Home Tech/Gadgets What Is The Difference Between 3 Blade And 5 Blade Cooler Know Information About Both Coolers

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત? : જાણો કયું કુલર તમારા રૂમ માટે બેસ્ટ રહેશે

3 બ્લેડ અને 5 બ્લેડ કુલર વચ્ચે શું છે તફાવત?
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 01:47 PM IST

Air Cooler Buying Tips : ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ,માર્કેટમાં નવા-નવા મોડલના એર કુલર આવવા લાગ્યા છે. સામાન્ય રીતે આપણે કુલરની ક્ષમતા કે તેની ડિઝાઇન જોઈને કૂલરને ખરીદતા હોઈએ છીએ, પરંતુ શું તમે ક્યારેય કૂલરના પંખાની બ્લેડ પર ધ્યાન આપ્યું છે? કેટલાક કુલરમાં 3 બ્લેડ હોય છે તો કેટલાકમાં 5 બ્લેડ. આ માત્ર દેખાવ પૂરતું નથી, પરંતુ તેની પાછળ ખાસ વિજ્ઞાન અને જરૂરિયાત છુપાયેલી છે. જાણો તમારા ઘર માટે કયું કુલર બેસ્ટ સાબિત થશે.

5 બ્લેડ કુલરના ફાયદા

જો તમારો રૂમ નાનો છે અથવા તમે ઓછા એરિયા માટે કુલર શોધી રહ્યા છો, તો 5 બ્લેડવાળું કુલર ઉત્તમ ઓપ્શન છે. 5 બ્લેડવાળા પંખા નાની જગ્યામાં સતત અને એકધારી હવા ફેંકવા માટે ડિઝાઇન કરવામાં આવે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે ચાલતી વખતે બહુ ઓછો અવાજ કરે છે. જો તમને શાંત વાતાવરણમાં ઠંડી હવાની જરૂર હોય, તો આ કુલર તમારા માટે પરફેક્ટ છે.

3 બ્લેડ કુલરની ખાસિયત

મોટા હોલ કે મોટા રૂમ માટે 3 બ્લેડવાળું કુલર વધુ અસરકારક સાબિત થાય છે. 3 બ્લેડ ધરાવતા કુલરમાં હવાનું દબાણ વધુ હોય છે, જેના કારણે તે દૂર સુધી હવા ફેંકી શકે છે. જો તમે એવું કુલર ઈચ્છો છો, જે મોટા રૂમમાં ઝડપી હવા ફેલાવે, તો તમારે 3 બ્લેડવાળા કુલરની જ પસંદગી કરવી જોઈએ.

વીજળીનું બિલ અને મોટર

ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે, શું બ્લેડ વધવાથી વીજળીનું બિલ પણ વધે છે? હકીકતમાં, વીજ વપરાશનો આધાર કુલરમાં લાગેલી મોટરની કેપેસિટી પર હોય છે. જો બંને કુલરમાં સમાન પાવરની મોટર હોય તો બિલમાં મોટો તફાવત આવતો નથી. જોકે, 5 બ્લેડવાળા પંખાનું વજન થોડું વધારે હોવાથી તેને ફેરવવા માટે મોટર પર સામાન્ય ભાર વધી શકે છે, જે વીજ વપરાશમાં ખૂબ જ નજીવો તફાવત લાવી શકે છે.

તમારા માટે કયું શ્રેષ્ઠ?

કુલરની પસંદગી કરતી વખતે તમારા રૂમની સાઇઝ પહેલા જુઓ. જો બેડરૂમ નાનો હોય અને શાંતિ જોઈતી હોય તો 5 બ્લેડવાળું કુલર લો. પરંતુ જો તમારે ડ્રોઈંગ રૂમ કે મોટા હોલ માટે કુલર જોઈએ છે જ્યાં હવા છેક ખૂણે સુધી પહોંચવી જરૂરી હોય, તો 3 બ્લેડવાળું કુલર જ સૌથી શ્રેષ્ઠ પરિણામ આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now