Home Tech/Gadgets Samsung Galaxy S25 Ultra Iphone Air Discount Offers India

Samsung અને Appleના પ્રીમિયમ ફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ! : રૂ.38,000 સુધીની બચત કરવાની સુવર્ણ તક, જાણો ઓફર

Bumper discount on premium smartphones
Published by: Aryan Shah
Last Updated: Jun 19, 2026, 07:54 AM IST

Bumper discount on premium smartphones : જો તમે નવો અને પાવરફુલ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક શાનદાર તક આવી ગઈ છે. સેમસંગ અને એપલના પ્રીમિયમ ફોન પર હાલમાં ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર આ ધમાકેદાર ડીલ્સ લાઈવ થઈ ગઈ છે, જ્યાં તમે હજારો રૂપિયાની સીધી બચત કરી શકો છો.

સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા પર મોટી બચત

સેમસંગના સૌથી લોકપ્રિય અને શક્તિશાળી ફોન Galaxy S25 Ultraની કિંમતમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો છે. મોબાઇલ ફોનની સતત વધતી કિંમતો વચ્ચે આ પ્રીમિયમ ફોન પર રૂ.35,000થી વધુનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે તમારા જૂના ફોનને અપગ્રેડ કરવા માંગો છો, તો આ સોદો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગયા વર્ષે લોન્ચ થયેલો આ ફોન તેના અદભુત ફીચર્સને કારણે આજે પણ ફ્લેગશિપ કેટેગરીમાં ધૂમ મચાવી રહ્યો છે.

આ પણ ખાસ વાંચો : Redmi Turbo 5 vs Motorola Edge 70 Pro vs Oppo F33 Pro 5G : જાણો કયો સ્માર્ટફોન છે તમારા માટે પરફેક્ટ

ગેલેક્સી S25 અલ્ટ્રાના શાનદાર ફીચર્સ

આ સ્માર્ટફોનમાં 6.9-ઇંચની QHD+ ડાયનેમિક AMOLED 2X સ્ક્રીન આપવામાં આવી છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આનાથી ગેમિંગ અને સોશિયલ મીડિયા સ્ક્રોલિંગનો અનુભવ ખૂબ જ સ્મૂધ બને છે. ફોનમાં ક્વોલકોમનું પાવરફુલ સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ છે, જે 12GB RAM સાથે જોડાયેલ છે. ફોટોગ્રાફીના શોખીનો માટે ફોનના પાછળના ભાગમાં 200mpનો મુખ્ય કેમેરો, 50mpનો અલ્ટ્રાવાઇડ લેન્સ, 50mpનો ટેલિફોટો સેન્સર અને 10mpનો વધારાનો કેમેરો મળે છે. સેલ્ફી માટે આગળ 12mpનો કેમેરો છે અને આ આખો ફોન 5,000mAhની પાવરફુલ બેટરી તેમજ 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

આ પણ ખાસ વાંચો : ₹40 હજારની રેન્જમાં સૌથી બેસ્ટ સ્માર્ટફોન કયો? : Redmi, iQOO અને OnePlus ના લેટેસ્ટ સ્માર્ટફોન વચ્ચે જબરદસ્ત મુકાબલો

એમેઝોન પર મળી રહી છે આકર્ષક કિંમત

જ્યારે ગેલેક્સી S25 અલ્ટ્રા લોન્ચ થયો હતો, ત્યારે તેની શરૂઆતની કિંમત રૂ.1,29,999 હતી. પરંતુ અત્યારે એમેઝોન પર તેનું ટાઇટેનિયમ ગ્રે (12GB+256GB) વેરિઅન્ટ માત્ર રૂ.94,479માં લિસ્ટેડ છે. આ ફ્લેટ ડિસ્કાઉન્ટ ઉપરાંત એમેઝોન ગ્રાહકોને રૂ.2,834નું વધારાનું કેશબેક પણ ઓફર કરી રહ્યું છે. આ કેશબેક બાદ ફોનની અસરકારક કિંમત માત્ર રૂ.91,644 થઈ જાય છે. આમ, તમે આ ડીલ દ્વારા કુલ રૂ.38,000થી વધુની મોટી બચત કરી શકો છો.

આ પણ ખાસ વાંચો : OnePlus 15Rનું નવું વેરિઅન્ટ થયું લોન્ચ : જાણો નવા 16GB RAM મોડલમાં શું છે ખાસ


આઇફોન એર ખરીદવાની પણ ઉત્તમ તક

જો તમે એન્ડ્રોઇડ ફોનને બદલે આઇફોન ખરીદવાના શોખીન છો, તો તમારા માટે પણ એક સારા સમાચાર છે. એપલનું સૌથી પાતળું અને પ્રીમિયમ મોડેલ આઇફોન એર (iPhone Air) હાલમાં ફ્લિપકાર્ટ પર ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ છે. ભારતમાં રૂ.1,19,900ની કિંમતે લોન્ચ થયેલો iPhone Air અત્યારે ફ્લિપકાર્ટ પર રૂ.99,900માં લિસ્ટેડ છે.

આઇફોન પર બેંક ઓફર્સનો ડબલ ફાયદો

ફ્લિપકાર્ટ પર મળતા ફ્લેટ ડિસ્કાઉન્ટ સિવાય, ગ્રાહકોને આ ફોન પર રૂ.6,000ની બેંક ઓફર અને રૂ.3,000નું વધારાનું કેશબેક પણ મળી રહ્યું છે. જો તમે આ તમામ ઓફર્સ અને ડિસ્કાઉન્ટનો એકસાથે લાભ લો છો, તો તમે આઇફોન એર પર લગભગ રૂ.29,000ની મોટી બચત કરી શકો છો. આ શાનદાર ઓફર્સ મર્યાદિત સમય માટે હોઈ શકે છે, તેથી મોડું કર્યા વગર તમારી પસંદગીનો ફોન આજે જ ઓર્ડર કરો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now