Latest Smartphone Comparison : ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં અવારનવાર નવા અને શાનદાર ફોન લોન્ચ થતા રહે છે. હાલમાં જ Realmeએ પોતાનો નવો આકર્ષક સ્માર્ટફોન Realme P4R 5G ભારતમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનની સીધી ટક્કર માર્કેટમાં પહેલાથી હાજર OnePlus Nord CE6 Lite અને Poco M8 5G સાથે થઈ રહી છે. જો તમે પણ આ ત્રણમાંથી કોઈ એક ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો આ ત્રણેય ફોનની કિંમત, ડિસ્પ્લે, પ્રોસેસર, કેમેરા સેટઅપ અને ફીચર્સ વિશેની સંપૂર્ણ માહિતી.
ફોનની કિંમત અને સ્ટોરેજ
સ્માર્ટફોન ખરીદતી વખતે કિંમત સૌથી મહત્વનો ભાગ ભજવે છે. Realme P4R 5Gના 4GB+128GB વેરિઅન્ટની કિંમત ₹18,999, 6GB+128GBની કિંમત ₹20,999 અને 6GB+256GB વેરિઅન્ટની કિંમત ₹22,999 છે. બીજી તરફ, OnePlus Nord CE6 Liteના 6GB+128GB વેરિઅન્ટની કિંમત ₹22,999 અને 8GB+128GB વેરિઅન્ટની કિંમત ₹25,999 છે. જ્યારે Poco M8 5Gના 6GB+128GB વેરિઅન્ટની કિંમત ₹19,999 અને 8GB+128GB વેરિઅન્ટની કિંમત ₹21,999 રાખવામાં આવી છે. કિંમતની દ્રષ્ટિએ Realmeનું બેઝ વેરિઅન્ટ સૌથી સસ્તું છે.
ડિસ્પ્લે અને સ્ક્રીન ક્વોલિટી
Realme P4R 5Gમાં 6.8-ઇંચની HD+ સનલાઇટ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 144Hz રિફ્રેશ રેટ અને 1200nits પીક બ્રાઇટનેસ સાથે આવે છે. OnePlus Nord CE6 Liteમાં 6.72-ઇંચની ફુલ HD+LCD ડિસ્પ્લે છે, જે 144Hz રિફ્રેશ રેટ અને 680nits બ્રાઇટનેસ ધરાવે છે. જ્યારે Poco M8 5Gમાં શાનદાર 6.77-ઇંચની 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 3,200nitsની જબરદસ્ત પીક બ્રાઇટનેસ આપે છે. અહીં ડિસ્પ્લે ક્વોલિટીની બાબતમાં Pocoનો ફોન ઘણો આગળ નીકળી જાય છે.
પાવરફુલ પ્રોસેસર
ફોનના પરફોર્મન્સ માટે તેનું પ્રોસેસર સારું હોવું જરૂરી છે. Realme P4R 5Gમાં MediaTek Dimensity 6300 પ્રોસેસર મળે છે. OnePlus Nord CE6 Liteમાં MediaTek Dimensity 7400 Apex પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે Poco M8 5G સ્માર્ટફોન Octa-core Qualcomm Snapdragon 6 Gen 3 પ્રોસેસર સાથે પાવરફુલ પરફોર્મન્સ આપે છે. ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે OnePlus અને Pocoના પ્રોસેસર વધુ સારા સાબિત થઈ શકે છે.
₹35,000થી ઓછી કિંમતમાં Best Camera Smartphones: DSLR જેવી ફોટોગ્રાફીનો અનુભવ, ખરીદી પહેલાં જરૂર જુઓ આ લિસ્ટ
ઓપરેટિંગ સિસ્ટમ
Realme P4R 5G ફોન લેટેસ્ટ Android 16 પર આધારિત Realme UI 7.0 પર કામ કરે છે. OnePlus Nord CE6 Lite પણ Android 16 પર આધારિત OxygenOS 16 સાથે આવે છે. જ્યારે Poco M8 5G થોડું જૂનું Android 15 પર આધારિત HyperOS 2 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. સોફ્ટવેર અપડેટની બાબતમાં Realme અને OnePlus આગળ છે.
કેમેરા સેટઅપ
ફોટોગ્રાફીના શોખીનો માટે આ ત્રણેય ફોનમાં 50mpનો મુખ્ય કેમેરો આપવામાં આવ્યો છે. Realme P4R 5Gમાં f/1.8 અપર્ચર વાળો 50mpનો કેમેરો છે. OnePlus Nord CE6 Liteમાં EIS સપોર્ટ સાથે 50mpનો મુખ્ય કેમેરો અને 2mpનો મોનોક્રોમ કેમેરો મળે છે. જ્યારે Poco M8 5Gમાં પણ 50mpનો મુખ્ય કેમેરો અને 2mpનો ગૌણ કેમેરો આપવામાં આવ્યો છે. OnePlusનો કેમેરો સ્ટેબિલાઈઝેશન (EIS) ને કારણે વધુ સારા ફોટા આપી શકે છે.
સેલ્ફી કેમેરા
સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે Realme P4R 5G અને OnePlus Nord CE6 Lite બંને ફોનમાં f/2.0 અપર્ચર સાથે 8mpનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ બાબતમાં Poco M8 5G ઘણો આગળ છે, કારણ કે તેમાં 20mpનો મોટો અને શાનદાર ફ્રન્ટ કેમેરો મળે છે.
કનેક્ટિવિટીના વિકલ્પો
કનેક્ટિવિટી માટે Realme ફોનમાં 5G, Wi-Fi 5, Bluetooth 5.3 અને USB Type-C પોર્ટ મળે છે. જ્યારે OnePlus Nord CE6 Liteમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.4, GPS અને USB Type-C પોર્ટ છે. બીજી તરફ Poco M8 5Gમાં પણ 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.1, GPS અને USB Type-C પોર્ટ મળે છે. OnePlus અને Pocoમાં લેટેસ્ટ Wi-Fi 6નો સપોર્ટ ઉપલબ્ધ છે.
WhatsAppને ટક્કર આપવા YouTubeનું મોટું પગલું: હવે એપ્લિકેશનની અંદર જ થશે ચેટિંગ, જાણો કેવી રીતે
બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ
બેટરી બેકઅપ મામલે Realme P4R 5G સૌથી મોટો કિંગ છે, કારણ કે તેમાં 8,000mAhની ખુબ મોટી બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગ મળે છે. OnePlus Nord CE6 Liteમાં 7,000mAhની બેટરી અને 45W SUPERVOOC ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. જ્યારે Poco M8 5Gમાં 5,520mAhની બેટરી સાથે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળે છે. જો તમને લાંબો બેટરી બેકઅપ જોઈતો હોય તો Realme અને OnePlus શ્રેષ્ઠ છે.
અમારો નિર્ણય
આ ત્રણેય સ્માર્ટફોન પોતાના ફીચર્સ અને કિંમત પ્રમાણે ઉત્તમ છે. જો તમારું બજેટ ઓછું છે અને તમને ખુબ મોટી બેટરી વાળો ફોન જોઈએ છે, તો Realme P4R 5G તમારા માટે બેસ્ટ છે. જો તમને પ્રીમિયમ 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે અને શાનદાર સેલ્ફી કેમેરો પસંદ હોય, તો Poco M8 5G સારો વિકલ્પ છે. જ્યારે બ્રાન્ડ વેલ્યુ, લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ અને સારા પ્રોસેસર માટે OnePlus Nord CE6 Lite પણ એક મજબૂત પસંદગી બની શકે છે.





