Realme 15X 5G launched: Realme એ ભારતીય બજારમાં Realme 15 સીરિઝનો નવો સ્માર્ટફોન Realme 15X 5G લોન્ચ કર્યો છે. Realme 15X 5G ના પાવરફૂલ પ્રોસેસર, દમદાર બેટરી, સ્ટોરેજ, કેમેરા વિશે જાણો.
Realme 15X 5G ની કિંમત
Realme 15X 5G ની કિંમત 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹16,999, 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹17,999 અને 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹19,999 છે. આ ફોન Aqua Blue, Marine Blue અને Maroon Red કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. Flipkart, Realme ની સત્તાવાર સાઇટ અને મુખ્ય સ્ટોર્સ પર આજથી વેચાણ શરૂ થશે. લોન્ચ ઑફર્સમાં ₹1,000 ની બેંક ઑફર અથવા ₹2,000 નું કેશબેક સામેલ છે. Flipkart અને Realme ની સત્તાવાર સાઇટ ₹3,000 ની એક્સચેન્જ ઑફર અને 6 મહિના માટે નો-કોસ્ટ EMI વિકલ્પ પણ આપેલ છે.
Realme 15X 5G ના સ્પેશીફીકેશન
Realme 15X 5G માં 6.8 ઇંચની HD+ IPS LCD ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1570×720 પિક્સલ, 144Hz રિફ્રેશ રેટ, 180Hz ટચ સેમ્પલિંગ રેટ અને 1200 nits પીક બ્રાઇટનેસ છે. તે Octa Core MediaTek Dimensity 6300 6nm પ્રોસેસર દ્વારા સંચાલિત છે જે Arm Mali-G57 MC2 GPU સાથે જોડાયેલ છે. તેમાં 6GB/8GB LPDDR4X RAM અને 128GB/256GB UFS 2.2 સ્ટોરેજ છે, જેને માઇક્રોSD કાર્ડ દ્વારા 2TB સુધી વધારી શકાય છે. આ સ્માર્ટફોન Android 15 પર આધારિત Realme UI 6.0 પર ચાલે છે.
Realme 15X 5G કેમેરા સેટઅપ અને બેટરી
કેમેરા સેટઅપની વાત કરીએ તો, Realme 15X 5G ના રિયરમાં f/1.8 એપરચર સાથે 50mp નો મુખ્ય કેમેરો અને 50mp નો ફ્રન્ટ કેમેરા છે. ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. આ સ્માર્ટફોન 7000mAh ની બેટરી અને 60W ના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. કનેક્ટિવિટીમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi, બ્લૂટૂથ 5.3, GPS અને USB ટાઇપ-C પોર્ટનો સમાવેશ થાય છે. ફોનને ધૂળ અને પાણી પ્રોટેક્શન માટે IP68+ રેટેડ છે. તેમાં લશ્કરી-ગ્રેડ ડ્યુરેબિલિટી માટે MIL-STD 810H પ્રમાણપત્ર પણ છે. Realme 15X 5G સ્માર્ટફોનની જાડાઈ 8.28mm અને 212 ગ્રામ વજન ધરાવે છે.