logo-img
Vivo V60e Specifications Confirmed Ahead Of Launch

Vivo V60e ટૂંક સમયમાં થશે ભારતમાં લોન્ચ! : કેમેરા સેટઅપ, બેટરી તો એકદમ શાનદાર, જાણો માહિતી

Vivo V60e ટૂંક સમયમાં થશે ભારતમાં લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Sep 30, 2025, 01:39 PM IST

Vivo V60e Specifications Confirmed Ahead Of Launch: Vivo ભારતીય સ્માર્ટફોન બજારમાં પોતાનો નવો મિડ રેન્જ ફોન, Vivo V60e લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ફ્લિપકાર્ટ અને Vivo ઈ-સ્ટોર પર એક માઇક્રોસાઇટ લાઇવ થઈ છે, જે આગામી ડિવાઇસના ઘણા ફીચર્સ અને સ્પેસિફિકેશનની માહિતી કન્ફર્મ થઈ ગઈ છે. હાલમાં તેની ઑફિશલ Flipkart લિસ્ટિંગ લીક થઈ હતી, જેમાં આગામી Vivo V60e ની કિંમત જાહેર કરવામાં આવી હતી. જોકે, ઈ-કોમર્સ પ્લેટફોર્મે પાછળથી લિસ્ટિંગ દૂર કરી દીધી હતી. એવું માનવામાં આવે છે કે, આ સ્માર્ટફોન ભારતની બહાર કેટલાક નાના ફેરફારો સાથે Y500 Pro તરીકે લોન્ચ થઈ શકે છે.

Vivo V60e ના સ્પેસિફિકેશન

Vivo V60e ની માઇક્રોસાઇટમાં તેના કેટલાક સ્પેસિફિકેશન જાહેર થયા છે. ફોનમાં Quad-Curved ડિસ્પ્લે હશે. તેમાં 50mp નો ફ્રન્ટ કેમેરો હશે જેમાં સેન્ટ્ર્ડ પંચ-હોલ કટઆઉટ હશે. આ સેલ્ફી કેમેરો ઓટોફોકસ સપોર્ટ સાથે આવશે. Vivo V60e ની સૌથી મોટી ખાસિયત તેનો 200mp નો મુખ્ય કેમેરો, જે આ કિંમત સેગમેન્ટમાં પ્રથમ સ્માર્ટફોન બનશે. તેની સાથે 8mp નો અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો પણ હશે.

Vivo V60e નું પ્રોસેસર

Vivo V60e માં MediaTek Dimensity 7360 Turbo ચિપસેટ હશે. આ પ્રોસેસરને 12GB સુધીની RAM અને 256GB સ્ટોરેજ સાથે જોડી બનાવવાની અપેક્ષા છે. આ ફોન Android 15 પર આધારિત FuntouchOS 15 પર ચાલશે.

Vivo V60e ની બેટરી અને IP રેટિંગ

Vivo V60e માં 6500mAh ની મોટી બેટરી હશે. આ બેટરી 90W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. કંપનીએ ફોનમાં NFC સપોર્ટ પણ સામેલ કરી શકે છે. બિલ્ડ IP68 અને IP69 રેટેડ હશે, જેનો અર્થ છે કે, તે પાણી અને ધૂળ સામે સંપૂર્ણપણે પ્રોટેક્શન આપશે, Vivo એ વચન આપી રહ્યું છે કે, ડિવાઇસમાં ત્રણ વર્ષ માટે OS અપગ્રેડ અને પાંચ વર્ષ માટે સેફટી અપડેટ્સ પ્રાપ્ત થશે.

Vivo V60e ની કિંમત, વેરિઅન્ટ અને કલર ઓપ્શન

Vivo V60e ફ્લિપકાર્ટ પર ભૂલથી લિસ્ટ થઈ ગયો, પરંતુ પછીથી લિસ્ટિંગ દૂર કરવામાં આવ્યું હતું. Vivo V60e ભારતમાં ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થઈ શકે છે. 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹34,999, 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹36,999 અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹38,999 માં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ ખાતરી આપી છે કે, આ ફોન Elite Purple અને Noble Gold કલર ઓપ્શનમાં ઉપલબ્ધ કરવામાં આવશે. લોન્ચ તારીખ ચોક્કસ શેર કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે Vivo V60e આગામી અઠવાડિયામાં ભારતમાં લોન્ચ થઈ શકે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now