Latest Smartphone : Poco એ હાલમાં ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન, Poco X8 Pro 5G લોન્ચ કર્યો છે, જે Vivo V60e અને OnePlus Nord 5 સાથે કોમ્પિટિશન કરે છે. Poco X8 Pro 5G માં MediaTek Dimensity 8500 Ultra પ્રોસેસર આપવામાં આવ્યું છે, જ્યારે Vivo V60e માં MediaTek Dimensity 7360 Turbo પ્રોસેસર છે. OnePlus Nord 5 માં Qualcomm Snapdragon 8s Gen 3 પ્રોસેસર સામેલ છે. જાણો Poco X8 Pro, Vivo V60e અને OnePlus Nord 5 ની કિંમત, ફીચર્સ અને કેમેરા સેટઅપ વિશેની માહિતી.
Poco X8 Pro or Vivo V60e or OnePlus Nord 5
કિંમત અને સ્ટોરેજ
Poco X8 Pro ની કિંમત 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹32,999 અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹35,999 છે.
Vivo V60e ની કિંમત 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹31,999 અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹33,999 છે.
OnePlus Nord 5 ની કિંમત 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹33,999 અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹36,999 છે.
ડિસ્પ્લે અને રિઝોલ્યુશન
Poco X8 Pro 5G માં 6.59-ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2756x1268 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 3500 nits પીક બ્રાઇટનેસ છે.
Vivo V60e માં 6.77-ઇંચની ક્વાડ-કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2392x1080 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 1600 nits લોકલ પીક બ્રાઇટનેસ છે.
OnePlus Nord 5 માં 6.83-ઇંચની ફુલ HD+ AMOLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2800x1272 પિક્સેલ, 144Hz રિફ્રેશ રેટ અને 1800 nits પીક બ્રાઇટનેસ છે.
ઓપરેટિંગ સિસ્ટમ
Poco X8 Pro 5G, એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ HyperOS 3 પર કાર્ય કરે છે.
Vivo V60e, એન્ડ્રોઇડ 15 પર બેસ્ડ FuntouchOS 15 પર કામ કરે છે.
OnePlus Nord 5, એન્ડ્રોઇડ 15 પર બેસ્ડ OxygenOS 15 પર કાર્ય કરે છે.
પ્રોસેસર
Poco X8 Pro 5G માં MediaTek Dimensity 8500 Ultra પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Vivo V60e માં MediaTek Dimensity 7360 Turbo પ્રોસેસર છે.
OnePlus Nord 5 માં Octa-core Qualcomm Snapdragon 8s Gen 3 પ્રોસેસર સામેલ છે.
કેમેરા સેટઅપ
Poco X8 Pro 5G માં f/1.5 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને પાછળના ભાગમાં 8mp નો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો છે. અને સેલ્ફી અને વીડિયો કોલ માટે 20mp નો ફ્રન્ટ કેમેરો છે.
Vivo V60e માં f/1.88 અપર્ચર સાથે 200mp નો મુખ્ય કેમેરો અને f/2.2 અપર્ચર સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો છે. અને સેલ્ફી અને વીડિયો કોલ માટે f/2.0 અપર્ચર સાથે 50mp નો ફ્રન્ટ કેમેરો છે.
OnePlus Nord 5 માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને પાછળના ભાગમાં f/2.2 અપર્ચર સાથે 8mp નો અલ્ટ્રા-વાઇડ-એંગલ કેમેરો અને સેલ્ફી અને વીડિયો કોલ માટે f/2.0 અપર્ચર સાથે 50mp નો ફ્રન્ટ કેમેરો પણ છે.
બેટરી બેકઅપ
Poco X8 Pro 5G માં 100W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,500mAh બેટરી છે.
Vivo V60e માં 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,500mAh બેટરી છે.
OnePlus Nord 5 માં 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,800mAh બેટરી છે.
કનેક્ટિવિટી વિકલ્પો
Poco X8 Pro 5G માં 5G, Wi-Fi 6, બ્લૂટૂથ 6.0, NFC, IR બ્લાસ્ટર અને USB ટાઇપ-C પોર્ટ આપવામાં આવ્યા છે.
Vivo V60e 5G માં બ્લૂટૂથ 5.4, Wi-Fi, GPS, NFC, IR બ્લાસ્ટર અને ટાઇપ-C 3.0 પોર્ટ છે.
OnePlus Nord 5 5G માં ડ્યુઅલ સિમ, NFC, Wi-Fi 6, બ્લૂટૂથ 5.4 અને GPS સામેલ છે.





