Home Tech/Gadgets Apple Foldable Iphone Leak Design News

Samsungની Fold સિરીઝને પડકાર આપવા Appleનો બુક-સ્ટાઇલ iPhone તૈયાર : ડમી મોડલથી ફોલ્ડિંગ ફોનની ડિઝાઇન આવી સામે

Apple's Foldable iPhone
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 16, 2026, 08:00 AM IST

Apple's Foldable iPhone : ટેકનોલોજીની દુનિયામાં અત્યારે જો કોઈ વાતની સૌથી વધુ ચર્ચા થતી હોય, તો તે છે Appleના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોનની એન્ટ્રી. છેલ્લા ઘણા સમયથી ટેક માર્કેટમાં આ ફોનને લઈને અવનવી અફવાઓ ઉડી રહી હતી, પરંતુ હાલમાં જ ઓનલાઇન મીડિયામાં તેના ડમી મોડલની નવી તસવીરો લીક થતાં ખળભળાટ મચી ગયો છે. રિપોર્ટ્સ મુજબ આ ફોન iPhone Ultra અથવા iPhone Foldના નામથી માર્કેટમાં આવી શકે છે. જો કે કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પણ આ લીક થયેલી તસવીરોએ દુનિયાભરના ટેક લવર્સમાં એક નવો રોમાંચ જગાવી દીધો છે અને તેના ફીચર્સ વિશે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર લીક

આ અદભુત અને ચોંકાવનારી તસવીરો જાણીતા ટેક પત્રકાર જોન રેટિંગર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Threadsમાં શેર કરવામાં આવી છે. આ તસવીરો જોતજોતામાં વાયરલ થઈ ગઈ છે અને લોકોનું ધ્યાન ખૂબ ખેંચી રહી છે. લીક થયેલા ડમી મોડલ પરથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે આ ફોનની ડિઝાઇન બુક સ્ટાઇલમાં રાખવામાં આવી છે, એટલે કે તે પુસ્તકની જેમ વચ્ચેથી વળી શકે તેવી છે. સામાન્ય રીતે સ્માર્ટફોન કંપનીઓ સત્તાવાર લોન્ચિંગ પહેલા આવા ડમી મોડલ કેસ મેકર્સ માટે તૈયાર કરતી હોય છે, જેનાથી સંકેત મળે છે કે એપલ અત્યારના ફોલ્ડેબલ ફોન કરતાં કંઈક તદ્દન અલગ ડિઝાઇન પર લાંબા સમયથી કામ કરી રહ્યું છે.

16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર લાગ્યો પ્રતિબંધ: ઇન્ટરનેટના યુગમાં સરકારનો સૌથી મોટો નિર્ણય

બીજા ફોન કરતાં અલગ

અત્યાર સુધી આપણે માર્કેટમાં જે ફોલ્ડેબલ ફોન જોયા છે, તેમાં ડિઝાઇન મોટેભાગે એકસરખી જ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ Samsungના Galaxy Z Fold 7માં અને Vivoના X Fold 5માં બહારની તરફ ખૂબ જ લાંબી અને પાતળી કવર સ્ક્રીન આપવામાં આવી છે. ઘણા યુઝર્સને આ પાતળી સ્ક્રીન પર ટાઇપિંગ કરવામાં કે એપ્સ વાપરવામાં તકલીફ પડે છે. તેનાથી બિલકુલ વિપરીત, Appleના આ નવતર iPhone Ultraમાં વધારે પહોળી બહારની સ્ક્રીન આપવામાં આવી છે. જ્યારે આ ફોન બંધ અથવા ફોલ્ડ સ્થિતિમાં હશે ત્યારે તેનો લુક લંબચોરસને બદલે ઘણોખરો એક ક્લાસિક પાસપોર્ટ જેવો દેખાશે, જે તેને બીજા બધા સ્માર્ટફોન્સથી અલગ પાડે છે.

પહોળી સ્ક્રીનનો મોટો ફાયદો

આ પાસપોર્ટ સાઇઝની પહોળી કવર ડિસ્પ્લે માત્ર દેખાવમાં જ સુંદર નથી, પણ તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે યુઝર્સ ફોન ખોલ્યા વગર જ રોજના 80% કામો ખૂબ જ સરળતાથી કરી શકશે. પહોળી સ્ક્રીન હોવાના કારણે કીબોર્ડ મોટું મળશે જેથી મેસેજ ટાઇપ કરવામાં ભૂલો નહીં થાય. આ ઉપરાંત, સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું, ઇમેઇલ વાંચવા અને નાની મોટી મલ્ટિટાસ્કિંગની વસ્તુઓ માટે ફોનને વારંવાર ખોલવાની કે બંધ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે, જેનાથી ફોનની હિન્જ લાઇફ એટલે કે વળવાની ક્ષમતા પણ લાંબા સમય સુધી સારી રહેશે.

Realme, OnePlus અને Pocoના લેટેસ્ટ ફોનમાંથી કયો સ્માર્ટફોન બેસ્ટ?: જાણો 25,000ની અંદર કયા 5G ફોનમાં મળે છે દમદાર ફીચર્સ

ટેબ્લેટ જેવો અદભુત અનુભવ

જ્યારે આ ફોનને કવર સ્ક્રીન પરથી પૂરો ખોલવામાં આવશે, ત્યારે અંદરની મુખ્ય સ્ક્રીન તમને સીધી iPad Miniની યાદ અપાવશે. આ વિશાળ સ્ક્રીન યુઝર્સને એક અદભુત ટેબ્લેટ જેવો અનુભવ આપશે જેમાં કામ કરવાની મજા બમણી થઈ જશે. ખાસ કરીને જે લોકો પ્રોફેશનલ કામ કરે છે તેમના માટે સ્પ્લિટ સ્ક્રીનમાં એકસાથે બે એપ્સ ચલાવવી, ઓફિસના ડોક્યુમેન્ટ એડિટિંગ કરવા કે ગેમિંગ કરવું ખૂબ સરળ બનશે. આ ઉપરાંત YouTubeમાં હાઇ ક્વોલિટી વીડિયો સ્ટ્રીમિંગ જોતી વખતે આ મોટું ડિસ્પ્લે સિનેમા હોલ જેવો શાનદાર વ્યુ આપશે.

માર્કેટમાં થશે મોટો બદલાવ

હાલના સમયમાં ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં Samsung, Google, Vivo અને Honor જેવી દિગ્ગજ કંપનીઓ પોતાનો દબદબો જમાવીને બેઠી છે. પરંતુ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો અને માર્કેટ એનાલિસ્ટ્સનું સ્પષ્ટપણે માનવું છે કે Appleની આ સેગમેન્ટમાં એન્ટ્રી થતાં જ આખું ચિત્ર બદલાઈ જશે. એપલની ઇકોસિસ્ટમ ખૂબ મજબૂત હોવાથી આ ફોન માર્કેટના તમામ રેકોર્ડ તોડી શકે છે. જો કે, આપણે એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે આ તસવીરો અત્યારે માત્ર ડમી યુનિટ્સની જ છે, તેથી ભવિષ્યમાં જ્યારે ફાઇનલ પ્રોડક્ટ લોન્ચ થાય ત્યારે તેની ડિઝાઇનમાં નાનામોટા ફેરફાર થવાની પૂરી શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now