Upcoming smartphones : ભારતીય ટેક માર્કેટ માટે મે 2026 નો મહિનો ક્રાંતિકારી સાબિત થવા જઈ રહ્યો છે. આ મહિને માર્કેટમાં એવા સ્માર્ટફોન્સ એન્ટ્રી કરી રહ્યા છે, જે માત્ર દેખાવમાં સુંદર નથી, પરંતુ પરફોર્મન્સમાં પણ સુપરફાસ્ટ છે. ખાસ કરીને આ વખતે બ્રાન્ડ્સનું ફોકસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સપોર્ટેડ પ્રોસેસર્સ અને એન્ડ્રોઇડ 16 ના લેટેસ્ટ અપડેટ્સ પર છે. જાણો એવા 6 સ્માર્ટફોન્સ વિશેની સંપૂર્ણ માહિતી.
OnePlus Nord CE 6 Lite
OnePlus તેના આ બજેટ ફ્રેન્ડલી સ્માર્ટફોનને 7 મેના રોજ લોન્ચ કરવા માટે તૈયાર છે. આ ફોન ખાસ કરીને એવા યુઝર્સ માટે છે, જેમને ઓછી કિંમતમાં હાઇ-સ્પીડ પરફોર્મન્સ જોઈએ છે. તેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 7400 એપેક્સ ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગેમિંગ અને મલ્ટી-ટાસ્કિંગ માટે બેસ્ટ છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેની 7,000mAh ની જંગી બેટરી છે, જે સામાન્ય વપરાશમાં બે દિવસ સુધી આરામથી ચાલી શકે છે. ફોટોગ્રાફી માટે તેમાં 50mp નો મુખ્ય કેમેરો છે અને તે OxygenOS 16 પર ચાલશે.
HMD Vibe 2 5G
નોકિયાના પેરન્ટ બ્રાન્ડ HMD દ્વારા લાવવામાં આવતો આ ફોન એન્ટ્રી-લેવલ 5G માર્કેટમાં ધૂમ મચાવશે. જોકે તેની લોન્ચિંગ તારીખ હજુ સસ્પેન્સમાં છે, પણ તે ફ્લિપકાર્ટ પર એક્સક્લુઝિવલી ઉપલબ્ધ થશે. આ ફોનમાં મોડર્ન લુક માટે સેન્ટર હોલ-પંચ કટઆઉટ સાથે ફ્લેટ ડિસ્પ્લે આપવામાં આવી છે. જે લોકો ઓછા બજેટમાં મજબૂત બિલ્ડ ક્વોલિટી અને લેટેસ્ટ 5G કનેક્ટિવિટી ઈચ્છે છે તેમના માટે આ શ્રેષ્ઠ ઓપ્શન બની શકે છે.
Oppo Find X9 Ultra
Oppo નો આ એક સુપર પ્રીમિયમ ફ્લેગશિપ ફોન છે. તેમાં અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી 'સ્નેપડ્રેગન 8 Elite Gen 5' પ્રોસેસર વાપરવામાં આવ્યું છે. આ ફોનનો કેમેરા પ્રોફેશનલ ડીએસએલઆર (DSLR) ને ટક્કર આપે તેવો છે, કારણ કે તેમાં 200mp નો મુખ્ય કેમેરો અને 200mp નો પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે. આ સિવાય 3600 નિટ્સની બ્રાઈટનેસ વાળી ડિસ્પ્લે કડક તડકામાં પણ સ્ક્રીનને એકદમ સ્પષ્ટ બતાવશે. 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે તેની 7,050mAh બેટરી મિનિટોમાં ચાર્જ થઈ જશે.
Oppo Find X9s
જો તમે અલ્ટ્રા મોડલ જેટલો ખર્ચ કરવા નથી માંગતા, તો 'Find X9s' એક ઉત્તમ પ્રીમિયમ મિડ-રેન્જ ઓપ્શન છે. તેમાં ડાયમેન્સિટી 9500s પ્રોસેસર અને 120Hz રિફ્રેશ રેટ વાળી AMOLED ડિસ્પ્લે છે. કેમેરા પ્રેમીઓ માટે આમાં 50mp ના ત્રણ અલગ-અલગ સેન્સર આપવામાં આવ્યા છે, જે વાઇડ એંગલ અને પોટ્રેટમાં શાનદાર પરિણામ આપે છે. 7,025mAh ની બેટરી અને 80W નું ફાસ્ટ ચાર્જિંગ તેને લાંબા સમય સુધી ચાલતો ફોન બનાવે છે.
Vivo X300 Ultra
Vivo X300 Ultra મેના પ્રથમ સપ્તાહમાં લોન્ચ થવાની શક્યતા છે. આ ફોનની ખાસિયત તેનું એક્સટર્નલ ફોટોગ્રાફી લેન્સ સપોર્ટ છે, જે મોબાઈલ ફોટોગ્રાફીને નવા સ્તરે લઈ જશે. તેમાં સ્નેપડ્રેગન 8 Elite Gen 5 પ્રોસેસરની સાથે 200mp નો મુખ્ય કેમેરો છે. તે 6,600mAh ની બેટરી અને એડવાન્સ ઝૂમ ફીચર્સ સાથે આવશે, જે દૂરના દ્રશ્યોને પણ એકદમ ક્લિયર કેપ્ચર કરી શકશે.
Vivo X300 FE
આ ફોન એવા લોકો માટે છે જેમને પકડવામાં સરળ હોય તેવો કોમ્પેક્ટ પણ પાવરફુલ ફોન ગમે છે. 6.31 ઇંચની નાની પણ શાનદાર AMOLED ડિસ્પ્લે હોવા છતાં, તેમાં સ્નેપડ્રેગન 8 Gen 5 જેવું પાવરફુલ પ્રોસેસર છે. 6,500mAh ની બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ આ ફોનને નાના પેકેટમાં મોટો ધમાકો બનાવે છે. તેમાં 50mp નો ટેલિફોટો લેન્સ પણ છે, જે શાનદાર પોટ્રેટ ફોટોઝ લેવામાં મદદ કરે છે.





