Motorola Launches Moto G06 Power: Motorola એ આજે ભારતીય બજારમાં પોતાનો નવો સ્માર્ટફોન, Moto G06 Power લોન્ચ કર્યો છે. આ Motorola સ્માર્ટફોનમાં MediaTek Helio G81 Extreme પ્રોસેસર અને 7000mAh બેટરી આપવામાં આવી છે. જાણો Moto G06 Power ના ફીચર, કિંમત, સ્પેસિફિકેશન્સ વિશેની માહિતી.
Moto G06 Power કિંમત
Moto G06 Power ના 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹7,499 છે. આ ફોન Pantone Laurel Oak, Pantone Tendril અને Pantone Tapestry કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ ફોનનું વેચાણ ફ્લિપકાર્ટ, મોટોરોલાની સત્તાવાર વેબસાઇટ અને રિટેલ સ્ટોર્સ પર શરૂ થશે.
Moto G06 Power ડિસ્પ્લે, સ્ટોરેજ અને પ્લેબેક ટાઈમ
Moto G06 Power માં 6.88 ઇંચની HD+ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 720x1640 પિક્સલ, રિફ્રેશ રેટ 120Hz, પિક્સલ ડેન્સિટી 395ppi છે. ડિસ્પ્લે Corning Gorilla Glass 3 દ્વારા સુરક્ષિત છે. આ સ્માર્ટફોન Android 15 પર આધારિત Hello UI પર ચાલે છે. G06 Power માં MediaTek Helio G81 Extreme પ્રોસેસર દ્વારા સંચાલિત છે. ફોનમાં 4GB RAM અને 64GB સ્ટોરેજ છે, જેને MicroSD કાર્ડ દ્વારા 1TB સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોનમાં 18W ચાર્જિંગ સપોર્ટ સાથે 7000mAh બેટરી છે. આ બેટરી એકવાર ચાર્જ કરવા પર 65 કલાક સુધીનો પ્લેબેક ટાઈમ પૂરો પાડે છે.
Moto G06 Power કેમેરા સેટઅપ, IP રેટિંગ અને કનેક્ટિવિટી ઓપ્શન
કેમેરા સેટઅપની વાત કરીએ તો, G06 Power માં રિયરમાં f/1.8 અપર્ચર સાથે 50mp નો મુખ્ય કેમેરો છે. સેલ્ફી માટે f/2.0 અપર્ચર સાથે 8mp નો ફ્રન્ટ કેમેરો છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ 6.0, GPS, Glonass, Galileo, QZSS અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે. ફોનમાં એક્સીલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સરનો સમાવેશ થાય છે. ફોનને ધૂળ અને પાણીથી પ્રોટેક્શન માટે IP64-રેટેડ છે. તેમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. તેમાં ડોલ્બી એટમોસ સપોર્ટ, પ્લાસ્ટિક ફ્રેમ અને વેગન લેધર બેક પેનલ સાથે સ્ટીરિયો સ્પીકર્સ છે. આ ઉપરાંત, Google ના Gemini AI આસિસ્ટન્ટનો સપોર્ટ પણ ઉપલબ્ધ છે.