Earbuds : આજના સમયમાં સ્માર્ટફોન વાપરતા 99% લોકો માટે Earbuds એક મહત્વની જરૂરિયાત બની ગયા છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ ફક્ત ગીતો સાંભળવા, કૉલ કરવા કે વીડિયો જોવા માટે જ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા નાનકડા Earbudsમાં એવા ઘણા સ્માર્ટ ફીચર્સ છુપાયેલા છે જેના વિશે મોટાભાગના લોકો અજાણ છે. જો તમે પણ તમારા Earbudsનો ઉપયોગ માત્ર મ્યુઝિક પૂરતો જ સીમિત રાખો છો, તો આ આર્ટિકલ ખાસ તમારા માટે છે.
ફોન અડ્યા વિના કંટ્રોલ
આજના આધુનિક અને મોર્ડન Earbudsમાં ટચ કંટ્રોલ ફીચર આપવામાં આવે છે. આ સ્માર્ટ Featureની મદદથી તમે ફોનને હાથ લગાવ્યા વગર જ આસાનીથી ગીતો બદલી શકો છો, મ્યુઝિક પ્લે કે પોઝ કરી શકો છો અને કૉલ રિસીવ કે કટ કરી શકો છો. ઘણા મોડલ્સમાં તો માત્ર એક સિંગલ ટેપથી વૉઇસ આસિસ્ટન્ટ પણ એક્ટિવ થઈ જાય છે, જેથી વારંવાર ખિસ્સામાંથી ફોન બહાર કાઢવાની ઝંઝટ રહેતી નથી.
આસપાસનો અવાજ સાંભળવા માટે ટ્રાન્સપેરન્સી મોડ
ઘણા પ્રીમિયમ અને મિડ-રેન્જ Earbudsમાં ટ્રાન્સપેરન્સી અથવા એમ્બિયન્ટ મોડ મળે છે. આ Feature બહારના અવાજોને તમારા કાન સુધી પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે તમે રોડ પર ચાલતા હોવ, ઓફિસમાં કામ કરતા હોવ કે કોઈની સાથે વાત કરી રહ્યા હોવ, ત્યારે આ ફીચર ખૂબ ઉપયોગી સાબિત થાય છે, કારણ કે આ માટે તમારે કાનમાંથી Earbuds કાઢવાની બિલકુલ જરૂર પડતી નથી.
Samsungની Fold સિરીઝને પડકાર આપવા Appleનો બુક-સ્ટાઇલ iPhone તૈયાર: ડમી મોડલથી ફોલ્ડિંગ ફોનની ડિઝાઇન આવી સામે
ખોવાયેલા ઈયરબડ્સ શોધવાની સુવિધા
Earbuds સાઇઝમાં ખૂબ જ નાના હોય છે, તેથી ઘણી વખત લોકો તેને ગમે ત્યાં મૂકીને ભૂલી જાય છે. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે ઘણી કંપનીઓ હવે 'Find My Earbuds' ફીચર આપે છે. તમે તમારા મોબાઈલ Appમાં જઈને Earbuds માંથી એક ખાસ અવાજ પ્લે કરી શકો છો, જેનાથી તેની ચોક્કસ લોકેશન સરળતાથી મળી જાય છે.
ગેમિંગ માટે લો-લેટન્સી મોડ
જો તમે મોબાઈલ ગેમ્સ રમવાના શોખીન છો, તો આ ફીચર તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. લો-લેટન્સી મોડ ઓડિયો અને વીડિયો વચ્ચે થનારા ટાઈમ ગેપ એટલે કે વિલંબને એકદમ ઓછો કરી દે છે. આનાથી ગેમ રમતી વખતે દુશ્મનના પગલાનો અવાજ કે ફાયરિંગનો સાઉન્ડ એકદમ સાચા સમયે સંભળાય છે, જે ગેમિંગ એક્સપિરિયન્સને વધુ શાનદાર બનાવે છે.
લાઈવ ટ્રાન્સલેશન અને સ્માર્ટ AI ફીચર્સ
નવી જનરેશનના Earbudsમાં હવે AI આધારિત એડવાન્સ ફીચર્સ પણ જોવા મળી રહ્યા છે. કેટલાક ખાસ મોડેલ્સ રિયલ-ટાઇમ લાઈવ ટ્રાન્સલેશનની સુવિધા આપે છે, જેનાથી અલગ ભાષા બોલતા લોકો સાથે વાતચીત કરવી સાવ સરળ બની જાય છે. આ સિવાય વોઈસ નોટ્સ રેકોર્ડિંગ, સ્માર્ટ કમાન્ડ્સ અને AI આસિસ્ટન્ટ સપોર્ટ જેવા ફીચર્સ પણ ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે.
16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર લાગ્યો પ્રતિબંધ: ઇન્ટરનેટના યુગમાં સરકારનો સૌથી મોટો નિર્ણય
ઈયરબડ્સનો પૂરો ફાયદો ઉઠાવો
જો તમારી પાસે પણ વાયરલેસ Earbuds છે, તો આજે જ તેના ઓફિશિયલ મોબાઈલ Appના સેટિંગ્સ જરૂર ચેક કરો. બની શકે કે તેમાં એવા ઘણા અદભુત ફીચર્સ હોય જેનો તમે આજ સુધી ક્યારેય ઉપયોગ જ ન કર્યો હોય. સાચી માહિતી સાથે તમે તમારા Earbudsને માત્ર એક મ્યુઝિક ડિવાઇસ નહીં, પરંતુ એક પાવરફુલ સ્માર્ટ ગેજેટ બનાવી શકો છો.





