Home Tech/Gadgets Samsung Galaxy M47 5g Launch India

23 હજારથી ઓછી કિંમતમાં Samsungએ લોન્ચ કર્યો પ્રીમિયમ સ્માર્ટફોન : 120Hz sAMOLED ડિસ્પ્લે અને ફાસ્ટ પરફોર્મન્સ સાથે Galaxy M47 5Gની થઈ એન્ટ્રી

Samsung Galaxy M47 5G
Image Credit: Samsung
Published by: Aryan Shah
Last Updated: Jun 29, 2026, 09:08 AM IST

Samsung Galaxy M47 5G : ટેકનોલોજી દિગ્ગજ કંપની Samsungએ ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં પોતાનો નવો ધમાકેદાર સ્માર્ટફોન Samsung Galaxy M47 5G સત્તાવાર રીતે લોન્ચ કરી દીધો છે. આ ફોનને ખાસ કરીને એવા યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેઓ ઓછી કિંમતમાં પ્રીમિયમ ફીચર્સ, લાંબી બેટરી લાઇફ અને શાનદાર કેમેરા ક્વોલિટી ઈચ્છે છે. આ સ્માર્ટફોન મિડ-રેન્જ બજેટમાં અન્ય કંપનીઓને મોટી ટક્કર આપવા માટે તૈયાર છે.

શાનદાર અને બ્રાઇટ ડિસ્પ્લે

Samsung Galaxy M47 5Gમાં 6.7-ઇંચની મોટી sAMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 1080×2340 પિક્સલ રેઝોલ્યુશન અને 120Hzના હાઇ રિફ્રેશ રેટ સાથે આવે છે, જેના કારણે ગેમિંગ અને સ્ક્ર્રોલિંગનો એક્સપિરિયન્સ ખૂબ જ સ્મૂધ બને છે. આ સિવાય તેમાં 800nits (HBM) અને 1400nitsની પીક બ્રાઇટનેસ મળે છે, જે તેજ સૂર્યપ્રકાશમાં પણ સ્ક્રીનને સરળતાથી જોવામાં મદદ કરે છે. ડિસ્પ્લેની સુરક્ષા માટે કંપનીએ આમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ પ્લસ (Victus+) પ્રોટેક્શન આપ્યું છે, જે ફોનને અકસ્માતે પડવા પર તૂટવાથી બચાવશે. આ ફોન ધૂળ અને પાણી સામે રક્ષણ આપતી રેટિંગ સાથે આવે છે અને તેમાં 4X સ્ક્રૅચ રેઝિસ્ટન્સ પણ મળે છે.

આ પણ ખાસ વાંચો : Samsungના પ્રીમિયમ ફ્લિપ ફોન પર 10,000નું બમ્પર ડિસ્કાઉન્ટ : 120Hz ડિસ્પ્લે અને સ્ટાઇલિશ ડિઝાઇન સાથે Galaxy Z Flip7 FE પર જોરદાર ઓફર

પાવરફુલ પ્રોસેસર અને સ્ટોરેજ

આ સ્માર્ટફોનની સ્પીડ અને પરફોર્મન્સને શાનદાર બનાવવા માટે કંપનીએ તેમાં Octa-core Qualcomm Snapdragon 6 Gen 3 4nm 5G ચિપસેટનો ઉપયોગ કર્યો છે. તેની સાથે ગ્રાફિક્સ માટે Adreno 710 GPU આપવામાં આવ્યું છે, જે હાઇ-એન્ડ ગેમ્સ રમવામાં પણ લેગ થવા દેતું નથી. સ્ટોરેજની વાત કરીએ તો આ ફોન 6GB અને 8GB LPDDR5X રેમ (RAM) ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ સાથે 128GB અને 256GB UFS 3.1 ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે. જો તમને વધુ સ્ટોરેજની જરૂર હોય, તો તમે માઇક્રોએસડી કાર્ડની મદદથી તેને 2TB સુધી વધારી શકો છો.

