logo-img
Vivo V60e Features Camera Setup Price Processor And Specifications Confirmed

Vivo V60e આ તારીખે થશે ભારતમાં લોન્ચ : ફીચર્સ, કેમેરા સેટઅપ, કિંમત, પ્રોસેસર અને સ્પેશીફીકેશન કન્ફર્મ, જાણો સંપૂર્ણ માહિતી

Vivo V60e આ તારીખે થશે ભારતમાં લોન્ચ
Published by: Offbeat Team
| Last Updated: Oct 02, 2025, 06:20 AM IST

Vivo V60e ના ભારતમાં લોન્ચ પહેલાથી નક્કી થઈ ગયો હતો, અને હવે, કંપનીએ ભારત માટે Vivo V60e ની લોન્ચ તારીખ જાહેર કરી છે. આગામી Vivo સ્માર્ટફોન માટે સમર્પિત માઇક્રોસાઇટ્સ ફ્લિપકાર્ટ અને Vivo ઇ-સ્ટોર પર લાઇવ છે, જેમાં મુખ્ય ફીચર્સ અને સ્પેશીફીકેશનની માહિતી આપવામાં આવી છે. જાણો Vivo ના Vivo V60e ની કિંમત, કેમેરા સેટઅપ, પ્રોસેસર, ફીચર્સ અને સ્પેશીફીકેશનની માહિતી.


Vivo V60e કેમેરા અને પ્રોસેસર

Vivo એ એક પ્રેસ રિલીઝમાં જાહેરાત કરી છે કે, આગામી Vivo V60e ભારતમાં 7 ઓક્ટોબરના રોજ લોન્ચ થશે. Vivo V60e ની સૌથી મોટી ખાસિયત તેનો 200mp નો મુખ્ય કેમેરો હશે, જે આ કિંમત સેગમેન્ટનો પહેલો ફોન બનશે. તેમાં 8mp નો અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો પણ હશે. ફોનમાં Quad Curved ડિસ્પ્લે હશે. વધુમાં, તેમાં 50mp નો ફ્રન્ટ કેમેરો હશે, જેમાં સેન્ટ્ર્ડ પંચ હોલ કટઆઉટ હશે. એ પણ કન્ફર્મ કરવામાં આવ્યું છે કે, આગામી Vivo V60 સીરિઝના સ્માર્ટફોનમાં MediaTek Dimensity 7360 ટર્બો ચિપસેટ હશે. પ્રોસેસર 12GB સુધીની RAM અને 256GB સ્ટોરેજ સાથે આવશે તેવી અપેક્ષા છે. આ ફોન Android 15 પર આધારિત FuntouchOS 15 પર ચાલશે.

Vivo V60e બેટરી અને IP રેટિંગ

Vivo V60e માં 6500mAh ની મોટી બેટરી હશે. જે 90W ના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. કંપનીએ ફોનમાં NFC સપોર્ટ પણ સામેલ કર્યો છે. બિલ્ડ IP68 અને IP69 રેટેડ હશે, જેનો અર્થ છે કે, તે પાણી અને ધૂળ સામે સંપૂર્ણપણે પ્રોટેક્ટેડ હશે. Vivo વચન આપી રહ્યું છે કે, ડિવાઇસને ત્રણ વર્ષ માટે OS અપગ્રેડ અને પાંચ વર્ષ માટે સુરક્ષા અપડેટ્સ પ્રાપ્ત થશે.

Vivo V60e કિંમત અને સ્ટોરેજ વેરિઅન્ટ્સ

હાલમાં, ફ્લિપકાર્ટ પર ભૂલથી લિસ્ટ થઈ ગયો હતો, પરંતુ પછીથી લિસ્ટિંગને દૂર કરવામાં આવ્યો. જેમા જાણવા મળ્યું કે, Vivo V60e ભારતમાં ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹34,999, 8GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹36,999 અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹38,999 માં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ કન્ફર્મ કહ્યું છે કે, આ ફોન Elite Purple અને Noble Gold કલર ઓપ્શનમાં આવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now