Home Tech/Gadgets Tecno Pova 8 Vs Realme 16t 5g Vs Oneplus Nord Ce 6 Comparison

35,000ના બજેટમાં નવો સ્માર્ટફોન ખરીદવો છે? : આ ત્રણ ફોનની કિંમત અને ફીચર્સની સરખામણી; જાણો કયો છે તમારા માટે બેસ્ટ

Latest Smartphone Comparison
Published by: Aryan Shah
Last Updated: Jun 19, 2026, 11:16 AM IST

Latest Smartphone Comparison : ટેકનો કંપનીએ તાજેતરમાં જ ભારતીય માર્કેટમાં પોતાનો નવો સ્માર્ટફોન Tecno Pova 8 લોન્ચ કર્યો છે. આ ફોનના લોન્ચ થવાની સાથે જ સ્માર્ટફોન માર્કેટમાં ગરમાવો આવી ગયો છે. હાલમાં આ ફોનની સીધી ટક્કર માર્કેટમાં પહેલાથી હાજર Realme 16T 5G અને OnePlus Nord CE 6 સાથે જોવા મળી રહી છે. આ ત્રણેય સ્માર્ટફોન દમદાર ફીચર્સ અને પાવરફૂલ પ્રોસેસર સાથે આવે છે. જો તમે પણ નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો અને મૂંઝવણમાં છો, તો જાણો આ ત્રણેય ફોનની કિંમતથી લઈને ફીચર્સ સુધીની સરખામણી વિશેની સંપૂર્ણ માહિતી.

કિંમત અને સ્ટોરેજ

કોઈપણ નવો સ્માર્ટફોન ખરીદતી વખતે બજેટ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. Tecno Pova 8ના 6GB+128GB વેરિઅન્ટની કિંમત ₹29,999 છે અને 8GB+128GB વેરિઅન્ટની કિંમત ₹31,999 રાખવામાં આવી છે. બીજી તરફ, Realme 16T 5G ત્રણ વેરિઅન્ટમાં આવે છે, જેમાં 6GB+128GBની કિંમત ₹29,999, 8GB+128GBની કિંમત ₹31,999 અને 8GB+256GB વેરિઅન્ટની કિંમત ₹34,999 છે. જ્યારે OnePlus Nord CE 6 થોડો પ્રીમિયમ રેન્જમાં આવે છે, તેના 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹33,999 અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹36,999 છે.

આ પણ ખાસ વાંચો : ભારતમાં ડિજિટલ ફ્રોડ બમણો : ટ્રાન્સયુનિયનના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ડિસ્પ્લે અને સ્ક્રીન ક્વોલિટી

સ્ક્રીનની વાત કરીએ તો, Tecno Pova 8માં 6.76-ઇંચની ફુલ HD+ IPS ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 1080×2344 પિક્સેલ રિઝોલ્યુશન, 144Hz રિફ્રેશ રેટ અને 950 nits પીક બ્રાઇટનેસ સાથે આવે છે. જ્યારે Realme 16T 5Gમાં 1570×720 પિક્સેલ રિઝોલ્યુશન સાથે 6.8-ઇંચની LCD ડિસ્પ્લે મળે છે, જે 144Hz રિફ્રેશ રેટ અને 1,200 nits સુધીની બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. આ બાબતમાં OnePlus Nord CE 6 સૌથી આગળ નીકળે છે, જેમાં 6.78-ઇંચની 1.5K AMOLED ડિસ્પ્લે મળે છે, જેનું રિઝોલ્યુશન 2772×1272 પિક્સેલ છે અને તે 144Hz રિફ્રેશ રેટ તેમજ 3840Hz PWM ડિમિંગ ફીચર સાથે આવે છે.

પ્રોસેસર અને પરફોર્મન્સ

ફોનની સ્પીડ અને પરફોર્મન્સ તેના પ્રોસેસર પર આધાર રાખે છે. Tecno Pova 8માં ઓક્ટા-કોર MediaTek Dimensity 7100 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે Realme 16T 5Gમાં MediaTek Dimensity 6300 ચિપસેટ આપવામાં આવ્યું છે. વનપ્લસની વાત કરીએ તો, OnePlus Nord CE 6માં વધુ શક્તિશાળી ઓક્ટા-કોર Snapdragon 7S Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે હેવી ગેમિંગ અને મલ્ટિટાસ્કિંગ માટે ઘણું સારું માનવામાં આવે છે.

આ પણ ખાસ વાંચો : Samsung અને Appleના પ્રીમિયમ ફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ! : રૂ.38,000 સુધીની બચત કરવાની સુવર્ણ તક, જાણો ઓફર

ઓપરેટિંગ સિસ્ટમ

સોફ્ટવેરની દ્રષ્ટિએ આ ત્રણેય ફોન એકદમ લેટેસ્ટ સિસ્ટમ પર કામ કરે છે. Tecno Pova 8 ફોન એન્ડ્રોઇડ 16 પર આધારિત HiOS 16 પર ચાલે છે. Realme 16T 5G ફોન પણ એન્ડ્રોઇડ 16 પર આધારિત Realme UI 7 સોફ્ટવેર સાથે ઉપલબ્ધ છે. જ્યારે OnePlus Nord CE 6 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 પર આધારિત OxygenOS 16 પર કામ કરે છે, જે યુઝર્સને ખૂબ જ સ્મૂધ અને ક્લીન ઇન્ટરફેસનો અનુભવ આપે છે.

