Samsung : જો તમે લાંબા સમયથી કોઈ પાવરફૂલ ફ્લેગશિપ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ બજેટ નડતું હતું, તો હવે સમય આવી ગયો છે. ઈ-કોમર્સ દિગ્ગજ એમેઝોન પર ચાલી રહેલા 'એમેઝોન ગ્રેટ સમર સેલ' માં ટેક જગતનો પ્રીમિયમ સ્માર્ટફોન Samsung Galaxy S25 Ultra તેની અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે મળી રહ્યો છે. પહેલા જે ફોન માટે તમારે લાખો રૂપિયા ખર્ચવા પડતા હતા, તે હવે તમારા બજેટમાં ફિટ થઈ શકે છે. તેની સામે ફ્લિપકાર્ટ પણ Apple iPhone 17 પર આકર્ષક કિંમતો ઓફર કરી રહ્યું છે.
કિંમતમાં થયો ₹30,000 નો સીધો ઘટાડ
સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રાના 12GB રેમ અને 256GB સ્ટોરેજ ધરાવતા મોડલની વાત કરીએ તો, તેની લોન્ચિંગ પ્રાઇસ આશરે ₹1,29,999 હતી. પરંતુ હાલમાં ચાલી રહેલા એમેઝોન સેલમાં કંપની આ ફોન પર સીધું ₹30,000 નું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કપાત બાદ ફોન સીધો ₹99,999 માં લિસ્ટ થયો છે. આટલો મોટો ભાવ ઘટાડો ભાગ્યે જ જોવા મળે છે, જેને આ ફોનને પ્રીમિયમ સેગમેન્ટમાં એક મજબૂત દાવેદાર બનાવી દીધો છે.
બેંક ઓફર્સ સાથે બચત થશે બમણી
માત્ર ફ્લેટ ડિસ્કાઉન્ટ જ નહીં, પરંતુ સ્માર્ટ ગ્રાહકો બેંક ઓફર્સનો ઉપયોગ કરીને હજુ પણ વધુ કિંમત ઘટાડી શકે છે. જો તમે ખરીદી કરતી વખતે HDFC બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને વધારાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ પણ મળશે. સેલનું ફ્લેટ ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર એમ બંને મળીને કુલ બચત ₹33,500 સુધી પહોંચી જાય છે. આનો અર્થ એ થયો કે જે ફોન ₹1.30 લાખનો હતો, તે હવે તમે માત્ર ₹96,499 માં ઘરે લાવી શકો છો.
₹30 હજારની અંદર કયો 5G ફોન છે બેસ્ટ?: OnePlus, Motorola અને Vivo ના લેટેસ્ટ સ્માર્ટફોન વચ્ચે જંગ!
શા માટે અત્યારે પણ S25 અલ્ટ્રા છે બેસ્ટ? (Features)
જોકે બજારમાં સેમસંગની નવી S26 સિરીઝ આવી ગઈ છે, છતાં S25 અલ્ટ્રા હજુ પણ પરફોર્મન્સમાં કોઈ બાંધછોડ કરતું નથી. આ ફોનમાં સ્નેપડ્રેગન 8 એલીટ (Snapdragon 8 Elite) પ્રોસેસર છે, જે પ્રોફેશનલ વીડિયો એડિટિંગ અને હેવી ગેમિંગ માટે જાણીતું છે. આ ઉપરાંત, તેની મોટી AMOLED ડિસ્પ્લે QHD+ રિઝોલ્યુશન સાથે આવે છે, જેના કારણે મૂવી જોવાનો કે ગેમ રમવાનો એક્સપિરિયન્સ એકદમ શાનદાર રહે છે. સેમસંગે આમાં ખાસ એન્ટી-રિફ્લેક્ટિવ કોટિંગ આપ્યું છે, જેથી તડકામાં પણ તમે સ્ક્રીન ક્લિયર જોઈ શકો છો.
DSLR ને ટક્કર આપશે Oppo નો નવો ફોન!: Find X10 સિરીઝમાં મળશે ચોંકાવનારા અપગ્રેડ્સ
iPhone 17 પર ફ્લિપકાર્ટનો વળતો પ્રહાર
એમેઝોનની સામે ફ્લિપકાર્ટ પણ એપલના ચાહકો માટે શાનદાર ઓફર લાવ્યું છે. ફ્લિપકાર્ટ પર Apple iPhone 17 (256GB વેરિઅન્ટ) પર મોટું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ફોનની મૂળ કિંમત ₹82,900 છે, પરંતુ હાલના સેલમાં તે માત્ર ₹76,900 માં મળી રહ્યો છે. આ સિવાય જો તમારી પાસે જૂનો ફોન હોય તો તમે એક્સચેન્જ ઓફરનો લાભ લઈને તેની કિંમત હજુ પણ ઘટાડી શકો છો. આમ, હાલમાં એન્ડ્રોઇડ અને iPhone બંને પ્રેમીઓ માટે ડિસ્કાઉન્ટનો વરસાદ થઈ રહ્યો છે.





