Oppo Find X10 : દુનિયાભરમાં જાણીતી સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પો (Oppo) પોતાની પ્રીમિયમ ફ્લેગશિપ સિરીઝ 'Find X10' ને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ, આ સિરીઝ આગામી થોડા જ મહિનાઓમાં બજારમાં ઉતારવામાં આવી શકે છે. આ સિરીઝમાં મુખ્યત્વે ત્રણ મોડલ્સ - Oppo Find X10, Oppo Find X10 Pro અને સૌથી પાવરફુલ Oppo Find X10 Pro Max સામેલ થવાની શક્યતા છે. આ ફોન્સ વિશેની કેટલીક મહત્વની વિગતો પણ લીક થઈ છે, જેને ટેક જગતમાં ભારે ચર્ચા જગાવી છે.
કેમેરા ટેકનોલોજીમાં મોટો સુધારો
આ સિરીઝના ટોપ-એન્ડ મોડલ Oppo Find X10 Pro Max માં કેમેરાના સેગમેન્ટમાં અત્યાર સુધીના સૌથી મોટા અપગ્રેડ જોવા મળી શકે છે. હાલમાં આ સ્માર્ટફોનનું પરીક્ષણ 200mp ના મુખ્ય કેમેરા સાથે કરવામાં આવી રહ્યું છે. આ સિવાય, આ ફોનના ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપમાં 200mp નો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો પણ હોઈ શકે છે. આ ફીચર ખાસ કરીને દૂરની વસ્તુઓના સ્પષ્ટ ફોટા પાડવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
ડિસ્પ્લે અને તેની ખાસિયત
Oppo Find X10 Pro Max માં યુઝર્સને પ્રીમિયમ વિઝ્યુઅલ એક્સપિરિયન્સ આપવા માટે કંપની બે અલગ-અલગ ડિસ્પ્લે કન્ફિગરેશન પર વિચાર કરી રહી છે. આ ફોનમાં 6.89 ઇંચની 2K LTPO ફ્લેટ ડિસ્પ્લે અથવા 6.78 ઇંચની 1.5K LTPO ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. LTPO ટેકનોલોજીને કારણે ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ જરૂરિયાત મુજબ બદલાશે, જેનાથી બેટરીની બચત થશે અને સ્ક્રોલિંગનો અનુભવ એકદમ સ્મૂધ રહેશે.
8000mAh બેટરી સાથે Oppo લાવશે નવો સ્માર્ટફોન!: માત્ર બેટરી નહીં, એવા ફીચર્સ મળશે જે પ્રીમિયમ ફોનને આપશે ટક્કર
પાવરફુલ પ્રોસેસર અને પરફોર્મન્સ
પ્રોસેસરની વાત કરીએ તો, Oppo Find X10 Pro Max માં લેટેસ્ટ MediaTek Dimensity 9600 Pro ચિપસેટ જોવા મળી શકે છે. આ પ્રોસેસર મલ્ટી-ટાસ્કિંગ અને હેવી ગેમિંગ માટે અત્યંત પાવરફુલ માનવામાં આવે છે. આ સિવાય, બેઝ મોડલ Oppo Find X10 માં પણ આગામી MediaTek Dimensity 9 સિરીઝનું ચિપસેટ આપવામાં આવશે, જે યુઝર્સને પ્રીમિયમ સ્પીડ અને પરફોર્મન્સની ખાતરી આપશે.
આ 6 દમદાર સ્માર્ટફોન મે મહિનામાં થશે લોન્ચ!: 7000mAh બેટરીથી લઈને 200mp કેમેરો સુધીના આ સ્માર્ટફોન્સ માર્કેટમાં મચાવશે ધૂમ!
બેટરી અને ચાર્જિંગની ક્ષમતા
આ સ્માર્ટફોન સિરીઝની સૌથી મોટી ખાસિયત તેની બેટરી ક્ષમતા હોઈ શકે છે. લીક્સ મુજબ, Oppo Find X10 માં 8,000mAh ની વિશાળ બેટરી આપવામાં આવી શકે છે, જે હાલના ફ્લેગશિપ ફોન્સમાં જોવા મળતી નથી. અગાઉના Oppo Find X9 મોડલમાં 7,025mAh ની બેટરી હતી, જે 80W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરતી હતી. આથી, નવી સિરીઝમાં પણ સુપર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળવાની પૂરેપૂરી શક્યતા છે.





