Home Tech/Gadgets Oppo Find X9 Ultra Preorder Ram Storage Colours Launch Gujarati

લોન્ચ પહેલા જ Oppo Find X9 Ultra નું પ્રી-બૂકિંગ શરૂ! : સેટેલાઇટ કોમ્યુનિકેશન જેવા પ્રીમિયમ ફિચર્સ સાથે ટૂંક સમયમાં આવશે

Oppo Find X9 Ultra
Published by: Aryan Shah
Last Updated: Apr 16, 2026, 12:40 PM IST

Oppo Find X9 Ultra : ટેક જગતમાં અત્યારે Oppo ના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન Oppo Find X9 Ultra ની ખૂબ ચર્ચા થઈ રહી છે. કંપની આ પાવરફૂલ સ્માર્ટફોનને 21 એપ્રિલે ભારત સહિત વિશ્વના બજારોમાં લોન્ચ કરવા જઈ રહી છે. લોન્ચ પહેલા જ ચીનમાં આ ફોનના પ્રી-ઓર્ડર શરૂ થઈ ગયા છે અને તેની સાથે જ તેના રેમ, સ્ટોરેજ અને આકર્ષક કલરની વિગતો પણ સામે આવી ગઈ છે.

Oppo Find X9 Ultra ના પ્રી-ઓર્ડર અને આકર્ષક કલર ઓપ્શન

Oppo એ તેના સત્તાવાર ઓનલાઇન સ્ટોર પર Find X9 Ultra ને લિસ્ટ કરી દીધો છે. આ ફોન ત્રણ શાનદાર કલરમાં જોવા મળશે, જેના નામ Polar Glaciers, Tundra અને Rongsha Canyon રાખવામાં આવ્યા છે. ગ્રાહકો અત્યારથી જ આ ફોનને બુક કરાવી શકે છે.

Oppo Find X9 Ultra નું સ્ટોરેજ અને ખાસ ફીચર

આ સ્માર્ટફોન મુખ્ય ચાર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે. જેમાં 12GB અને 16GB રેમની સાથે 256GB થી લઈને 1TB સુધીના સ્ટોરેજ ઓપ્શન મળશે. ખાસ વાત એ છે કે, જે ગ્રાહકો 1TB સ્ટોરેજવાળું મોડલ ખરીદશે તેમને સેટેલાઇટ કોમ્યુનિકેશનનો સપોર્ટ પણ મળશે, જે મુશ્કેલ સમયમાં નેટવર્ક વગર વાતચીત કરવામાં મદદરૂપ થાય છે.

કેમેરાની દુનિયામાં ક્રાંતિ

ફોટોગ્રાફીના શોખીનો માટે Oppo Find X9 Ultra ફોન વરદાન સમાન છે. આમાં 200mp નો Sony LYT-901 મુખ્ય કેમેરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઝૂમિંગ માટે 200mp અને 50mp ના બે પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ અને 50mp નો અલ્ટ્રાવાઇડ કેમેરો આપવામાં આવ્યો છે, જે પ્રોફેશનલ ફોટોગ્રાફીનો એક્સપિરિયન્સ કરાવશે.

Oppo Find X9 Ultra નું પાવરફૂલ પ્રોસેસર અને દમદાર ડિસ્પ્લે

ઝડપી કામગીરી માટે તેમાં Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ હોવાની શક્યતા છે. ગેમિંગ અને વીડિયો જોવાનો એક્સપિરિયન્સ સુધારવા માટે 6.78-ઇંચની OLED પેનલ અને 144Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે, જેનાથી ડિસ્પ્લે ખૂબ જ સ્મૂધ ચાલશે.

Oppo Find X9 Ultra ની બેટરી અને ચાર્જિંગ

લાંબો સમય સાથ આપે તે માટે Oppo એ આમાં 7,050mAh ની વિશાળ બેટરી આપી છે. સાથે જ 100W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી તમારો ફોન મિનિટોમાં ચાર્જ થઈ જશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now