Latest Smartphone : Realme એ હાલમાં ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન, Realme 16 5G લોન્ચ કર્યો છે, જે Vivo V60e અને OnePlus Nord 5 સાથે કોમ્પિટિશન કરે છે. Realme 16 5G માં MediaTek Dimensity 6400 Turbo પ્રોસેસર છે, જ્યારે Vivo V60e માં MediaTek Dimensity 7360 Turbo પ્રોસેસર આપવામાં આવ્યું છે. OnePlus Nord 5 માં ઓક્ટા-કોર Qualcomm Snapdragon 8s Gen 3 પ્રોસેસર સામેલ છે. જાણો Realme 16 5G, Vivo V60e અને OnePlus Nord 5 ની કિંમત, ફીચર્સ, ડિસ્પ્લે અને કેમેરા સેટઅપ વિશેની સંપૂર્ણ માહિતી.
Realme 16 5G vs Vivo V60e vs OnePlus Nord 5
કિંમત અને સ્ટોરેજ
Realme 16 5G ની કિંમત 8GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹31,999 અને 8GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹33,999 છે.
Vivo V60e ની કિંમત 8GB/128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹31,999 અને 8GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹33,999 છે.
OnePlus Nord 5 ની કિંમત 8GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹33,999 અને 12GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹36,999 છે.
ડિસ્પ્લે અને રિઝોલ્યુશન
Realme 16 5G માં 6.5-ઇંચની AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2372x1080 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 4,200 nits પીક બ્રાઇટનેસ છે.
Vivo V60e માં 6.77-ઇંચની ક્વાડ-કર્વ્ડ AMOLED ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 2392x1080 પિક્સેલ, 120Hz રિફ્રેશ રેટ અને 1600 nits પીક બ્રાઇટનેસ છે.
OnePlus Nord 5 માં 6.83-ઇંચની Full HD+ AMOLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 2800x1272 પિક્સેલ, 144Hz રિફ્રેશ રેટ અને 1800 nits પીક બ્રાઇટનેસ છે.
પ્રોસેસર
Realme 16 5G માં MediaTek Dimensity 6400 Turbo પ્રોસેસર છે.
Vivo V60e માં MediaTek Dimensity 7360 Turbo પ્રોસેસર આપવામાં આવ્યું છે.
OnePlus Nord 5 માં ઓક્ટા-કોર Qualcomm Snapdragon 8s Gen 3 પ્રોસેસર છે.
ઓપરેટિંગ સિસ્ટમ
Realme 16 5G, Android 16 પર બેસ્ડ Realme UI 7.0 પર ચાલે છે.
Vivo V60e, Android 15 પર બેસ્ડ FuntouchOS 15 પર ચાલે છે.
OnePlus Nord 5, Android 15 પર બેસ્ડ OxygenOS 15 પર ચાલે છે.
કેમેરા સેટઅપ
Realme 16 5G માં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.4 અપર્ચર સાથે 2mp નો બીજો કેમેરો છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલ માટે f/2.4 અપર્ચર સાથે 50mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
Vivo V60e માં f/1.88 અપર્ચર, OIS સપોર્ટ અને 30x ઝૂમ સાથે 200mp નો મુખ્ય કેમેરો છે, સાથે f/2.2 અપર્ચર સાથે 8mp નો અલ્ટ્રાવાઇડ-એંગલ કેમેરો પણ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે f/2.0 અપર્ચર સાથે 50mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
OnePlus Nord 5 માં f/1.8 અપર્ચર અને OIS સપોર્ટ સાથે 50mp નો મુખ્ય કેમેરો અને f/2.2 અપર્ચર સાથે 8mp નો અલ્ટ્રાવાઇડ-એંગલ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે f/2.0 અપર્ચર સાથે 50mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ પણ ખાસ વાંચો : OnePlus Nord 6 vs Nord 5; શું મળશે મોટા અપગ્રેડ? : જાણો બેટરી, પરફોર્મન્સ અને કેમેરામાં કેટલો તફાવત જોવા મળશે
કનેક્ટિવિટી ઓપ્શન
Realme 16 5G માં 5G, બ્લૂટૂથ 5.3, 4G LTE, GPS, Wi-Fi 6 અને USB Type-C પોર્ટ છે.
Vivo V60e માં 5G, બ્લૂટૂથ 5.4, Wi-Fi, GPS, NFC, IR બ્લાસ્ટર અને Type-C 3.0 પોર્ટ છે.
OnePlus Nord 5 માં 5G, ડ્યુઅલ-સિમ, NFC, Wi-Fi 6, Bluetooth 5.4 અને GPS છે.
બેટરી બેકઅપ
Realme 16 5G માં 60W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 7,000mAh બેટરી છે.
Vivo V60e માં 90W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 6,500mAh બેટરી છે.
OnePlus Nord 5 માં 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 6,800mAh બેટરી છે.





