Home Tech/Gadgets Oppo Watch Launched With 16 Days Battery And Advanced Health Features

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ! : જાણો પ્રીમિયમ ડિઝાઇન અને કિંમત વિશેની માહિતી

Oppo Watch X3; 16 દિવસની બેટરી અને એડવાન્સ હેલ્થ ફીચર્સ સાથે થઈ લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 01:08 PM IST

Oppo Watch X3 : ટેક જાયન્ટ Oppo એ સ્માર્ટવોચની દુનિયામાં નવો ધમાકો કરતાં પોતાની લેટેસ્ટ Oppo Watch X3 ચીની માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. આ વોચ માત્ર સમય બતાવવા પૂરતી મર્યાદિત નથી, પણ તેમાં એવા ઘણા એડવાન્સ હેલ્થ ફીચર્સ આપવામાં આવ્યા છે, જે તમને ડૉક્ટરથી દૂર રાખવામાં ખૂબ મદદ કરશે. પ્રીમિયમ લુક અને દમદાર પ્રોસેસર ધરાવતી આ વોચ ફિટનેસ પ્રેમીઓ માટે એક વરદાન સાબિત થઈ શકે તેમ છે.

પ્રીમિયમ ડિઝાઇન અને ડિસ્પ્લે

Oppo Watch X3 માં 1.50-ઇંચની LTPO OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેની ખાસિયત એ છે કે, તેમાં 3000 nits સુધીની પીક બ્રાઈટનેસ છે, જે તડકામાં પણ સ્ક્રીનને એકદમ ક્લિયર રાખે છે. સેફટી માટે તેના પર સેફાયર ગ્લાસનું કોટિંગ છે, જે તેને સ્ક્રેચથી બચાવે છે. આ વોચમાં 2,000 થી વધુ વોચ ફેસના ઓપ્શન મળે છે.

પાવરફુલ પરફોર્મન્સ અને પ્રીમિયમ ફીચર્સ

આ સ્માર્ટવોચમાં Qualcomm Snapdragon W5 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને સુપર ફાસ્ટ બનાવે છે. સાથે જ 2GB RAM અને 32GB ની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. આ વોચ ColorOS Watch 16.0 પર ચાલે છે અને તે Android તેમજ iOS બંને ડિવાઇસ સાથે સરળતાથી કનેક્ટ થઈ શકે છે. હેલ્થ ફીચર્સની વાત કરીએ તો, આ વોચમાં બ્લડ પ્રેશર મોનિટરિંગ, હાર્ટ રેટ, બ્લડ ઓક્સિજન (SpO2), અને શરીરનું તાપમાન માપવાની સુવિધા છે. આ ઉપરાંત, હૃદયની ગંભીર બીમારીઓ શોધવા માટે ECG એનાલિસિસ અને ઊંઘની ગુણવત્તા તપાસવા માટે સ્લીપ ટ્રેકિંગ જેવા ફીચર્સ પણ સામેલ છે.

સ્પોર્ટ્સ, ફિટનેસ અને બેટરી બેકઅપ

ખેલાડીઓ અને ફિટનેસના શોખીનો માટે તેમાં 100 થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ છે. આ વોચમાં AI-બેસ્ડ કોચિંગ ફીચર છે, જે તમારા વર્કઆઉટ ડેટાને જોઈને તમને પર્સનલાઈઝ્ડ ટિપ્સ આપે છે. તે MIL-STD-810H સર્ટિફાઇડ છે, એટલે કે તે ખૂબ જ મજબૂત છે અને પાણી-ધૂળથી પણ સુરક્ષિત છે. Oppo Watch X3 માં 646mAh ની મોટી બેટરી છે. જો તમે આ સ્માર્ટવોચને 'લોન્ગ બેટરી મોડ' માં વાપરો છો, તો તે 16 દિવસ સુધી ચાલી શકે છે. જ્યારે સામાન્ય સ્માર્ટ મોડમાં તે 5 દિવસનો બેકઅપ આપે છે. માત્ર 75 મિનિટમાં આ વોચ ફૂલ ચાર્જ થઈ જાય છે.

કિંમત અને વેચાણની તારીખ

ગ્રેવીટી બ્લેક વેરિઅન્ટ : 2599 યુઆન (આશરે ₹34,515)

કોસ્મિક સ્ટાર ઓરેન્જ અને ટાઇટેનિયમ વેરિઅન્ટ : 2799 યુઆન (આશરે ₹37,170) ચીનમાં આ સ્માર્ટવોચનું વેચાણ 20 માર્ચ 2026 થી શરૂ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now