Home Tech/Gadgets Oppo A6s 5g Launched In India Know Premium Ai Features And Camera Setup

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ : પ્રીમિયમ AI ફીચર્સ અને પાવરફૂલ કેમેરા સેટઅપ સાથે, જાણો

Oppo A6s 5G ભારતમાં થયો લોન્ચ
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 07:52 AM IST

Oppo A6s 5G : Oppo એ ભારતમાં પોતાનો નવી A-સિરીઝ સ્માર્ટફોન, Oppo A6s 5G લોન્ચ કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેમાં 6500mAh બેટરી, મીડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર, 50mp નો કેમેરો અને 45W ફાસ્ટ ચાર્જિંગ મળી રહ્યું છે. આ સમાર્ટફોન એન્ડ્રોઇડ બેસ્ડ ColorOS 15 પર ચાલે છે અને સ્મૂધ પ્રદર્શન માટે ઘણા AI બેસ્ડ ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનનું વજન આશરે 212 ગ્રામ છે. તેમાં મેટલ ફ્રેમ સાથે પ્રીમિયમ ડિઝાઇન આપવામાં આવી છે.

Oppo A6s 5G ની કિંમત અને ઑફર્સ

Oppo A6s 5G ના 4GB RAM+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹18,999 થી શરૂ થાય છે. 6GB+128GB વેરિઅન્ટની કિંમત ₹20,999 છે. આ સ્માર્ટફોન આજથી Amazon, Flipkart, Oppo.com અને ઑફલાઇન રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન Aurora Gold અને Plum Purple જેવા કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. ઑફર્સમાં પસંદગીના બેંક કાર્ડ પર રૂ. 1,000 નું ઇન્સ્ટન્ટ કેશબેક અને ત્રણ મહિના સુધી નો-કોસ્ટ EMI નો ઓપ્શન પણ સામેલ છે. પસંદગીના ફાઇનાન્સ પાર્ટનર્સ દ્વારા આઠ મહિના સુધી ઝીરો-ડાઉન પેમેન્ટની સ્કીમ પણ ઉપલબ્ધ છે.

Oppo A6s 5G ની ડિસ્પ્લે અને કેમેરા સેટઅપ

Oppo A6s 5G માં 6.75-ઇંચની HD+ (1570×720 પિક્સલ્સ) ડિસ્પ્લે છે. પેનલ LCD છે અને 120Hz રિફ્રેશ રેટ, 256PPI પિક્સેલ ડેન્સિટી અને 1125nits પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો, આ સ્માર્ટફોનમાં 50mp નો મુખ્ય કેમેરો અને 2mp નો સેકન્ડરી લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે, તેમાં 5mp નો ફ્રન્ટ કેમેરો છે, જેમાં નેચરલ બ્યુટી મોડનો સપોર્ટ આપવામાં આવ્યો છે. Oppo A6s 5G માં 6500mAh બેટરી છે. કંપનીનો દાવો છે કે, આ ફોન 22.4 કલાક સુધીનો વીડિયો પ્લેબેક અને લાંબો સ્ટેન્ડબાય સમય આપે છે. આ સ્માર્ટફોનને ચાર્જ કરવા 45W SUPERVOOC ફાસ્ટ ચાર્જિંગનું સપોર્ટ મળે છે. પ્રદર્શન માટે, આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 6300 પ્રોસેસર છે, જે LPDDR4X રેમ અને UFS 2.2 સ્ટોરેજ ટાઇપ સાથે જોડાયેલું છે.

Oppo A6s 5G ના AI ફીચર્સ અને કનેક્ટિવિટી ઓપ્શન

આ ફોનમાં AI GameBoost અને AI LinkBoost 3.0 જેવા પ્રીમિયમ ફીચર્સ મળે છે, જે ગેમિંગ અને નેટવર્ક પ્રદર્શનને સુધારવા માટે બનાવવામાં આવેલ છે. વધુમાં, ફોનમાં ColorOS 15 સાથે Luminous Rendering Engine અને Trinity Engine જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. ડિઝાઇનની વાત કરીએ તો, Oppo A6s ની જાડાઈ 8.61mm અને લગભગ 212 ગ્રામ વજન છે. આ સ્માર્ટફોનમાં મેટલ ફ્રેમ અપાવમાં આવી છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં Wi-Fi 5, બ્લૂટૂથ 5.4, LDAC સપોર્ટ, USB ટાઇપ-C પોર્ટ અને ઇયરફોન જેકનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now