YouTube : સોશિયલ મીડિયા અને વીડિયો સ્ટ્રીમિંગની દુનિયામાં એક મોટો બદલાવ આવી રહ્યો છે. વિશ્વનું સૌથી મોટું વીડિયો પ્લેટફોર્મ YouTube હવે માત્ર વીડિયો જોવા પૂરતું મર્યાદિત નથી રહ્યું. કંપનીએ એક એવું અદ્ભુત ફીચર રજૂ કર્યું છે જેનાથી યુઝર્સને વીડિયો શેર કરવા માટે WhatsApp કે અન્ય કોઈ થર્ડ-પાર્ટી એપ પર નિર્ભર રહેવું નહીં પડે. YouTubeનું નવું ઇન-એપ ચેટિંગ ફીચર સોશિયલ મીડિયા જગતમાં ધૂમ મચાવી રહ્યું છે.
ઇન-એપ ચેટિંગ શું છે?
YouTubeએ થોડા સમય પહેલા જ ઇન-એપ ચેટિંગ ફીચરની શરૂઆત કરી હતી. હવે આ સુવિધાનો વિસ્તાર અમેરિકા, યુકે, બ્રાઝિલ, ઇટાલી અને સિંગાપોર સહિત 40થી વધુ દેશોમાં કરવામાં આવી રહ્યો છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાના પરિવાર અને મિત્રોને સીધા YouTubeની અંદરથી જ વીડિયો મોકલી શકશે અને તેમની સાથે સામાન્ય મેસેજિંગ એપ્સની જેમ વાતચીત પણ કરી શકશે. આ માટે એપમાં એક સ્પેશિયલ મેસેજ સેક્શન આપવામાં આવ્યું છે.
₹35,000થી ઓછી કિંમતમાં Best Camera Smartphones: DSLR જેવી ફોટોગ્રાફીનો અનુભવ, ખરીદી પહેલાં જરૂર જુઓ આ લિસ્ટ
નવા ફીચરના શાનદાર ફાયદા
અત્યાર સુધી જો કોઈ વીડિયો પસંદ આવે, તો તેને શેર કરવાની પ્રોસેસ ખૂબ લાંબી હતી. પહેલા વીડિયોની લિંક કોપી કરવી પડતી, પછી WhatsApp કે અન્ય કોઈ એપ ઓપન કરીને ત્યાં પેસ્ટ કરીને મોકલવી પડતી હતી. હવે આ નવી સુવિધાથી આ લાંબી ઝંઝટનો અંત આવશે. યુઝર્સ YouTubeના બિલ્ટ-ઇન મેસેજિંગ ઇન્ટરફેસ દ્વારા ડાયરેક્ટ વીડિયો શેર કરી શકશે અને સમય બચાવી શકશે.
ઉપયોગ કરવા માટેની જરૂરી શરતો
આ શાનદાર ફીચરનો લાભ લેવા માટે યુઝર્સ પાસે YouTube એકાઉન્ટ હોવું જરૂરી છે અને તેમાં સાઇન-ઇન કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત, યુઝરની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી આવશ્યક છે. આ ફીચરમાં યુઝર્સની સુવિધા માટે મેસેજ અનસેન્ડ કરવાનો એટલે કે મોકલેલો મેસેજ પાછો ખેંચવાનો ઓપ્શન પણ મળશે, જ્યારે સામેની વ્યક્તિ પાસે મેસેજ સ્વીકારવા અથવા નકારવાનો ઓપ્શન રહેશે.
દરેક Samsung phone યુઝર્સ માટે મહત્વની માહિતી: આ 5 સેટિંગ્સ બદલતા જ ફોન થઈ જશે વધુ ફાસ્ટ
આ ફીચર કેવી રીતે કામ કરશે?
આ સુવિધાનો ઉપયોગ કરવો અત્યંત સરળ છે. સૌથી પહેલા YouTube ઓપન કરી તમારો મનપસંદ વીડિયો પસંદ કરો. ત્યારબાદ વીડિયોની નીચે આપેલા 'શેર' બટન પર ક્લિક કરો. ત્યાં તમને તમારા કોન્ટેક્ટ્સ લિસ્ટ દેખાશે, જેમાંથી તમે મિત્રોને પસંદ કરી શકો છો. જો તમે ઈચ્છો તો કોઈ નવા મિત્રને ચેટ માટે લિંક મોકલીને આમંત્રિત પણ કરી શકો છો. આ ઇન્વિટેશન લિંક 7 દિવસ સુધી વેલિડ રહેશે, જો 7 દિવસમાં ચેટ જોઈન નહીં થાય તો લિંક એક્સપાયર થઈ જશે અને ફરીથી મોકલવી પડશે.
YouTubeનો નવો સોશિયલ હેતુ
YouTube હવે માત્ર એક વીડિયો પ્લેટફોર્મ નથી રહ્યું, પણ તે એક સંપૂર્ણ સોશિયલ પ્લેટફોર્મ બનવા તરફ આગળ વધી રહ્યું છે. કંપની ઈચ્છે છે કે યુઝર્સ માત્ર વીડિયો જોઈને પ્લેટફોર્મ છોડી ન દે, પરંતુ અહીં જ પોતાના મિત્રો સાથે સામાજિક રીતે જોડાયેલા રહે. આ સુવિધાથી યુઝર્સ લાંબા સમય સુધી YouTube પર એક્ટિવ રહેશે અને પ્લેટફોર્મનો વપરાશ વધશે.






