Home Tech/Gadgets Redmi 15a 5g Will Be Launched In India On This Day Know About The Battery And Camera Setup

Redmi 15A 5G ભારતમાં આ દિવસે થશે લોન્ચ! : ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ સાથે, જાણો બેટરી અને કેમેરા સેટઅપ વિશે

This photo is of Redmi 15A 5G.
Published by: Aryan Shah
Last Updated: Mar 27, 2026, 12:45 PM IST

Redmi 15A 5G : ટેક જગતની જાણીતી કંપની Xiaomi ના સબ-બ્રાન્ડ Redmi એ ભારતીય માર્કેટમાં પોતાનો નવો સ્માર્ટફોન Redmi 15A 5G લોન્ચ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવેલી પોસ્ટ મુજબ, આ ફોન આગામી અઠવાડિયે ભારતીય બજારમાં એન્ટ્રી કરશે. આ સ્માર્ટફોન ખાસ કરીને તેની મોટી બેટરી અને આધુનિક ફીચર્સ માટે ચર્ચામાં છે. જે ગયા વર્ષે લોન્ચ થયેલા Redmi 15 5G નું અપડેટેડ વર્ઝન છે.

લોન્ચિંગ તારીખ અને કલર વેરિએન્ટ

કંપનીએ પુષ્ટિ કરી છે કે, Redmi 15A 5G ભારતમાં 27 માર્ચના રોજ લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોન માટે Xiaomi ના ઓનલાઈન સ્ટોર પર એક સ્પેશિયલ માઇક્રોસાઇટ પણ લાઈવ કરી દેવામાં આવી છે. ગ્રાહકોને આ ફોન Blue, pink અને black એમ ત્રણ આકર્ષક કલર ઓપ્શનમાં ખરીદવા મળશે.

ડિસ્પ્લે અને ડિઝાઇન

Redmi 15A 5G માં યુઝર્સને શાનદાર ડિસ્પ્લે અનુભવ મળશે, જે 120 Hz સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ડિઝાઇનની વાત કરીએ તો, આ ફોનમાં ફ્લેટ રિયર પેનલ અને લંબચોરસ કેમેરા આઇલેન્ડ જોવા મળશે. ફોનની આગળની બાજુએ વોટરડ્રોપ-સ્ટાઇલ નોચ અને થોડા જાડી બેઝલ્સ જોવા મળે તેવી શક્યતા રહેલી છે.

આ પણ વાંચો : Redmi 15A 5G ભારતમાં થયો લોન્ચ! : લાંબી બેટરી અને શાનદાર ડિસ્પ્લેનું અદભૂત કોમ્બિનેશન

કેમેરા ક્વોલિટી

ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સપોર્ટ ધરાવતો 32mp નો મુખ્ય કેમેરો આપવામાં આવ્યો છે. જે યુઝર્સને સારા ફોટોગ્રાફ્સ ક્લિક કરવામાં મદદરૂપ થશે. તેની સાથે LED ફ્લેશ પણ ઉપલબ્ધ છે.

બેટરી અને પરફોર્મન્સ

આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની 6,300mAh ની મોટી બેટરી છે. લાંબા સમય સુધી બેકઅપ આપવા માટે આ બેટરી સક્ષમ છે. પરફોર્મન્સ માટે તેમાં Octacore 5G ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ફાસ્ટ કનેક્ટિવિટી અને સ્મૂધ ગેમિંગ એક્સપિરિયન્સ મળશે. આ ઉપરાંત, માઇક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજને 2 TB સુધી વધારી શકાય છે.

અન્ય ખાસિયતો

ફોનની જમણી બાજુએ પાવર બટન અને વોલ્યુમ કંટ્રોલ આપવામાં આવ્યા છે. સેફટી માટે તેમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર મળી શકે છે. આ ફોન એન્ડ્રોઇડ પર બેસ્ડ લેટેસ્ટ HyperOS પર ચાલશે, જે યુઝર્સને નવા ફીચર્સનો અનુભવ કરાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now