Home Tech/Gadgets Samsung Galaxy S25 Big Discount Flipkart Offer

Samsung Galaxy S25 પર જોરદાર ડિસ્કાઉન્ટ : હવે માત્ર આટલી ઓછી કિંમતમાં ખરીદી શકશો ફ્લેગશિપ ફોન

Samsung Galaxy S25, Samsung Smartphone
Published by: Vishal Dave
Last Updated: May 29, 2026, 05:00 PM IST

જો તમે પ્રીમિયમ લુક, શક્તિશાળી Performance અને Flagship Features ધરાવતો Smartphone ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ તમારા માટે મોટી તક બની શકે છે. Samsungના Flagship Smartphone Galaxy S25 પર હાલમાં ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે. Flipkart પર ચાલી રહેલી ઓફરમાં ગ્રાહકો આ ફોન પર 24 હજાર રૂપિયાથી વધુની સીધી છૂટ મેળવી શકે છે. ખાસ વાત એ છે કે Bank Offer અને Cashback સાથે આ ફોનની અસરકારક કિંમત વધુ ઓછી થઈ જાય છે. Camera Setupથી લઈને Processor અને Display સુધી Galaxy S25 દરેક મામલે Premium અનુભવ આપે છે.

Samsung Galaxy S25માં કંપનીએ 6.2 ઇંચનું AMOLED Display આપ્યું છે, જે 120Hz Refresh Rateને સપોર્ટ કરે છે. આ Display 2600 Nits Peak Brightness સાથે આવે છે, જેના કારણે તેજ ધુપમાં પણ Screen સ્પષ્ટ દેખાય છે. Gaming, Video Streaming અને Social Media Browsing માટે આ Display ખૂબ Smooth અનુભવ આપે છે.

Performanceની વાત કરીએ તો Galaxy S25માં Qualcommનું શક્તિશાળી Snapdragon 8 Elite Chipset આપવામાં આવ્યું છે. આ Processor સાથે 12GB RAM અને 512GB Internal Storage આપવામાં આવી છે, જેના કારણે Multitasking અને Heavy Gaming દરમિયાન પણ Phone Smooth રીતે કામ કરે છે. High-end Performance ઇચ્છતા Users માટે આ Smartphone ખાસ આકર્ષક બની શકે છે.

Battery વિભાગમાં કંપનીએ 4000mAh Battery આપી છે. આ ફોન 25W Fast Chargingને સપોર્ટ કરે છે તેમજ Wireless Chargingની સુવિધા પણ ઉપલબ્ધ છે. રોજિંદા ઉપયોગ દરમિયાન Battery Backup સારો અનુભવ આપે છે અને Fast Chargingને કારણે ફોન ઝડપથી Charge થઈ જાય છે.

Photography માટે Galaxy S25માં Triple Rear Camera Setup આપવામાં આવ્યો છે. તેમાં 50MP Primary Camera, 12MP Ultra Wide Lens અને 10MP Telephoto Sensor સામેલ છે. Daylight Photographyથી લઈને Portrait અને Zoom Shots સુધી Camera સારો Output આપે છે. Selfie અને Video Calling માટે ફોનમાં 12MP Front Camera આપવામાં આવ્યો છે.

હવે સૌથી મહત્વની વાત એટલે તેની કિંમત. Samsung Galaxy S25ને ભારતમાં 80,999 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં Flipkart પર આ ફોન ભારે ડિસ્કાઉન્ટ સાથે 56,999 રૂપિયામાં List થયો છે. એટલે કે સીધા લગભગ 24 હજાર રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે.

તે ઉપરાંત કેટલીક Bank Cards પર વધારાના લગભગ 2,850 રૂપિયાનાં Discount અથવા Cashback Offer પણ ઉપલબ્ધ છે. આ તમામ ઓફર બાદ ગ્રાહકો આ Flagship Smartphoneને લગભગ 55 હજાર રૂપિયાથી પણ ઓછી અસરકારક કિંમતે ખરીદી શકે છે. Premium Segmentમાં આ કિંમત ઘણા લોકો માટે આકર્ષક બની શકે છે.

આ ઓફર ખાસ કરીને એવા Users માટે મહત્વપૂર્ણ બની શકે છે જે લાંબા સમયથી Samsungના Flagship Phone ખરીદવાની રાહ જોઈ રહ્યા હતા. Premium Camera, Powerful Processor અને AMOLED Display સાથે હવે Galaxy S25 વધુ Value for Money Deal તરીકે સામે આવી રહ્યો છે.

Samsung સિવાય Google Pixel 10 5G પર પણ હાલમાં સારી છૂટ આપવામાં આવી રહી છે. Googleએ Pixel 10 5Gને ભારતમાં 79,999 રૂપિયામાં લોન્ચ કર્યો હતો, પરંતુ હવે Amazon પર આ ફોન લગભગ 65,530 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેની સાથે કેટલાક Bank Offers અને Cashback મળીને ગ્રાહકોને લગભગ 2 હજાર રૂપિયાનો વધારાનો ફાયદો મળી શકે છે.

આ રીતે કુલ Discount બાદ Pixel 10 5Gની અસરકારક કિંમત લગભગ 64 હજાર રૂપિયાથી ઓછી થઈ શકે છે. Pixel Series ખાસ કરીને તેના Clean Android Experience અને Camera Performance માટે જાણીતી છે. તેથી Premium Android Smartphone ખરીદવા ઈચ્છતા ગ્રાહકો માટે આ બંને Smartphones હાલમાં આકર્ષક વિકલ્પ બની શકે છે.

ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં Premium Smartphone Segmentમાં ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. Samsung, Google અને અન્ય Brands હવે ગ્રાહકોને આકર્ષવા માટે Flagship Phones પર મોટી છૂટ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે નવો High-end Smartphone ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો આ ઓફર્સ તમારા માટે સારો મોકો બની શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now