કેમેરા સેટઅપ

ફોટોગ્રાફી માટે કેમેરા ખૂબ જ જરૂરી ફીચર છે. Tecno Pova 8માં પાછળના ભાગમાં 50mpનો મુખ્ય કેમેરો છે અને સેલ્ફી માટે 13mpનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. Realme 16T 5Gમાં પાછળ f/1.8 અપર્ચર સાથે 50mpનો મુખ્ય કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 2mpનો મોનોક્રોમ કેમેરો મળે છે, તેમજ સેલ્ફી માટે 16mpનો ફ્રન્ટ કેમેરો છે. OnePlus Nord CE 6 આ સેગમેન્ટમાં શાનદાર છે, તેના પાછળના ભાગમાં f/1.8 અપર્ચર અને OIS (ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન) સાથે 50mpનો મુખ્ય કેમેરો અને 2mpનો મોનોક્રોમ કેમેરો છે. આ સાથે જ સેલ્ફી માટે f/2.0 અપર્ચર ધરાવતો દમદાર 32mpનો ફ્રન્ટ કેમેરો મળે છે.

આ પણ ખાસ વાંચો : Redmi Turbo 5 vs Motorola Edge 70 Pro vs Oppo F33 Pro 5G : જાણો કયો સ્માર્ટફોન છે તમારા માટે પરફેક્ટ

બેટરી અને ચાર્જિંગ સપોર્ટ

બેટરી બેકઅપની બાબતમાં ત્રણેય ફોન ખૂબ જ પાવરફુલ છે કારણ કે ત્રણેય સ્માર્ટફોનમાં મોટી 8,000mAhની બેટરી આપવામાં આવી છે. પરંતુ ચાર્જિંગ સ્પીડમાં ઘણો તફાવત છે. Tecno Pova 8માં 45Wનું ફાસ્ટ ચાર્જિંગ મળે છે. Realme 16T 5Gમાં પણ 45Wનું SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે OnePlus Nord CE 6માં સૌથી ફાસ્ટ 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ અને સાથે 27W રિવર્સ વાયર્ડ ચાર્જિંગનો સપોર્ટ પણ મળે છે, જે આ ફોનને ખૂબ જ ઝડપથી ચાર્જ કરે છે.

અંતિમ તારણ

જો આપણે એકંદર સરખામણી કરીએ તો, જો તમારું બજેટ ₹30,000ની આસપાસ છે અને તમને મોટી બેટરી જોઈએ છે, તો Tecno Pova 8 અને Realme 16T 5G સારા વિકલ્પો છે. પરંતુ જો તમે થોડા વધુ પૈસા ખર્ચી શકો છો, તો OnePlus Nord CE 6માં તમને બેસ્ટ AMOLED ડિસ્પ્લે, શક્તિશાળી Snapdragon પ્રોસેસર, OIS વાળો શાનદાર કેમેરા અને ખૂબ જ ફાસ્ટ 80Wનું ચાર્જિંગ ચાર્જિંગ મળે છે, જે તેને આ ત્રણેયમાં સૌથી બેસ્ટ સ્માર્ટફોન બનાવે છે.

ફીચર

Tecno Pova 8

Realme 16T 5G

OnePlus Nord CE 6

કિંમત (બેઝ વેરિઅન્ટ)

₹29,999

₹29,999

₹33,999

ડિસ્પ્લે

6.76" FHD+ IPS LCD

6.8" LCD

6.78" 1.5K AMOLED

રિઝોલ્યુશન

1080×2344

1570×720

2772×1272

રિફ્રેશ રેટ

144Hz

144Hz

144Hz

પીક બ્રાઇટનેસ

950 Nits

1,200 Nits

પ્રીમિયમ AMOLED પેનલ

પ્રોસેસર

MediaTek Dimensity 7100

MediaTek Dimensity 6300

Snapdragon 7s Gen 4

ઓપરેટિંગ સિસ્ટમ

Android 16 (HiOS 16)

Android 16 (Realme UI 7)

Android 16 (OxygenOS 16)

રિયર કેમેરા

50MP

50MP + 2MP

50MP (OIS) + 2MP

ફ્રન્ટ કેમેરા

13MP

16MP

32MP

બેટરી

8,000mAh

8,000mAh

8,000mAh

ફાસ્ટ ચાર્જિંગ

45W

45W SuperVOOC

80W SuperVOOC

રિવર્સ ચાર્જિંગ

નહીં

નહીં

27W સપોર્ટ

સૌથી મોટી ખાસિયત

શક્તિશાળી Dimensity 7100

બ્રાઇટ ડિસ્પ્લે અને બેલેન્સ્ડ પેકેજ

AMOLED, OIS, 80W ચાર્જિંગ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now