logo-img
Google Pixel 9 Smartphone Gets Cheaper By Rs 25000 During Festive Season

તહેવારોની સિઝનમાં Google Pixel 9 પર મોટું ડિસ્કાઉન્ટ! : 25,000 રૂપિયાથી વધુ સસ્તો થયો, જાણો ઓફરની સંપૂર્ણ માહિતી

તહેવારોની સિઝનમાં Google Pixel 9 પર મોટું ડિસ્કાઉન્ટ!
Published by: Offbeat Team
| Last Updated: Oct 03, 2025, 06:51 AM IST

Discounts Available On Google Pixel 9 During The Festival: Flipkart નો બિગ ફેસ્ટિવ ધમાકા સ્માર્ટફોનો પર શાનદાર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જો તમે Google Pixel 9 ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ સ્માર્ટફોન પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ઈ-કોમર્સ સાઇટ કિંમતમાં ઘટાડો અને બેંક ઑફર્સ દ્વારા આ સ્માર્ટફોન પર બચત ઓફર કરી રહી છે. તમે તમારા જૂના અથવા હાલના ફોનને એક્સચેન્જ કરીને વધારાની બચત પણ મેળવી શકો છો. જાણો Google Pixel 9 પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ, ઑફર્સ અને કિંમતો વિશેની માહિતી.

Google Pixel 9 ની કિંમત

Google Pixel 9 ના 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની Flipkart પર કિંમત ₹54,999 માં લિસ્ટેડ છે. બેંક ઑફર્સમાં Flipkart Axis Bank ના ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર 5% કેશબેક (₹750 સુધી) નો સમાવેશ થાય છે, ત્યાર પછીની કિંમત ₹54,249 સુધી થાય છે. વધુમાં, એક્સચેન્જ ઑફર કિંમત ₹39,640 સુધી ઘટાડો કરી શકાય છે. જોકે, એક્સચેન્જ ઑફરનો મહતમ લાભ એક્સચેન્જ કરવામાં આવતા ડિવાઇસની વર્તમાન સ્થિતિ પર આધાર રાખે છે. આ સ્માર્ટફોન ગયા વર્ષે ઓગસ્ટમાં ₹79,999 માં લોન્ચ કરવામાં આવ્યો હતો, જેના કારણે તે ₹25,750 સસ્તો થયો છે.

Google Pixel 9 ના સ્પેસિફિકેશન

Google Pixel 9 માં 6.3 ઇંચની Actua OLED ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 1080x2424 પિક્સલ, 60Hz-120Hz રિફ્રેશ રેટ અને 2,700 nits પીક બ્રાઇટનેસ છે. આ સ્માર્ટફોન Tensor G4 ચિપસેટ દ્વારા સંચાલિત છે અને Android 15 પર ચાલે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં Wi-Fi 6, Bluetooth 5.3, NFC, GPS, ડ્યુઅલ-બેન્ડ GNSS અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે. ડિસ્પ્લે પ્રોટેક્શન માટે ફોનમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 દ્વારા સુરક્ષિત છે. સેફટી માટે, તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળી રહી છે.

Google Pixel 9 કેમેરા સેટઅપ અને બેટરી

કેમેરા સેટઅપની વાત કરીએ તો, Google Pixel 9 માં 50mp નો પ્રાઇમરી વાઇડ એંગલ કેમેરો અને 48mp નો અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરો છે. સેલ્ફી માટે 10.5mp નો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 152.8mm લંબાઈ, 72mm પહોળાઈ, 8.5mm જાડાઈ અને 198 ગ્રામ વજન ધરાવે છે. આ ફોન ધૂળ અને પાણીથી પ્રોટેક્શન માટે IP68 રેટેડ છે. તેમાં 4700mAh બેટરી છે જે 45W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ અને Qi-સર્ટિફાઇડ વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now