Samsung Galaxy Z Flip7 FE 5G : જો તમે પણ એક પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારું બજેટ થોડું ઓછું છે, તો તમારા માટે એક શાનદાર સમાચાર છે. પ્રીમિયમ ફ્લિપ ફોન બનાવનારી પ્રખ્યાત કંપની સેમસંગનો એક શાનદાર ફોન હાલમાં ખૂબ જ સસ્તા ભાવે મળી રહ્યો છે. Samsung Galaxy Z Flip7 FE 5G સ્માર્ટફોન પર આ દિવસોમાં રિલાયન્સ ડિજિટલ સ્ટોર પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ફેન એડિશન સ્માર્ટફોન શાનદાર લુક અને પાવરફુલ ફીચર્સ સાથે આવે છે. જો તમે લાંબા સમયથી ફ્લિપ ફોન ખરીદવાનું વિચારી રહ્યા હતા, તો આ ડીલ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો આ ફોન પર મળતી ઑફર્સ, તેની કિંમત અને તમામ ફીચર્સ વિશેની સંપૂર્ણ માહિતી.
કિંમત અને ડિસ્કાઉન્ટ ઓફર્સ
રિલાયન્સ ડિજિટલ પર Samsung Galaxy Z Flip7 FE 5Gના 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટને 89,999 રૂપિયાની કિંમતે લિસ્ટ કરવામાં આવ્યો છે. પરંતુ ગ્રાહકોને આકર્ષવા માટે બેંક ઓફર્સ પણ આપવામાં આવી રહી છે. જો તમે આ ફોન ખરીદવા માટે ICICI Bank, SBI અથવા HDFC બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરો છો, તો તમને પૂરા 10,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. આ બેંક ડિસ્કાઉન્ટ પછી ફોનની અસરકારક કિંમત માત્ર 79,999 રૂપિયા થઈ જાય છે. આ રીતે તમે તમારી લોન્ચ પ્રાઇસ કરતાં પૂરા 10,000 રૂપિયાની બચત સીધી રીતે કરી શકો છો. આ ફોન તેના બજેટ સેગમેન્ટમાં એક શ્રેષ્ઠ વિકલ્પ બની ગયો છે.
આ પણ ખાસ વાંચો : ગેમિંગની દુનિયા બદલવા આવી રહ્યું છે Red Magic Tablet 5 Pro : Snapdragon 8 Elite Gen 5 અને એક્ટિવ કૂલિંગ ફેન સાથે 30 જૂને થશે લોન્ચ
ડિસ્પ્લે અને ડિઝાઇન
આ સેમસંગ ફ્લિપ ફોનની ડિસ્પ્લે ક્વોલિટી ખૂબ જ પ્રીમિયમ છે. Samsung Galaxy Z Flip7 FEમાં 6.7-ઇંચની ડાયનેમિક AMOLED 2X મુખ્ય ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 1Hzથી લઈને 120Hz સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે, જેના કારણે ફોનનો ઉપયોગ ખૂબ જ સ્મૂધ બને છે. તેની સાથે જ આ સ્ક્રીનમાં 2,600nitsની પીક બ્રાઇટનેસ મળે છે, જેથી ભરતડકામાં પણ સ્ક્રીન સરળતાથી જોઈ શકાય છે. આ ઉપરાંત ફોનની બહારની તરફ 3.4-ઇંચની સુપર AMOLED કવર ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનાથી ફોન ખોલ્યા વગર જ નોટિફિકેશન જોઈ શકાય છે. ફોનની ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે અને તે અનફોલ્ડ થવા પર માત્ર 6.9mm અને ફોલ્ડ થવા પર 14.9mmની જાડાઈ ધરાવે છે.
પ્રોસેસર અને ઓપરેટિંગ સિસ્ટમ
પરફોર્મન્સની વાત કરીએ તો, આ સ્માર્ટફોન ખૂબ જ શાનદાર અને પાવરફુલ પ્રોસેસર સાથે આવે છે. આ ફોનમાં કંપનીએ પોતાનું પ્રીમિયમ Exynos 2400 પ્રોસેસર આપ્યું છે, જે મલ્ટિટાસ્કિંગ અને હેવી ગેમિંગને સરળતાથી હેન્ડલ કરી શકે છે. સ્ટોરેજ માટે આમાં 8GB RAMની સાથે 128GB અને 256GB બિલ્ટ-ઇન સ્ટોરેજનો વિકલ્પ આપવામાં આવ્યો છે. લેટેસ્ટ ટેકનોલોજીની વાત કરીએ તો, આ ફોન Android 16 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે જે સેમસંગના પોતાના One UI 8 યુઝર ઇન્ટરફેસ પર કામ કરે છે. આના કારણે યુઝર્સને એકદમ નવો અને સુરક્ષિત સોફ્ટવેર એક્સપિરિયન્સ મળે છે.
આ પણ ખાસ વાંચો : 6000mAhની બેટરી સાથે આવતીકાલે લોન્ચ થશે Samsung Galaxy M47 5G : બજેટ કિંમતમાં મળશે 120Hz AMOLED ડિસ્પ્લે અને Snapdragonનું પાવરફૂલ પ્રોસેસર
કેમેરા ક્વોલિટી
ફોટોગ્રાફીના શોખીનો માટે આ ફોન એક ઉત્તમ પસંદગી છે કારણ કે તેમાં ફ્લિપ ડિઝાઇનની સાથે શ્રેષ્ઠ કેમેરા સેટઅપ મળે છે. Galaxy Z Flip7 FEના રિયર એટલે કે પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 50mpનો મુખ્ય વાઇડ-એન્ગલ કેમેરો છે, જે ખૂબ જ શાનદાર અને ડિટેઇલ્ડ ફોટા પાડે છે. તેની સાથે જ 12mpનો અલ્ટ્રા-વાઇડ-એન્ગલ કેમેરો આપવામાં આવ્યો છે, જે મોટા ગ્રુપ ફોટો અને લેન્ડસ્કેપ શોટ્સ માટે બેસ્ટ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનની અંદરની તરફ 10mpનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે, જેનાથી ક્રિસ્પ અને ક્લિયર વીડિયો કોલિંગનો આનંદ માણી શકાય છે.
બેટરી અને અન્ય ફીચર્સ
પાવર બેકઅપ માટે Samsung Galaxy Z Flip7 FE 5Gમાં 4,000mAhની પાવરફુલ બેટરી આપવામાં આવી છે, જે સામાન્ય વપરાશમાં આખો દિવસ સરળતાથી ચાલી શકે છે. આ બેટરીને ઝડપથી ચાર્જ કરવા માટે ફોનમાં 25W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ ફોનને ધૂળ અને પાણીથી સુરક્ષિત રાખવા માટે IP48 ની રેટિંગ આપવામાં આવી છે, જેથી નાની-મોટી પાણીની છાલકોથી ફોન બગડતો નથી. એકંદરે, આ કિંમતે આટલા શાનદાર પ્રીમિયમ ફીચર્સ અને લુક સાથે સેમસંગનો આ ફ્લિપ ફોન ખરીદવો એ એક સ્માર્ટ અને નફાકારક ડીલ સાબિત થઈ શકે છે.





