Samsung Galaxy M47 5G : ટેકનોલોજીની દુનિયામાં પ્રખ્યાત બ્રાન્ડ Samsung ભારતીય માર્કેટમાં પોતાનો નવો મિડ-રેન્જ સ્માર્ટફોન Samsung Galaxy M47 5G લોન્ચ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ફોનના લોન્ચિંગને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે અને તે આવતીકાલે એટલે કે 29 જૂને ભારતીય બજારમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરશે. લોન્ચિંગ પહેલા જ આ સ્માર્ટફોનને લઈને યુઝર્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે કંપની આમાં પ્રીમિયમ ફીચર્સ ખૂબ જ ઓછી કિંમતમાં આપવા જઈ રહ્યા છે.
લોન્ચ તારીખ અને આકર્ષક કલર્સ
ભારતમાં Samsungના આ પ્રીમિયમ દેખાતા સ્માર્ટફોનની લોન્ચ તારીખ ફાઇનલ થઈ ગઈ છે. Samsung Galaxy M47 5G ફોન 29 જૂને માર્કેટમાં ધૂમ મચાવશે. કંપનીએ સત્તાવાર રીતે આ ફોનના લુક અને ડિઝાઇનની ઝલક શેર કરી છે. આ સ્માર્ટફોનને કંપનીએ બે આકર્ષક અને સુંદર કલર વેરિઅન્ટમાં રજૂ કર્યો છે, જેમાં Rogue Red અને Blaze Blue કલરનો સમાવેશ થાય છે. આ બંને કલર્સ ફોનને ખૂબ જ પ્રીમિયમ અને સ્ટાઇલિશ લુક આપે છે.
અંદાજિત કિંમત અને ઉપલબ્ધતા
જોકે કંપની દ્વારા આ ફોનની સત્તાવાર કિંમત આવતીકાલે લોન્ચિંગ સમયે જ જાહેર કરવામાં આવશે, પરંતુ ટેક જગતના નિષ્ણાતો અને રિપોર્ટ્સ અનુસાર આ સ્માર્ટફોનની કિંમતનો અંદાજ લગાવ્યો છે. ભારતમાં આ સ્માર્ટફોન અંદાજે 30,000 રૂપિયા સુધીની કિંમતમાં લોન્ચ થઈ શકે છે. આ બજેટમાં આટલા શાનદાર ફીચર્સ મળવાના કારણે તે માર્કેટમાં અન્ય બ્રાન્ડ્સને મોટી ટક્કર આપશે તેવું લાગી રહ્યું છે.
આ પણ ખાસ વાંચો : iQOO 16Tને લઈને મોટો ખુલાસો : 2K વિઝ્યુઅલ અનુભવ અને ગેમિંગ ફોકસ સાથે આવશે iQOOનો નવો સ્માર્ટફોન
દમદાર અને મજબૂત ડિસ્પ્લે
આ સ્માર્ટફોનમાં યુઝર્સને બેસ્ટ વિઝ્યુઅલ અનુભવ આપવા માટે 6.7 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120Hzના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ ડિસ્પ્લેને વધુ મજબૂત બનાવવા માટે કંપનીએ આમાં Corning Gorilla Glass Victus+નું પ્રોટેક્શન આપ્યું છે. તેમાં 4 ગણી વધુ સ્ક્રેચ રેઝિસ્ટન્સ ક્ષમતા અને 2 મીટર સુધી ફોલ રેઝિસ્ટન્સ એટલે કે ઊંચાઈથી પડવા પર પણ સુરક્ષા મળે છે. આ સાથે જ ફોનને ધૂળ અને પાણીથી બચાવવા માટે ખાસ પ્રોટેક્શન અપાયું છે. કંપની આ ફોન સાથે 6 વર્ષ સુધીના સોફ્ટવેર OS અપડેટ્સ અને 6 વર્ષ સુધી સિક્યુરિટી અપડેટ્સ પણ આપશે.
હાઇ-સ્પીડ પ્રોસેસર અને સોફ્ટવેર
Samsung Galaxy M47 5Gમાં શાનદાર પરફોર્મન્સ માટે Qualcomm Snapdragon ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફોનમાં પાવરફુલ Snapdragon 6 Gen 3 પ્રોસેસર હોવાની પુષ્ટિ થઈ છે. ફોનમાં મલ્ટિટાસ્કિંગને સરળ બનાવવા માટે સુપરફાસ્ટ LPDDR5X RAM અને UFS 3.1 સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન લેટેસ્ટ Android 16 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે, જેમાં One UI 8.5ની સ્કીન જોવા મળશે.
આ પણ ખાસ વાંચો : હવે AI કરશે ક્રિકેટરનું ભવિષ્ય નક્કી? : ભારતના આ ક્રિકેટ બોર્ડે લીધો એવો નિર્ણય, જેનાથી બદલાઈ શકે ક્રિકેટનું ભવિષ્ય!
પાવરફુલ ટ્રિપલ રીઅર કેમેરા
ફોટોગ્રાફીના શોખીનો માટે સેમસંગે આ ફોનમાં ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ આપ્યો છે. જેનો મુખ્ય કેમેરો OIS સપોર્ટ સાથે 50mpનો છે, જે ધ્રુજારી વગરના શાનદાર ફોટા અને વીડિયો કેપ્ચર કરે છે. આ સિવાય વાઇડ એંગલ શોર્ટ્સ માટે 5mpનો અલ્ટ્રાવાઇડ કેમેરો અને ઝીણી વિગતો ફોટોમાં કેદ કરવા માટે 2mpનો મેક્રો શૂટર કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનથી તમે 4K ક્વોલિટીમાં વીડિયો રેકોર્ડિંગ કરી શકશો અને તે HDRને પણ સપોર્ટ કરે છે.
આકર્ષક સેલ્ફી કેમેરા
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા યુઝર્સ અને સેલ્ફીના શોખીનો માટે ફોનની ફ્રન્ટ ડિઝાઇન પણ ખાસ રાખવામાં આવી છે. સેમસંગ ગેલેક્સી M47 5Gના ફ્રન્ટમાં સ્ક્રીનની વચ્ચે એક નાનો પંચ-હોલ આપવામાં આવ્યો છે. આ પંચ-હોલની અંદર 12mpનો સેલ્ફી કેમેરો કેન્દ્રિત કરવામાં આવ્યો છે, જે વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે શ્રેષ્ઠ ક્વોલિટી પ્રદાન કરશે.
વિશાળ બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ
આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની પાવરફુલ બેટરી છે. જોકે કંપનીએ સત્તાવાર રીતે તેની ક્ષમતા જાહેર કરી નથી, પરંતુ લીક થયેલા અહેવાલો મુજબ આ ફોનમાં 6000mAhની વિશાળ બેટરી આપવામાં આવશે. આ બેટરીને ઝડપથી ચાર્જ કરવા માટે ફોનમાં 45W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળશે. ગેમિંગના શોખીનો માટે આમાં બાયપાસ ચાર્જિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે, જે ચાર્જિંગ દરમિયાન ફોનને ગરમ થતો અટકાવે છે.





