Vivo : સ્માર્ટફોન માર્કેટમાં અવનવા પ્રયોગો થતાં રહે છે, પરંતુ Vivo કંપનીએ આ વખતે કંઈક એવું કર્યું છે જે યુઝર્સને ચોંકાવી દેશે. કંપનીએ સત્તાવાર રીતે પોતાનો પાવરફુલ સ્માર્ટફોન Vivo Y600 Turbo લોન્ચ કરી દીધો છે. આ ફોનને ખાસ કરીને એવા યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમને વારંવાર ફોન ચાર્જ કરવો ગમતો નથી અને જેઓ હેવી પરફોર્મન્સ ઈચ્છે છે. ટ્રેન્ડિંગ ફીચર્સ અને શાનદાર લુક સાથે આવેલો આ ફોન મિડ-રેન્જ બજેટમાં એક નવો બેન્ચમાર્ક સેટ કરવા માટે તૈયાર છે. જાણો Vivo ના આ સ્માર્ટફોનની કિંમતથી લઈને તેના દમદાર અને પ્રીમિયમ ફીચર્સ વિશેની સંપૂર્ણ માહિતી.
ફોનની કિંમત અને કલર ઓપ્શન્સ
Vivo Y600 Turbo સ્માર્ટફોનને હાલમાં ચીનના માર્કેટમાં રજૂ કરવામાં આવ્યો છે અને તેને ટૂંક સમયમાં ગ્લોબલ માર્કેટમાં પણ લોન્ચ કરવામાં આવી શકે છે. કિંમતની વાત કરીએ તો કંપનીએ તેને ત્રણ અલગ-અલગ સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉતાર્યો છે:
8GB રેમ+256GB સ્ટોરેજ (બેઝ વેરિઅન્ટ) : 2299 યુઆન (આશરે ₹32,500)
12GB રેમ+256GB સ્ટોરેજ (મિડ વેરિઅન્ટ) : 2599 યુઆન (આશરે ₹36,500)
12GB રેમ+512GB સ્ટોરેજ (ટોપ વેરિઅન્ટ) : 2899 યુઆન (આશરે ₹40,500)
લુક અને સ્ટાઇલની બાબતમાં પણ કંપનીએ આ ફોનને પ્રીમિયમ ફીલ આપી છે. આ ફોન ત્રણ આકર્ષક કલર્સ - Dune Gold, Electric Blue અને Millennium Pink માં ખરીદી માટે ઉપલબ્ધ છે, જેને કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી ખરીદી શકાશે.
સિનેમેટિક એક્સપિરિયન્સ આપશે આ શાનદાર ડિસ્પ્લે
ડિસ્પ્લેની બાબતમાં આ ફોન ખૂબ જ આગળ છે. Vivo Y600 Turbo માં 6.83 ઇંચની મોટી AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે યુઝર્સને વીડિયો જોવાનો કે ગેમિંગ કરવાનો અદભુત એક્સપિરિયન્સ આપશે. આ સ્ક્રીન 1.5K રિઝોલ્યુશન (2800×1260 પિક્સેલ) ને સપોર્ટ કરે છે, જેના કારણે દરેક ફોટો અને વીડિયો એકદમ ક્રિસ્ટલ ક્લિયર અને લાઇવ દેખાય છે. સ્મૂથ સ્ક્રોલિંગ માટે તેમાં 120Hz નો રિફ્રેશ રેટ છે જે ગેમિંગ દરમિયાન ઘણો મદદરૂપ બને છે. આ સિવાય, તેમાં 5000 નિટ્સની પીક બ્રાઇટનેસ આપવામાં આવી છે, જેની મદદથી ભરતડકામાં બહાર ઊભા રહીને પણ સ્ક્રીન એકદમ ક્લિયર દેખાશે. આંખોની સુરક્ષા માટે આ ફોનમાં 4320Hz હાઇ-ફ્રિકવન્સી PWM ડિમિંગ સપોર્ટ છે, જે રાત્રે અંધારામાં ફોન વાપરતી વખતે આંખોને નુકસાન થવા દેતી નથી.
પાવરફુલ પ્રોસેસર અને લેટેસ્ટ સોફ્ટવેર
આ ફોનની અંદર પરફોર્મન્સને સુપરફાસ્ટ અને લેગ-ફ્રી બનાવવા માટે Snapdragon 7s Gen 4 ચિપસેટ લગાવવામાં આવી છે. આ પ્રોસેસર લેટેસ્ટ 4nm આર્કિટેક્ચર પર બનેલું છે, જે પાવરફુલ હોવાની સાથે-સાથે બેટરીનો વપરાશ પણ ખૂબ ઓછો કરે છે. હેવી ગેમિંગ અને એડિટિંગ જેવા કામો માટે આમાં Adreno 810 GPU ગ્રાફિક્સ કાર્ડ આપવામાં આવ્યું છે, જે હાઇ-ગ્રાફિક્સ ગેમ્સને પણ સરળતાથી ચલાવી શકે છે. ફોનમાં 12GB સુધીની દમદાર રેમ અને 512GB સુધીનું વિશાળ સ્ટોરેજ મળે છે, જેથી ફોન હેંગ થવાની કે સ્પેસ ફૂલ થવાની કોઈ ચિંતા રહેશે નહીં. સોફ્ટવેરની વાત કરીએ તો, આ ફોન આઉટ-ઓફ-ધ-બોક્સ લેટેસ્ટ એન્ડ્રોઇડ 16 પર બેસ્ડ OriginOS 6 પર રન કરે છે, જે યુઝર્સને એકદમ નવો, સેફ અને સ્મૂથ યુઝર ઇન્ટરફેસ આપે છે.
