Home Tech/Gadgets Oneplus Nord 6 Will Be Launched On This Date

આ તારીખે લોન્ચ થશે OnePlus Nord 6! : હાઇ-એન્ડ ગેમિંગથી લઈને દમદાર બેટરી સુધી, જાણો કિંમત અને ફીચર્સ

OnePlus Nord 6
Published by: Aryan Shah
Last Updated: Mar 31, 2026, 10:36 AM IST

OnePlus Nord 6 : OnePlus Nord 6 ને લઈને બજારમાં ઘણી ચર્ચા ચાલી રહી છે, અને હવે તેની લોન્ચ તારીખ કન્ફર્મ થઈ ગઈ છે. આ સ્માર્ટફોન ભારતમાં 7 એપ્રિલ, 2026 ના રોજ સાંજે 7 વાગ્યે લોન્ચ થશે. કંપની આ ઇવેન્ટને તેની સત્તાવાર YouTube ચેનલ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ સ્ટ્રીમ કરે તેવી અપેક્ષા છે. લોન્ચ પહેલા ફોનની કિંમત અને ફીચર્સ અંગે ઘણી માહિતી પહેલાથી જ સામે આવી છે.

OnePlus Nord 6 ફીચર્સ

પુષ્ટિ થયેલ ફીચર્સની વાત કરીએ તો, OnePlus Nord 6 માં 9000mAh ની મોટી બેટરી હશે, જે આ સેગમેન્ટમાં ઘણી મોટી માનવામાં આવે છે. ચાર્જિંગ આઉટપુટ વિગતો હજુ ઉપલબ્ધ નથી, પરંતુ કંપનીનો દાવો છે કે, સ્માર્ટફોન સંપૂર્ણ ચાર્જ પર 2.5 દિવસ સુધીનું બૅટરી બેકઅપ આપશે. OnePlus Nord 6 માં Qualcomm Snapdragon 8s Gen 4 પ્રોસેસર મળશે, જે હાઇ-એન્ડ પરફોર્મન્સ અને ગેમિંગ માટે જાણીતું છે. કંપનીના જણાવ્યા અનુસાર આ ફોનમાં સળંગ 6 કલાક સુધી સ્મૂધ મલ્ટીટાસ્કીંગ કરી શકાશે. વધુમાં, ફોન 165 FPS પર ગેમિંગ કરવા સક્ષમ હશે, નોંધનીય છે કે આ FPS પસંદગીની ગેમમાં જ લાગુ પડશે. વધુ સારી ગેમિંગ માટે, ફોનમાં Touch Reflex ચિપ અને 6-axis કન્સોલ કંટ્રોલર જાયરો સામેલ છે. ચિપસેટ LPDDR5X RAM અને UFS 4.1 સ્ટોરેજ પ્રકાર સાથે જોડાયેલ છે.

OnePlus Nord 6 નું કેમેરા સેટઅપ અને IP રેટિંગ

કેમેરાની વાત કરીએ તો, ફોનમાં 50mp નો સોની મુખ્ય કેમેરો (OIS સાથે) હશે. સેલ્ફી અને વીડિયો કોલ માટે 32mp નો ફ્રન્ટ કેમેરો પણ અપેક્ષિત છે. ફોનમાં IP66/68/69K પાણી અને ધૂળથી પ્રોટેક્શન આપશે. કંપની 6 વર્ષના સોફ્ટવેર અપડેટ્સ અને આજીવન ડિસ્પ્લે ગેરંટીનું વચન આપી રહી છે. સારી નેટવર્ક કનેક્ટિવિટી માટે, ફોનમાં "Range Rocket" નામની સમર્પિત Wi-Fi ચિપ આપવામાં આવશે.

OnePlus Nord 6 ના રિપોર્ટ્સ

OnePlus Nord 6 માં 165Hz રિફ્રેશ રેટ સાથે 6.78-ઇંચની 1.5K OLED પેનલ હોવાની અપેક્ષા છે. રિપોર્ટ્સ પણ સૂચવે છે કે, ફોનના રીઅર કેમેરા સેટઅપમાં 2mp નો સેકન્ડરી કેમેરો સામેલ હશે. ઘણા અહેવાલમાં પુષ્ટિ કરવામાં આવી છે કે, આ ફોનમાં IR સેન્સર સામેલ હશે. હાલના અમુક રિપોર્ટ્સ સૂચવે છે કે, OnePlus Nord 6 ભારતમાં લગભગ ₹35,000 ની રેન્જમાં લોન્ચ થઈ શકે છે. જોકે, કંપની દ્વારા હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ ફોન એમેઝોન ઇન્ડિયા, OnePlus ની વેબસાઇટ અને ઑફલાઇન સ્ટોર્સ દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ થશે, જ્યાં તેની માઇક્રોસાઇટ પહેલેથી જ લાઇવ છે. OnePlus Nord 6 ભારતમાં 7 એપ્રિલે સાંજે 7 વાગ્યે લોન્ચ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
PM Modi Gujarat Visit; ટેક્નોલોજી હબ બનશે ગુજરાત
50,000 માં Samsung, Vivo અને OnePlus ના ફોનમાંથી કયો ફોન ખરીદવો જોઈએ?
3 વર્ષથી AI સાથે રિલેશનમાં વ્યક્તિ
ગરમીમાં રાહત અને બિલમાં બચત