ્રાફી કરવાનો કે સેલ્ફી લેવાનો છે, તો ZEISS કેમેરાવાળો આ ફોન તમારી પહેલી પસંદ હોવો જોઈએ.
OnePlus Nord 6 : જો તમને વારંવાર ચાર્જિંગ કરવાની ઝંઝટમાંથી મુક્તિ જોઈતી હોય અને 9000mAh ની શક્તિશાળી બેટરી સાથે વનપ્લસનો પ્રીમિયમ અનુભવ જોઈતો હોય, તો તમારે આ ફોન ખરીદવો જોઈએ.





