Online Shopping Will Be Done Through AI: ઓનલાઈન શોપિંગની દુનિયામાં એક મોટો ફેરફાર આવવાનો છે. OpenAI એ US માં તેના ChatGPT વપરાશકર્તાઓ માટે "ઇન્સ્ટન્ટ ચેકઆઉટ" ફીચર્સ લોન્ચ કર્યું છે, જે તેમને ચેટની બહાર નીકળ્યા વગર ખરીદી પૂરી કરી શકશો. આ ફીચર્સ ગ્રાહકો માટે ખરીદીને સરળ બનાવશે જ નહીં પરંતુ ઈ-કોમર્સ કંપનીઓ અને વેચાણકર્તાઓ માટે નવી તકો પણ ખોલશે.
ઇન-ચેટ શોપિંગ અનુભવ
આ ફીચર US માં ChatGPT Pro, Plus અને Free યુઝર્સને Etsy અને ટૂંક સમયમાં Shopify પર લાખો વિક્રેતાઓ પાસેથી સીધી ખરીદી કરી શકશો. અને ટૂંક સમયમાં, Shopify, Glossier, Skims, Spanx અને Vuori જેવી પ્રખ્યાત બ્રાન્ડ્સ પણ આમાં જોડાઈ રહી છે. હવે, જો કોઈ યુઝર પૂછે કે,"મારા મિત્ર માટે કયું ગિફ્ટ યોગ્ય છે?" તો ChatGPT ફક્ત વિકલ્પો પ્રદર્શિત કરશે નહીં પરંતુ કિંમત, રિવ્યૂ અને ફોટા સાથે સીધો "Buy" બટન પણ મળશે.
સરળ પેમેન્ટ ઓપ્શન
ઇન્સ્ટન્ટ ચેકઆઉટ ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ, એપલ પે, ગુગલ પે અથવા સ્ટ્રાઇપનો ઉપયોગ પેમેન્ટ કરી શકાય છે. ડિલિવરી અને પેમેન્ટ કોન્ફોર્મેશન ફક્ત એક ટેપ દૂર છે. આ પરંપરાગત ઇ-કોમર્સ વેબસાઇટ્સ અને સર્ચ એન્જિન પર નિર્ભરતા ઘટાડી શકે છે.
બદલાતું ઈ-કોમર્સ લેન્ડસ્કેપ
નિષ્ણાતો માને છે કે, આ ફીચર ગૂગલ અને ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન જેવા પરંપરાગત સર્ચ એન્જિનના વર્ચસ્વને પડકાર આપી શકે છે. જ્યારે ગૂગલ અને એમેઝોન ઘણીવાર તેમના પોતાના અથવા તેમના ભાગીદારોના ઉત્પાદનોનો પ્રચાર કરે છે, ત્યારે OpenAI દાવો કરે છે કે ChatGPT દ્વારા પ્રદર્શિત પ્રોડક્ટ સંપૂર્ણપણે કુદરતી અને સ્પોન્સરશિપ વગરની હશે, જે ફક્ત વપરાશકર્તાની પસંદગીઓ અને સુસંગતતા પર આધારિત હશે.
ટેકનોલોજી અને સુરક્ષા
OpenAI એ સ્ટ્રાઇપ સાથે સહયોગમાં આ ફીચર તૈયાર કર્યું છે અને તેની પાછળની ટેકનોલોજી, Agentic Commerce Protocol (ACP) ને પણ ઓપન-સોર્સ કરી છે. આનો અર્થ એ છે કે, અન્ય વેપારીઓ અને વિકાસકર્તાઓ તેમની સેવાઓમાં સરળતાથી એકીકૃત કરી શકશે. કંપની જણાવે છે કે, પેમેન્ટ અને ઓર્ડર પ્રક્રિયા સીધી વેપારીની સિસ્ટમમાં થાય છે; ChatGPT ફક્ત એક સુરક્ષિત માધ્યમ તરીકે કાર્ય કરે છે.
ભવિષ્ય શું થશે?
AI ચેટબોટ્સને હવે ફક્ત માહિતી પૂરી પાડતી ટેકનોલોજી તરીકે જ નહીં પરંતુ વર્ચ્યુઅલ સ્ટોરફ્રન્ટ તરીકે જોવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં, ગ્રાહકો ચેટ દ્વારા સીધી ખરીદી કરશે, તેથી તેઓ પરંપરાગત ઓનલાઈન માર્કેટપ્લેસની ભૂમિકામાં પરિવર્તન લાવી શકે છે. આનાથી OpenAI AI કોમર્સ ફ્રેમવર્કમાં મુખ્ય ખેલાડી બની શકે છે, જે ગૂગલ અને એમેઝોન જેવી મોટી કંપનીઓ માટે એક નવો પડકાર ઉભો કરશે.