Home Tech/Gadgets Oneplus Nord 6 Vs Nord 5 Which Will Get The Major Upgrade

OnePlus Nord 6 vs Nord 5; શું મળશે મોટા અપગ્રેડ? : જાણો બેટરી, પરફોર્મન્સ અને કેમેરામાં કેટલો તફાવત જોવા મળશે

OnePlus Nord 6 and Nord 5
Published by: Aryan Shah
Last Updated: Apr 01, 2026, 12:39 PM IST

OnePlus Nord 6 vs OnePlus Nord 5 : સ્માર્ટફોન માર્કેટમાં OnePlus ની Nord સિરીઝ હંમેશા ચર્ચામાં રહે છે. OnePlus Nord 5 ની સફળતા બાદ હવે કંપની 7 એપ્રિલ 2026 ના રોજ પોતાનો નવો સ્માર્ટફોન OnePlus Nord 6 લોન્ચ કરવા જઈ રહી છે. Nord 5 એ 35,000 ના બજેટ સેગમેન્ટમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી, ત્યારે હવે પ્રશ્ન એ છે કે, શું નવો Nord 6 આ લોકપ્રિયતાને આગળ વધારો શકશે? જાણો આ બંને સ્માર્ટફોન વચ્ચેના મોટા તફાવત વિશેની સંપૂર્ણ માહિતી.

શ્રેષ્ઠ પરફોર્મન્સ

OnePlus Nord 6 માં લેટેસ્ટ Snapdragon 8s Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જો તમે 35,000 થી 45,000 ની રેન્જમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ શોધી રહ્યા છો, તો આ પ્રોસેસર માર્કેટમાં અત્યારે ટોપ પર છે. Nord 5 ના Snapdragon 8s Gen 3 ની સરખામણીમાં આ નવો સ્માર્ટફોન ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગમાં ઘણો સ્મૂધ એક્સપિરિયન્સ આપશે.

સૌથી પાવરફુલ બેટરી

આ ફોનનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ તેની 9000mAh ની વિશાળ બેટરી છે. Nord સિરીઝમાં અત્યાર સુધીની આ સૌથી મોટી બેટરી છે. આ ફીચર Nord 6 ને તેના પુરોગામી Nord 5 અને માર્કેટના અન્ય ફોન કરતાં ઘણો આગળ રાખે છે. લાંબો સમય ચાલતી બેટરી આ ફોનનું મુખ્ય આકર્ષણ બનશે.

ડિઝાઇન અને લુક

ડિઝાઇનના મામલે Nord 5 ઘણો કોમ્પેક્ટ અને મજબૂત ફોન છે. જોકે, Nord 6 માં મોટી બેટરી હોવાથી તે વજનમાં થોડો ભારે હોઈ શકે છે, પણ તેની મેટ ફિનિશ અને વિસ્તૃત કેમેરા બાર તેને પ્રીમિયમ લુક આપે છે. હાથમાં પકડતી વખતે આ ફોન વધુ સારી ગ્રીપ અને પ્રીમિયમ ફીલ આપી શકે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)

આજના સમયમાં માત્ર હાર્ડવેર જ નહીં, પણ સોફ્ટવેર પણ મહત્વનું છે. Nord 6 માં એડવાન્સ AI ફીચર્સ અને Android 16 આપવામાં આવ્યું છે. આ AI અપગ્રેડને કારણે ફોનની સિક્યોરિટી, કેમેરા ક્વોલિટી અને બેટરી મેનેજમેન્ટ વધુ સ્માર્ટ અને કાર્યક્ષમ બનશે.

કેમેરામાં કોણ ચડિયાતું?

જો તમે ફોટોગ્રાફીના શોખીન છો, તો Nord 5 હજુ પણ એક મજબૂત ઓપ્શન છે. Nord 5 માં 50MP નો સેલ્ફી કેમેરો અને પાછળ ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે, જ્યારે Nord 6 માં સેલ્ફી કેમેરા 16MP અને પાછળ ડ્યુઅલ કેમેરાની શક્યતા છે. તેથી કેમેરાના મામલે Nord 5 હજુ પણ Nord 6 કરતાં ઘણો આગળ છે.

આ પણ ખાસ વાંચો : આ તારીખે લોન્ચ થશે OnePlus Nord 6! : હાઇ-એન્ડ ગેમિંગથી લઈને દમદાર બેટરી સુધી, જાણો કિંમત અને ફીચર્સ

ઝડપી સરખામણી

ફીચર્સ

OnePlus Nord 6 (અપેક્ષિત)

OnePlus Nord 5

બેટરી

9000mAh

6800mAh

પ્રોસેસર

Snapdragon 8s Gen 4

Snapdragon 8s Gen 3

કેમેરા (Rear)

50MP+8MP

50MP+50MP+8MP

ફ્રન્ટ કેમેરા

16MP

50MP

OS

Android 16

Android 15

અંતિમ નિર્ણય

જો તમારી પ્રાથમિકતા ગેમિંગ, દમદાર બેટરી અને નવું સોફ્ટવેર છે, તો OnePlus Nord 6 તમારા માટે બેસ્ટ છે. પરંતુ જો તમે સારા કેમેરા અને ઓછા બજેટમાં (30,000 ની આસપાસ) ફોન લેવા ઈચ્છો છો, તો OnePlus Nord 5 એક સસ્તો અને શ્રેષ્ઠ ઓપ્શન સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Samsung નો ફ્લેગશિપ ફોન થયો ₹16,000 સસ્તો!
શું તમે જૂનો ફોન વેચી દીધો?
હવે AI તમારા માટે કરશે ભવિષ્યવાણી!
આ તારીખે લોન્ચ થશે OnePlus Nord 6!