Vivo એ લોન્ચ કર્યો 10,200mAh બેટરી વાળો સ્માર્ટફોન!: પ્રીમિયમ ડિઝાઇન અને Dimensity 7300e ચિપસેટ સાથે Vivo નો નવો ધડાકો
ફોટોગ્રાફી માટે બેસ્ટ કેમેરા સેટઅપ
કેમેરા પ્રેમીઓ માટે પણ Vivo Y600 Turbo માં મોડર્ન ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. આ ફોનની પાછળની તરફ ડ્યુઅલ કેમેરા સેટઅપ છે, જેમાં 50mp નો મુખ્ય કેમેરો આપવામાં આવ્યો છે. આ મુખ્ય કેમેરાની મદદથી તમે દિવસ કે રાત્રિના સમયે ખૂબ જ શાર્પ અને વાઇબ્રન્ટ ફોટા પાડી શકો છો. તેની સાથે પોટ્રેટ ફોટામાં બેકગ્રાઉન્ડને પ્રોફેશનલ લુક આપવા માટે 2mp નો ડેપ્થ સેન્સર પણ ઉપલબ્ધ છે. સેલ્ફી અને હાઇ-ક્વોલિટી વીડિયો કોલિંગ માટે આગળની તરફ 8mp નો ફ્રન્ટ કેમેરો છે. સૌથી સારી વાત એ છે કે, બંને કેમેરામાં EIS (Electronic Image Stabilization) નો સપોર્ટ છે, જે ચાલતા-ચાલતા કે બાઇક પર વીડિયો શૂટ કરતી વખતે પણ વીડિયોને ધ્રૂજવા (shake થવા) દેતો નથી. તમે આના રિયર કેમેરાથી 4K ક્વોલિટીમાં પ્રોફેશનલ વીડિયો રેકોર્ડિંગ પણ કરી શકો છો.
9020mAh ની અત્યાર સુધીની સૌથી મોટી બેટરી
આ સ્માર્ટફોનનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ અને આકર્ષણનું કેન્દ્ર તેની 9020mAh ની વિશાળ બેટરી છે. સામાન્ય રીતે આજના સ્માર્ટફોનમાં 5000mAh ની બેટરી જોવા મળે છે, પરંતુ Vivo એ આ મિડ-રેન્જ ફોનમાં ડબલ કરતાં પણ વધુ પાવર આપ્યો છે. કંપનીનો દાવો છે કે, આ બેટરી એકવાર ફૂલ ચાર્જ થયા પછી સામાન્ય વપરાશમાં 2 થી 3 દિવસ સુધી આરામથી ચાલી શકે છે. આટલું જ નહીં, 1200 ચાર્જિંગ સાયકલ પૂર્ણ કર્યા બાદ પણ આ બેટરી 80 ટકા જેટલી હેલ્થ જાળવી રાખવા માટે સક્ષમ છે, એટલે કે વર્ષો સુધી બેટરી બેકઅપ ઓછો થવાનો ડર રહેશે નહીં. આટલી મોટી બેટરીને ઝડપથી ચાર્જ કરવા માટે બોક્સમાં 90W નું વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે, જે થોડી જ મિનિટોમાં ફોનને ચાર્જ કરી દે છે.
કનેક્ટિવિટી, મજબૂતાઈ અને અન્ય ખાસ ફીચર્સ
કનેક્ટિવિટી માટે આ ફોન સુપરફાસ્ટ 5G, Wi-Fi 6, બ્લૂટૂથ 5.2 અને NFC ને સપોર્ટ કરે છે, જેથી હાઇ-સ્પીડ ઇન્ટરનેટ ડાઉનલોડિંગ અને ઓનલાઇન પેમેન્ટ સેકન્ડોમાં થઈ જશે. ફોનની સુરક્ષા માટે સ્ક્રીનની અંદર જ ફાસ્ટ ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. આ ફોન પાણી અને ધૂળથી બિલકુલ ખરાબ ન થાય તે માટે તેને IP68 અને IP69 રેટિંગ મળેલું છે, જે દર્શાવે છે કે ફોન પાણીના જોરદાર પ્રેશર અથવા તો સ્વિમિંગ પૂલમાં પણ સુરક્ષિત રહી શકે છે. આ ફોનમાં 'રિવર્સ વાયર્ડ ચાર્જિંગ' ફીચર પણ છે, એટલે કે તમે આ ફોનનો ઉપયોગ એક પાવર બેંક તરીકે કરીને ડેટા કેબલ વડે બીજા કોઈ પણ ફોનને પણ ચાર્જ કરી શકો છો. આટલી વિશાળ બેટરી હોવા છતાં કંપનીએ તેની ડિઝાઇન એકદમ સ્લિમ રાખી છે, જેની જાડાઈ માત્ર 8.29mm અને વજન 215 ગ્રામ છે, જેથી ખિસ્સામાં કે હાથમાં પકડવામાં ફોન બહુ ભારે નહીં લાગે.





