Know about Virat Kohli's 37 amazing records on his 37th birthday: 2025 માં પોતાનો 37 મો જન્મદિવસ ઉજવી રહેલા દિલ્હીના આ સ્ટાર બેટ્સમેનએ પોતાની પ્રતિભા અને જુસ્સાથી દુનિયાભરના કરોડો ફેન્સના દિલમાં રાજ કરે છે. ઉંમર વધી રહી છે, છતાં કોહલીના બેટમાં જુસ્સો હજુ પણ એનો એ જ છે. ઓસ્ટ્રેલિયા સામે હાલમાં જ સિડની ODI માં 74 રનની તેની શાનદાર ઇનિંગે ફરી એકવાર સાબિત કર્યું કે, 'કિંગ કોહલી' હજુ પણ ભારતનો સૌથી વિશ્વસનીય બેટ્સમેન છે.
બધા ફોર્મેટમાં વિરાટનો દબદબો
કોહલીએ ભારત માટે 123 ટેસ્ટ, 305 વનડે અને 125 T20I મેચ રમી છે. આ સમય દરમિયાન, તેમણે 27,600 થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે: ટેસ્ટમાં 9,230 રન, વનડેમાં 14,255 રન અને ટી૨૦માં 4,100 થી વધુ રન. આ આંકડા દર્શાવે છે કે, કોહલી માત્ર એક બેટ્સમેન નથી, પરંતુ એક રન મશીન છે. વિરાટ કોહલીએ T20I અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ ODI માં તેમનું પ્રદર્શન હજુ પણ એમનું એમ જ છે. કેપ્ટન, ફિનિશર અને ચેઝ માસ્ટર, વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે દરેક પાસામાં મેચ જીતાડી છે.
વિરાટ કોહલીના 37 રેકોર્ડ
ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી - 51 (સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો).
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ સેંચુરી - 82 (ટેસ્ટ: 30, ODI: 51, T20I: 1).
વનડેમાં સૌથી ઝડપી 14,000 રન બનાવનાર ખેલાડી.
વનડેમાં ચેઝ કરતી વખતે સૌથી વધુ સદીઓ - 28 સદી.
વનડે ચેઝમાં સૌથી વધુ એવરેજ - 65.5.
ICC વર્લ્ડ કપ 2023 માં સૌથી વધુ રન - 765 રન, એક જ એડિશનમાં વર્લ્ડ રેકોર્ડ.
T20I મેચોમાં 4,000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી.
T20I માં સૌથી વધુ મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ - 7 વખત.
બધા ફોર્મેટમાં નંબર 1 રેન્કિંગ પ્રાપ્ત કરનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન.
ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો સૌથી સફળ કેપ્ટન - 68 મેચમાં 40 જીત.
ટેસ્ટ કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદી (7).
ટેસ્ટમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ બેવડી સદી (7).
ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ જીત ટકાવારી - 77.41 ટકા
ટેસ્ટ કારકિર્દીમાં કુલ રન - 9,230 રન (123 મેચ, સરેરાશ 46.85).
આંતરરાષ્ટ્રીય રનની દ્રષ્ટિએ ત્રીજા ક્રમે - 27,673 રન.
2010-2019 ના દાયકામાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન (20,000 થી વધુ રન).
5 વખત ICC ટ્રોફી વિજેતા ટીમનો ભાગ.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત માટે સૌથી વધુ રન - 747 રન.
અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન (2008).
ODI માં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન - 52 બોલમાં (ઓસ્ટ્રેલિયા સામે).
IPL માં સૌથી વધુ રન - 8,000 થી વધુ રન (બીજું કોઈ હજુ સુધી આ આંકડા સુધી પહોંચી શક્યું નથી).
IPL માં સૌથી વધુ 50 થી વધુ સ્કોર - 71 વખત.
IPL માં સૌથી વધુ ચોગ્ગા - 771 ચોગ્ગા.
IPL માં સૌથી વધુ બાઉન્ડ્રી - 1,000 થી વધુ (ચોગ્ગા + છગ્ગા).
એક જ IPL સિઝનમાં સૌથી વધુ રન - 973 રન (2016).
સતત 3 IPL સીઝન (2023-2025) માં 600+ રન.
IPL ની એક સિઝનમાં જીતનારી મેચોમાં સૌથી વધુ 50+ સ્કોર - 8 વખત.
IPL માં એક ટીમ (RCB) માટે સૌથી વધુ મેચ - 267.
IPL માં એક જ ટીમ માટે બધી સીઝન રમનાર એકમાત્ર ખેલાડી (18 સીઝન, RCB).
ભારત માટે T20I માં સૌથી વધુ રન - 13,543 રન (બધી T20 લીગ સહિત).
ICC T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન - 1292 રન.
બધા ફોર્મેટમાં કુલ રન - 26,000 થી વધુ રન.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 થી વધુ કેચ.
ત્રણ વખત ICC Cricketer of the Year - 2017, 2018, 2023.
ICC Men’s Player of the Decade (2010–2020).
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ - 69 વખત.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 'મેન ઓફ ધ સિરીઝ' એવોર્ડ - 21 વખત.





















