ભારત સરકારની એજન્સી કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ Apple ડિવાઇસ વપરાશકર્તાઓને ગંભીર ચેતવણી જારી કરી છે. એજન્સીના જણાવ્યા મુજબ, Apple ડિવાઇસમાં એક સુરક્ષા નબળાઈ (security vulnerability) મળી આવી છે, જેનો ઉપયોગ હેકર્સ તમારા ડિવાઇસમાં ઘૂસણખોરી કરવા માટે કરી શકે છે.
શા માટે જોખમ છે?
CERT-In અનુસાર આ ખામી iPhone, iPad, Mac અને Vision Pro સહિતના ઉપકરણોને અસર કરી શકે છે. ખાસ કરીને જે ઉપકરણોમાં જૂના વર્ઝન ચાલી રહ્યા છે તે વધારે જોખમમાં છે.
ઈફેક્ટેડ વર્ઝન:
iOS/iPadOS – 26.0.1 કરતા જૂના
macOS Tahoe – 26.0.1 કરતા જૂના
macOS Sequoia – 14.8.1 કરતા જૂના
VisionOS – 26.0.1 કરતા જૂના
આ જૂના વર્ઝનમાં એવી ખામી જોવા મળી છે કે જેના કારણે હેકર્સ તમારા ડિવાઇસની પ્રોસેસ મેમરી દૂષિત કરી શકે છે. પરિણામે એપ્લિકેશન્સ વારંવાર ક્રેશ થવા લાગે છે અને ડિવાઇસ કામ કરવાનું બંધ કરી શકે છે.
શું કરવું જરૂરી છે?
તરત જ તમારા ડિવાઇસનું સોફ્ટવેર અપડેટ કરો.
સ્વચાલિત અપડેટ (Automatic Update) સક્રિય કરો જેથી ભવિષ્યમાં આવી ખામી સામે રક્ષણ મળી રહે.
ડિવાઇસ અપડેટ ન રાખવાથી હેકિંગ અને ડેટા ચોરીનો ખતરો વધી શકે છે.
સરકારી એજન્સીની આ ચેતવણી બાદ નિષ્ણાતો સલાહ આપે છે કે ડિવાઇસ અપડેટ રાખવું જ સુરક્ષા માટેનો સૌથી મોટો ઉપાય છે.