અદભુત ટ્રિપલ કેમેરા સેટઅપ

ફોટોગ્રાફીના શોખીનો માટે Samsung Galaxy M47 5Gમાં પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં f/1.8 અપર્ચર અને OIS (ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન) સપોર્ટ સાથે 50mpનો મુખ્ય કેમેરો છે, જે ધ્રુજારી વગરના સ્થિર વીડિયો અને શાનદાર ફોટા ક્લિક કરે છે. આ સિવાય f/2.4 અપર્ચર સાથે 5mpનો અલ્ટ્રા-વાઇડ કેમેરો અને f/2.2 અપર્ચર સાથે 2mpનો મેક્રો કેમેરો સામેલ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનની ફ્રન્ટમાં f/2.2 અપર્ચર વાળો 12mpનો HDR કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ ખાસ વાંચો : ગેમિંગની દુનિયા બદલવા આવી રહ્યું છે Red Magic Tablet 5 Pro : Snapdragon 8 Elite Gen 5 અને એક્ટિવ કૂલિંગ ફેન સાથે 30 જૂને થશે લોન્ચ

દમદાર બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ

આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની પાવરફુલ બેટરી છે. આ સ્માર્ટફોનમાં 6000mAhની વિશાળ બેટરી આપવામાં આવી છે, જે એકવાર ફૂલ ચાર્જ થયા પછી આરામથી બે દિવસ સુધી ચાલી શકે છે. આ મોટી બેટરીને ઝડપથી ચાર્જ કરવા માટે ફોન 45W ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીને સપોર્ટ કરે છે, જેથી તમારો ફોન મિનિટોમાં ચાર્જ થઈ જશે.

લાંબા સમય સુધી સોફ્ટવેર સપોર્ટ

સોફ્ટવેરની બાબતમાં આ ફોન ઘણો આગળ છે. આ ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ 16 પર આધારિત One UI 8.5 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. કંપનીએ ગ્રાહકો માટે મોટો દાવો કર્યો છે કે આ ફોન સાથે 6 જનરેશન સુધીના OS અપગ્રેડ (એટલે કે ભવિષ્યના એન્ડ્રોઇડ અપડેટ્સ) અને પૂરા 6 વર્ષ સુધી સિક્યુરિટી અપડેટ્સ આપવામાં આવશે, જે આ ફોનને લાંબા સમય સુધી નવો રાખશે.

આ પણ ખાસ વાંચો : iQOO 16Tને લઈને મોટો ખુલાસો : 2K વિઝ્યુઅલ અનુભવ અને ગેમિંગ ફોકસ સાથે આવશે iQOOનો નવો સ્માર્ટફોન

કનેક્ટિવિટી અને સિક્યુરિટી ફીચર્સ

સુરક્ષા માટે આ સ્માર્ટફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે, જે ફોનને ઝડપથી અનલોક કરે છે. કનેક્ટિવિટી માટે આમાં 5G, 4G VoLTE, સુપરફાસ્ટ વાઈ-ફાઈ, બ્લૂટૂથ 5.3, જીપીએસ (GPS), એનએફસી (NFC) અને ચાર્જિંગ માટે USB ટાઇપ-સી પોર્ટ જેવા તમામ મોડર્ન ફીચર્સ ઉપલબ્ધ છે.

કિંમત અને ક્યારે શરૂ થશે સેલ

કિંમતની વાત કરીએ તો, ભારતીય બજારમાં Samsung Galaxy M47 5Gની શરૂઆતી કિંમત કૂપન ઓફર્સ સાથે 22,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન બે સુંદર કલર ઓપ્શન Rogue Red અને Blaze Blueમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે. આ ફોનનું સત્તાવાર વેચાણ 4 જુલાઈથી Samsungની ઓફિશિયલ વેબસાઇટ અને જાણીતી ઇ-કોમર્સ સાઇટ એમેઝોન (Amazon) પર પ્રાઇમ ડે સેલના પહેલા જ દિવસથી શરૂ થઈ જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now