Home Tech/Gadgets Whatsapp New Home Screen Widget Voice Message Android

WhatsApp પર ઓનલાઈન આવ્યા વગર મોકલી શકાશે Voice Message! : આવી રહ્યું છે નવું શાનદાર ફીચર, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp New Feature
Published by: Viral Patel
Last Updated: Jun 17, 2026, 01:00 PM IST

WhatsApp New Feature: જરા વિચારો, તમારે કોઈને અર્જન્ટ વોઈસ મેસેજ મોકલવો છે, અને તમે WhatsApp ને અડ્યા વગર માત્ર તમારા ફોનની સ્ક્રીન પર એક ટેપ કરો છો, બોલો છો અને મેસેજ જતો રહે છે! સાંભળવામાં આ આશ્ચર્યજનક લાગી શકે છે, પરંતુ હવે WhatsApp આને હકીકત બનાવવા જઈ રહ્યું છે. પોતાના કરોડો યુઝર્સના એક્સપિરિયન્સને બહેતર બનાવવા અને સમય બચાવવા માટે WhatsApp એક નવું ફીચર લાવવાની તૈયારીમાં છે, જે વોઈસ મેસેજ મોકલવાનું વધુ સરળ બનાવી દેશે. ચાલો જાણીએ આ નવા ફીચરની પૂરી ડિટેલ્સ...

WhatsApp હવે Android યુઝર્સ માટે એક એવું શાનદાર ફીચર લાવવા જઈ રહ્યું છે, જેનાથી વોઈસ મેસેજ મોકલવાનું પહેલા કરતાં વધુ સરળ અને ફાસ્ટ થઈ જશે. WABetaInfo ના એક રિપોર્ટ અનુસાર, WhatsApp એક નવા Home Screen Widget ફીચર પર કામ કરી રહ્યું છે. આ વિજેટ ફીચરની મદદથી યુઝર્સ WhatsApp ઓપન કર્યા વગર પણ સીધા પોતાના ફોનની હોમ સ્ક્રીન પરથી જ વોઈસ નોટ રેકોર્ડ કરીને મોકલી શકશે.

200mp નો કેમેરો અને AI ફીચર્સ સાથે આવશે Vivo નો નવો સ્માર્ટફોન: પાવરફૂલ પ્રોસેસર અને પ્રીમિયમ ફીચર સાથે 26 જૂને થશે લોન્ચ

કેવી રીતે કામ કરશે આ નવું ફીચર?

અત્યાર સુધી WhatsApp પરથી વોઈસ મેસેજ મોકલવા માટે તમારે પહેલા વોટ્સએપ ખોલવું પડે છે, પછી ચેટ શોધવી પડે છે અને ત્યારે જઈને તમે રેકોર્ડિંગ કરીને મોકલી શકો છો. પરંતુ આ નવા વિજેટના આવ્યા પછી તમે સીધા હોમ સ્ક્રીન પર ટેપ કરીને રેકોર્ડિંગ શરૂ કરી શકશો. વોઈસ નોટ રેકોર્ડ થયા પછી, યુઝર્સ એ સિલેક્ટ કરી શકશે કે તેમણે આ મેસેજ કોને મોકલવો છે.

ખાસ વાત એ છે કે એક જ વોઈસ નોટને એકસાથે એક અથવા વધુ લોકોને મોકલી શકાશે. આ ફીચરની અન્ય એક ખાસિયત એ છે કે આ વિજેટ દ્વારા રેકોર્ડ કરાયેલી વોઈસ નોટને સીધી વોટ્સએપ સ્ટેટસ પર પણ શેર કરી શકાશે. અત્યારે વોટ્સએપનું આ ફીચર ડેવલપમેન્ટ ફેઝમાં છે અને તેને WhatsApp Beta Android 2.26.24.2 અપડેટમાં જોવામાં આવ્યું છે. કંપની ટૂંક સમયમાં જ તેને પહેલા બીટા ટેસ્ટર્સ માટે અને ત્યારબાદ તમામ સામાન્ય યુઝર્સ માટે રોલઆઉટ કરી શકે છે.

Earbudsના એવા ફીચર્સ, જે મોટાભાગના યુઝર્સ જાણતા જ નથી: જાણો એવા એડવાન્સ ફીચર્સ, જે તમારા રોજિંદા ઉપયોગને સંપૂર્ણ રીતે બદલી નાખશે

આવી રહ્યા છે બીજા પણ કેટલાક નવા ફીચર્સ

વોટ્સએપ માત્ર વોઈસ મેસેજ વિજેટ ફીચર સુધી સીમિત નથી, પરંતુ સ્ટેટસ અપડેટ માટે પણ એક અલગ હોમ સ્ક્રીન વિજેટ કંપની તૈયાર કરી રહી છે. આનાથી યુઝર્સ એપ ખોલ્યા વગર જ મિત્રોના સ્ટેટસ જોઈ શકશે અને નવું સ્ટેટસ મૂકી શકશે.

આ સાથે જ લેપટોપ અને પીસી પર વોટ્સએપ વાપરનારાઓ માટે પણ નવું ફીચર આવવાનું છે. કંપની WhatsApp Web પર ગ્રુપ વોઈસ અને વીડિયો કોલિંગના સપોર્ટનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીચર આવ્યા પછી યુઝર્સ ડેસ્કટોપ એપ ડાઉનલોડ કર્યા વગર, સીધા બ્રાઉઝર પરથી જ 32 લોકો સાથે ગ્રુપ કોલ કરી શકશે, જેમાં સ્ક્રીન શેરિંગ અને કોલ લિંક જેવા ઓપ્શન્સ પણ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now