Oppo launches Oppo A6 5G: ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Oppo એ હાલમાં Oppo A6 5G લોન્ચ કર્યો. આ સ્માર્ટફોનમાં જબરદસ્ત બેટરી, સુપર ફાસ્ટ ચાર્જિંગ સાથે દમદાર પ્રોસેસર અને કેમેરા સેટઅપ સામેલ છે. જાણો Oppo A6 5G ની કિંમત, વેરિઅન્ટ, કેમેરા અને પ્રોસેસર વિશેની માહિતી.
Oppo A6 5G કિંમત અને કલર ઓપ્શન
આ સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત CNY 1,599 (આશરે ₹20,000) છે. તે 12GB+256 GB અને 12GB+512GB સ્ટોરેજ વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ થશે. આ સ્માર્ટફોન ચીનમાં કંપનીની વેબસાઇટ દ્વારા વેચાઈ રહ્યો છે. તે Blue, Pink અને Gray રંગોમાં ઉપલબ્ધ છે.
Oppo A6 5G કેમેરા સેટઅપ અને પ્રોસેસર
આ ડ્યુઅલ-સિમ સ્માર્ટફોનમાં 6.57 ઇંચની Full HD+ (2372×1080 પિક્સલ્સ) AMOLED ડિસ્પ્લે છે, જેનો એડેપ્ટિવ રિફ્રેશ રેટ 120 Hz સુધી, ટચ સેમ્પલિંગ રેટ 240 Hz સુધી અને પીક બ્રાઇટનેસ લેવલ 1,400 nits છે. તે Octa Core MediaTek Dimensity 6300 પ્રોસેસર દ્વારા સંચાલિત છે. સ્ટોરેજ MicroSD કાર્ડ દ્વારા વધારો કરી શકાય છે. સ્માર્ટફોનના ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટમાં f/1.8 એપરચર અને ઓટોફોકસ સાથે 50mp નો વાઇડ એંગલ કેમેરો અને 2mp નો મોનોક્રોમ કેમેરો સામેલ છે. ફ્રન્ટ કેમેરા માટે 16mp નો કેમેરો છે.
Oppo A6 5G બેટરી બેકઅપ અને કનેક્ટિવિટી
Oppo A6 5G ની 7000mAh બેટરીને ચાર્જ કરવા 80W નું ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ મળી રહ્યું છે. આ સ્માર્ટફોનમાં એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-કંપાસ, એક્સીલેરોમીટર અને સેફટી માટે ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સરનો સમાવેશ થાય છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 4G, 5G, GPS અને Beidou સામેલ છે. સ્માર્ટફોનની સાઇઝ 158.20x75.02x8mm છે અને તેનું વજન લગભગ 185 ગ્રામ છે. Oppo A6 Pro 4G ગયા અઠવાડિયે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં પણ 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતી 7000mAh ની બેટરી સામેલ છે. તેમાં 4300 sq mm વેપર કૂલિંગ ચેમ્બર સાથે SuperCool VC સિસ્ટમ આપવામાં આવી છે.