Home Tech/Gadgets Oneplus New Nord Buds 4 Pro Launched In India Know About Price And Premium Sound Quality

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ! : જાણો કિંમત, ફીચર્સ અને પ્રીમિયમ સાઉન્ડ ક્વોલિટી વિશેની માહિતી

OnePlus ના નવા Nord Buds 4 Pro ભારતમાં થયા લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2026, 08:28 AM IST

OnePlus Nord Buds 4 Pro : ટેક જાયન્ટ OnePlus એ ભારતીય માર્કેટમાં તેની લોકપ્રિય 'NORD' સિરીઝમાં નવા TWS ઇયરબડ્સ OnePlus Nord Buds 4 Pro લોન્ચ કર્યા છે. આ ઇયરબડ્સ ખાસ કરીને એવા યુઝર્સ માટે બનાવવામાં આવ્યા છે જેમને ઓછી કિંમતમાં દમદાર સાઉન્ડ અને લાંબી બેટરી લાઈફ જોઈએ છે. Nord Buds 3 Pro ના સક્સેસર તરીકે આવેલા આ બડ્સમાં ઘણા એડવાન્સ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે.

કિંમત અને ક્યારે ખરીદી શકાશે?

OnePlus Nord Buds 4 Pro ની મૂળ કિંમત ₹3,999 રાખવામાં આવી છે, પરંતુ લોન્ચ ઓફર હેઠળ તમે તેને માત્ર ₹3,799 માં ખરીદી શકશો. આ ઇયરબડ્સ Radiant Grey અને Raven Black એમ બે કલરમાં ઉપલબ્ધ છે. આ ઇયરબડ્સનું વેચાણ 23 માર્ચ, 2025 ના રોજ બપોરે 12 વાગ્યે શરૂ થશે. આ ઇયરબડ્સને તમે Amazon, Flipkart, Myntra અને OnePlus ની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદી શકશો.

દમદાર સાઉન્ડ અને નોઇઝ કેન્સલેશન

આ ઇયરબડ્સમાં 12mm ના ટાઇટેનિયમ કોટેડ ડાયનેમિક ડ્રાઇવર્સ આપવામાં આવ્યા છે, જે ક્રિસ્ટલ ક્લિયર સાઉન્ડ અને પાવરફુલ બેઝ આપે છે. સૌથી મહત્વની વાત એ છે કે, તેમાં 55dB સુધીનું એક્ટિવ નોઇઝ કેન્સલેશન (ANC) મળે છે, જે બહારના અવાજને અટકાવીને તમને મ્યુઝિકનો સંપૂર્ણ આનંદ આપે છે. કોલિંગ માટે તેમાં AI ટેકનોલોજી સાથેના 6 માઇક્રોફોન છે, જે પવન કે ટ્રાફિકના અવાજમાં પણ તમારો અવાજ સામો સ્પષ્ટ પહોંચાડે છે.

કનેક્ટિવિટી અને સ્માર્ટ ફીચર્સ

કનેક્ટિવિટી માટે આમાં લેટેસ્ટ બ્લૂટૂથ 6.0 અને LHDC 5.0 ઓડિયો સપોર્ટ છે. તે ગૂગલ ફાસ્ટ પેર અને ડ્યુઅલ-ડિવાઇસ કનેક્શનને પણ સપોર્ટ કરે છે, એટલે કે, તમે એકસાથે બે ડિવાઇસ સાથે તેને પેર કરી શકો છો. આ ઉપરાંત, તેમાં સ્પેશિયલ ઓડિયો, ગેમિંગ મોડ અને જેસ્ચર કંટ્રોલ (જેમ કે વોલ્યુમ માટે સ્વાઇપ કરવું) જેવી સુવિધાઓ પણ છે.

બેટરી લાઈફ અને ચાર્જિંગ

બેટરીના મામલે આ ઇયરબડ્સ ખરેખર જબરદસ્ત છે. કંપનીનો દાવો છે કે, કેસ સાથે તે કુલ 54 કલાક સુધીનો પ્લેબેક ટાઇમ આપી શકે છે. ઇયરબડ્સને ફૂલ ચાર્જ થવામાં 60 મિનિટ અને કેસ સાથે 90 મિનિટનો સમય લાગે છે. ચાર્જિંગ માટે તેમાં USB ટાઇપ-C પોર્ટ આપવામાં આવ્યો છે.

ડિઝાઇન અને મજબૂતી

આ ઇયરબડ્સ લુકમાં સ્ટાઇલિશ અને મજબૂત છે. તેને IP55 રેટિંગ મળેલું છે, જેનો અર્થ છે કે તે ધૂળ અને પરસેવા કે પાણીના છાંટાથી સુરક્ષિત રહેશે. દરેક ઇયરબડનું વજન માત્ર 4.4 ગ્રામ છે, જે લાંબા સમય સુધી પહેરવા માટે આરામદાયક છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now