Samsung Galaxy A07, Galaxy M07, Galaxy F07 Launched Together: Samsung એ ભારતમાં તેની નવી બજેટ સ્માર્ટફોન સીરિઝ Galaxy A07 4G, Galaxy F07 4G અને Galaxy M07 4G ને લોન્ચ કરી છે. આ ત્રણેય સ્માર્ટફોનની ડિઝાઇન અને હાર્ડવેરમાં કઈ ખાસ ફેરફાર નથી. Galaxy A07, F07 અને M07 માં 6.7-ઇંચ PLS LCD HD+ ડિસ્પ્લે છે જે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ફોનમાં IP54 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ છે અને તેની જાડાઈ 7.6mm રાખવામાં આવી છે. બેક પેનલ Glass Fiber Reinforced Polymer થી બનેલી છે જે ડિવાઇસને વધુ મજબૂત બનાવવાનો દાવો કરે છે. પરફોર્મન્સ માટે, તેમાં MediaTek Helio G99 પ્રોસેસર આપવામાં આવ્યું છે જે ARM Mali-G57 GPU અને HyperEngine 2.0 Lite ટેકનોલોજી સાથે આવે છે.
ભારતમાં Samsung Galaxy A07, Galaxy M07, Galaxy F07 ની કિંમત, ઉપલબ્ધતા
Samsung Galaxy A07 4G ભારતમાં ₹8,999 માં લૉન્ચ કરવામાં આવ્યો છે, જેમા 4GB RAM અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટ છે. આ ફોન ફક્ત એક જ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો તેને Green, black અને light violet રંગોમાં ઉપલબ્ધ છે.
Samsung Galaxy F07 અને Galaxy M07 ની 4GB+64GB કન્ફિગ્યુરેશન માટે કિંમત ₹7,699 છે. જોકે, Galaxy M07 (Black રંગ) એમેઝોન ઇન્ડિયા પર ₹6,999 માં લિસ્ટેડ હતો. F07 ફક્ત Green રંગમાં ઉપલબ્ધ છે, અને M07 ફક્ત Black રંગમાં ઉપલબ્ધ છે. તે સેમસંગ ઇન્ડિયા ઇ-સ્ટોર અને ઑફલાઇન સ્ટોર્સ તેમજ સમગ્ર ભારતમાં ઑનલાઇન અને ઑફલાઇન સ્ટોર્સ દ્વારા ખરીદી શકાય છે.
Samsung Galaxy A07, Galaxy M07, Galaxy F07 નું પર્ફોર્મન્સ અને પ્રોસેસર
ઉલ્લેખ કર્યા મુજબ, ત્રણેય ઉપકરણોના સ્પષ્ટીકરણો લગભગ સમાન છે. Galaxy A07, F07, અને M07 4G બધા Android 15 અને One UI 7 પર ચાલે છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ સ્માર્ટફોન્સમાં 6 મુખ્ય OS અપગ્રેડ અને 6 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ મળશે. ત્રણેય ફોનમાં 6.7 ઇંચની PLS LCD HD+ પેનલ છે જે 90Hz રિફ્રેશ રેટ આપે છે. પર્ફોર્મન્સ માટે, MediaTek Helio G99 ચિપસેટ આપવામાં આવ્યું છે જેમાં Cortex-A76 અને પાવર-કાર્યક્ષમ Cortex-A55 કોર મળે છે. ગ્રાફિક્સ માટે Mali-G57 GPU દ્વારા હેન્ડલ કરવામાં આવે છે, અને ગેમિંગ MediaTek HyperEngine 2.0 Lite દ્વારા સપોર્ટેડ છે. તેમાં 4GB RAM અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે, જેને microSD કાર્ડ દ્વારા 2TB સુધી વધારી શકાય છે.
Samsung Galaxy A07, Galaxy M07, Galaxy F07 ના ફીચર્સ અને બેટરી
કેમેરા સેટઅપમાં રિયરમાં 50MP નો ઓટોફોકસ મુખ્ય કેમેરો અને 2MP નો ડેપ્થ કેમેરાનો સમાવેશ થાય છે. અને સેલ્ફી માટે 8MP નો કેમેરો ઉપલબ્ધ છે. ત્રણેય ફોનમાં 5000mAh બેટરી છે જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં IP54 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ પણ છે. આ ડિવાઇસ 7.6mm પાતળા છે અને તેમના બેક પેનલમાં Glass Fiber Reinforced Polymer મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અન્ય ફીચર્સમાં Samsung Knox Vault, Auto Blocker અને ઇનબિલ્ટ ચોરી પ્રોટેક્શનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર, 3.5mm હેડફોન જેક, Wi-Fi 5, બ્લૂટૂથ 5.3 અને USB ટાઇપ-C પોર્ટ સામેલ છે.