iPhone 18 Pro : ટેક દુનિયામાં દર વર્ષે એપલના નવા સ્માર્ટફોનની આતુરતાથી રાહ જોવામાં આવે છે. સ્માર્ટફોન લવર્સ અને ટેક એક્સપર્ટ્સ હંમેશા એ જાણવા માટે ઉત્સુક હોય છે કે આ વખતે એપલ નવું શું લાવશે. આ વર્ષે પણ સોશિયલ મીડિયા અને ટેક માર્કેટમાં iPhone 18 Pro ને લઈને ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ નવી સિરીઝમાં કંપની ઘણા એવા આધુનિક ફેરફારો કરવા જઈ રહી છે જે યુઝર્સનો ફોન વાપરવાનો એક્સપિરિયન્સ સંપૂર્ણપણે બદલી નાખશે. રિપોર્ટ્સ મુજબ, આ વખતે ડિઝાઇનની સાથે પરફોર્મન્સ પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે.
ક્યારે થશે લોન્ચ
એપલનો એક ખાસ રેકોર્ડ રહ્યો છે કે, તે દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં અથવા બીજા અઠવાડિયામાં પોતાની નવી ફ્લેગશિપ સિરીઝ લોન્ચ કરે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કંપનીએ iPhone 17 અને iPhone 17 Pro બજારમાં ઉતાર્યા હતા, જેને લોકોએ ખૂબ પસંદ કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે પણ કંપની પોતાના જૂના ટ્રેન્ડને વળગી રહેશે અને સપ્ટેમ્બરમાં જ iPhone 18 અને 18 Pro મોડલ્સ લોન્ચ કરશે. ગ્રાહકો અત્યારથી જ આ ફોનની કિંમત અને ફીચર્સની સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.
કેમેરામાં બદલાવ
સ્માર્ટફોનમાં કેમેરો સૌથી મહત્વનો ભાગ ગણાય છે અને એપલ હંમેશા તેમાં બેસ્ટ ક્વોલિટી આપે છે. ગયા વર્ષે લોન્ચ થયેલા iPhone 17 Pro માં કંપનીએ કેમેરાના બહારના લુક અને ડિઝાઇનમાં મોટો બદલાવ કર્યો હતો. પરંતુ આ વર્ષે આવનારા iPhone 18 Pro માં બહારની ડિઝાઇન લગભગ એવી જ રહેશે, પણ તેના આંતરિક હાર્ડવેર એટલે કે કેમેરા સેન્સરમાં મોટો અપગ્રેડ જોવા મળશે. આ નવું અને મોટું સેન્સર ઓછા પ્રકાશમાં (low-light) પણ અદભુત અને ક્રિસ્ટલ ક્લિયર ફોટા પાડવામાં મદદ કરશે, જેથી રાત્રિના સમયે પણ પ્રોફેસનલ ફોટોગ્રાફી થઈ શકશે.
₹1.30 લાખનો પ્રીમિયમ સ્માર્ટફોન હવે અડધી કિંમતમાં!: સેમસંગના આ ફોન પર મળી રહ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ
નાનું ડાયનેમિક આઇલેન્ડ
આ વખતે ડિસ્પ્લેના લુકમાં યુઝર્સને મોટો તફાવત જોવા મળવાનો છે જે સીધો નજરે પડશે. સ્ક્રીનની ઉપર આવતું ડાયનેમિક આઇલેન્ડ (Dynamic Island), જે નોચની જગ્યાએ એલર્ટ અને નોટિફિકેશન બતાવે છે, તેને આ વર્ષે 35 ટકા જેટલું નાનું કરવામાં આવશે. આ ફેરફારના કારણે સ્ક્રીનની આજુબાજુની જગ્યા વધશે અને સ્ક્રીન-ટુ-બોડી રેશિયો ઘણો સારો થશે. આનાથી યુઝર્સને ગેમિંગ રમતી વખતે અથવા હાઇ-ક્વોલિટી વીડિયો જોતી વખતે સ્ક્રીન પર વધુ સ્પેસ મળશે અને વ્યુઇંગ એક્સપિરિયન્સ શાનદાર બનશે.
પાવરફુલ ચિપસેટ
ફોનની સ્પીડ, ગેમિંગ અને મલ્ટિટાસ્કિંગને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે એપલ આ વખતે A20 Pro Chipset નો ઉપયોગ કરશે. આ અત્યાધુનિક પ્રોસેસરને 2nm (નેનોમીટર) ટેકનોલોજી પર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે ટેક ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટી વાત છે. જૂના A19 ચિપસેટની સરખામણીમાં આ નવું ચિપસેટ 45 ટકા વધુ ઝડપી કામ કરશે અને તેની સાથે 30 ટકા ઓછી બેટરી વાપરશે. આનો સીધો અર્થ એ છે કે, ફોનનો હેવી યુઝ કરવા છતાં ફોન ગરમ નહીં થાય અને બેટરી પણ લાંબો સમય ચાલશે.
ગૂગલ જેમિની અને નવી સિરી
આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો જમાનો છે, અને એપલ પોતાના ફોનને વધુ સ્માર્ટ બનાવવા માટે મોટું પગલું ભરી રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ, એપલ કંપની ગૂગલના પાવરફૂલ AI મોડલ 'જેમિની' (Google Gemini) સાથે હાથ મિલાવી રહી છે. આ પાર્ટનરશિપ હેઠળ ફોનની વોઇસ આસિસ્ટન્ટ સિરી (Siri) ને તદ્દન નવી રીતે તૈયાર કરવામાં આવી રહી છે. આ નવી સિરી યુઝર્સના અવાજ, ભાષા અને કમાન્ડને પહેલા કરતાં વધુ સચોટ રીતે સમજી શકશે અને જટિલ કામો પણ ક્ષણભરમાં કરી આપશે.





