Vivo Launches Vivo V60e In India: ઓગસ્ટમાં લોન્ચ થયેલા Vivo V60 ના 3 મહિના પછી, ચીની ટેક જાયન્ટ, Vivo એ તેની ‘V’ સીરિઝમાં નવો સ્માર્ટફોન Vivo V60e ને રજૂ કર્યો છે. ટેક જાયન્ટ દાવો કરે છે કે, આ સ્માર્ટફોન પાવરફૂલ બેટરી, શાનદાર ડિઝાઇન, કેટલાક દમદાર કેમેરા અને ઘણા ફીચર્સ સાથે આવે છે. આ નવું ડિવાઇસ મિડ-રેન્જ સેગમેન્ટમાં ઉત્તમ કેમેરા ક્ષમતા અને મજબૂત બેટરી પ્રદાન કરે છે. Vivo V60e ની કિંમત, કેમેરા સેટઅપ, ડિસ્પ્લે, પ્રોસેસર, બેટરી અને કલર ઓપ્શન વિશેની માહિતી જાણો.
Vivo V60e ડિસ્પ્લે, પ્રોસેસર, અને બેટરી
Vivo V60e માં 6.77 ઇંચની FHD+ AMOLED quad-curved ડિસ્પ્લે છે જેનો રિફ્રેશ રેટ 120Hz અને પીક બ્રાઇટનેસ 1600 nits છે. Vivo V60e 4nm પ્રક્રિયા પર બનેલ MediaTek Dimensity 7360 ટર્બો ચિપસેટ દ્વારા સંચાલિત છે. આ સ્માર્ટફોન 8GB LPDDR4X RAM અને 128GB UFS 3.1 સ્ટોરેજ સાથે જોડાયેલ છે. વધુમાં, આ ફોનમાં 6500mAh ની વિશાળ બેટરી સાથે 90W ના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને ફોન Android 15 પર આધારિત FunTouchOS 15 પર કાર્ય કરે છે.
Vivo V60e કેમેરા અને કલર ઓપ્શન
Vivo ની V સીરિઝના ઇતિહાસમાં પહેલીવાર આ નવા સ્માર્ટફોનમાં OIS સાથે 200mp નો મુખ્ય કેમેરો આપવામાં આવ્યો છે. તેની સાથે 8mp નો અલ્ટ્રા વાઇડ કેમેરો પણ છે. આગળના ભાગમાં, Eye Auto Focus સાથે 50mp નો સેલ્ફી કેમેરો મળશે. Vivo V60e માં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે અને તે પાણી અને ધૂળથી પ્રોટેક્શન માટે IP68/IP69 રેટિંગ ધરાવે છે. Vivo V60e બે કલર ઓપ્શનમાં આવશે - Elite Purple અને Noble Gold. ફોનની જાડાઈ 7.55mm છે અને તેનું વજન 190 ગ્રામ છે.
ભારતમાં Vivo V60 ની કિંમત અને ઉપલબ્ધતા
Vivo V60e 10 ઓક્ટોબરથી Vivo India ઓનલાઈન, Flipkart, Amazon અને ઓફલાઈન સ્ટોર્સ પર ઉપલબ્ધ થશે. 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા, 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 31,999 રૂપિયા અને 12GB+256GB પ્રીમિયમ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 33,999 રૂપિયા છે.