Which Of The Latest Smartphones Is The Best: Apple એ ગયા મહિને ભારતમાં તેનો સૌથી પાતળો iPhone Air લોન્ચ કર્યો હતો, જે Google ના Google Pixel 10 Pro અને Samsung ના Samsung Galaxy S25 Ultra થી લોકો સરખામણી કરી રહ્યા છે. iPhone 17 Pro એ Apple A19 Pro પ્રોસેસર દ્વારા સંચાલિત છે, જ્યારે Google Pixel 10 Pro માં Tensor G5 પ્રોસેસર છે. Samsung Galaxy S25 Ultra Octa Core Snapdragon 8 Elite પ્રોસેસર દ્વારા સંચાલિત છે. જાણો iPhone 17 Pro, Google Pixel 10 Pro અને Samsung Galaxy S25 Ultra ના ફીચર્સ અને પર્ફોર્મન્સ વિશેની માહિતી.
iPhone Air vs Google Pixel 10 Pro vs Samsung Galaxy S25 Ultra
કિંમત અને સ્ટોરેજ
iPhone Air ની કિંમત 256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹1,19,900, 512GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹1,39,900 અને 1TB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹1,59,900 છે.
Google Pixel 10 Pro ની કિંમત 16GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹1,09,999 છે.
Samsung Galaxy S25 Ultra ની કિંમત 12GB/256GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹1,23,499 અને 12GB/512GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે ₹1,35,499 છે.
ડિસ્પ્લે
iPhone Air માં 6.5 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે છે જે 2736x1260 પિક્સલ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ ધરાવે છે.
Google Pixel 10 Pro માં 6.3 ઇંચની સુપર Actua LTPO ડિસ્પ્લે છે જે 1280x2856 પિક્સલ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 3,000 નિટ્સ બ્રાઇટનેસ ધરાવે છે.
Samsung Galaxy S25 Ultra માં 6.9 ઇંચની ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે છે જે 1400x3120 પિક્સલ રિઝોલ્યુશન, 120Hz રિફ્રેશ રેટ અને 2600 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ ધરાવે છે.
પ્રોસેસર
iPhone Air માં Apple A19 Pro પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Google Pixel 10 Pro Tensor G5 પ્રોસેસર સાથે આવે છે.
Samsung Galaxy S25 Ultra માં Octa Core Snapdragon 8 Elite પ્રોસેસર આપવામાં આવ્યું છે.
ઓપરેટિંગ સિસ્ટમ
iPhone Air માં ઓપરેટિંગ સિસ્ટમ માટે iOS 26 સાથે આવે છે.
Google Pixel 10 Pro માં Android 16 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે.
Samsung Galaxy S25 Ultra માં Android 15 પર આધારિત One UI 7 પર ચાલે છે.
કેમેરા સેટઅપ
iPhone Air માં પાછળના ભાગમાં f/1.6 અપર્ચર સાથે 48mp નો મુખ્ય કેમેરો છે. અને સેલ્ફી માટે f/1.9 અપર્ચર સાથે 18mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
Google Pixel 10 Pro માં 50mp નો મુખ્ય કેમેરો, 5x ઝૂમ સાથે 48mp નો ટેલિફોટો કેમેરો અને 48mp નો અલ્ટ્રા વાઇડ કેમેરો છે. સેલ્ફી માટે તેમાં 42mp નો ફ્રન્ટ કેમેરો છે.
Samsung Galaxy S25 Ultra માં 200mp નો મુખ્ય કેમરો, 50mp નો અલ્ટ્રા વાઇડ કેમેરો, 50mp નો ટેલિફોટો કેમેરો અને 10mp નો ટેલિફોટો કેમેરો છે. સેલ્ફી માટે તેમાં 12mp નો ફ્રન્ટ કેમેરો છે.
ડિમેન્શન્સ
iPhone Air ની લંબાઈ 156.2mm, પહોળાઈ 74.7mm, જાડાઈ 5.64mm અને વજન 165 ગ્રામ છે.
Google Pixel 10 Pro ની લંબાઈ 152.8mm, પહોળાઈ 72mm, જાડાઈ 8.6mm, અને વજન 207 ગ્રામ છે.
Samsung Galaxy S25 Ultra ની લંબાઈ 162.8mm, પહોળાઈ 77.6mm, જાડાઈ 8.2mm અને વજન 218 ગ્રામ છે.
કનેક્ટિવિટી
iPhone Air માં 5G, વાઇ-ફાઇ 7, GPS, eSIM સપોર્ટ, બ્લૂટૂથ 6 અને USB ટાઇપ-C પોર્ટ છે.
Google Pixel 10 Pro માં eSIM, 5G, 4G, GPS, Wi-Fi, NFC, USB ટાઇપ-C, ગૂગલ કાસ્ટ, બ્લૂટૂથ 6 અને GNSS છે.
Samsung Galaxy S25 Ultra માં વાઇ-ફાઇ 7, બ્લૂટૂથ 5.4, NFC, UWB, GPS અને USB ટાઇપ-C પોર્ટ છે.